Home /News /ahmedabad /corona effect! સ્વજનને રેલવે સ્ટેશન પર છોડવા જાવ છો? તો જાણી લો કેટલામાં મળશે પ્લેટફોર્મ ટિકિટ

corona effect! સ્વજનને રેલવે સ્ટેશન પર છોડવા જાવ છો? તો જાણી લો કેટલામાં મળશે પ્લેટફોર્મ ટિકિટ

ફાઈલ તસવીર

coronavirus latest update: પશ્ચિમ રેલવેના અમદાવાદ ડિવિઝન (Ahmedabad railway station) દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે.અમદાવાદ ડિવિઝનના તમામ પ્લેટફોર્મ (platform ticket) પર પ્લેટફોર્મના ટીકીટનો ચાર્જ 30 રૂપિયા કરી દેવામાં આવ્યો છે.

વધુ જુઓ ...
Ahmedabad news: કોરોના બેકાબુ (coronavirus) બન્યો છે. કોરોના કેસ વધી રહ્યા છે. છતાં પણ લોકોની ભીડ છે તે જોવા મળી રહી છે ખાસ કરીને એરપોર્ટ (Airport), રેલવે સ્ટેશન (railway station) કે બસ સ્ટેશન (bus stand) ઉપર સૌથી વધારે ભીડ થાય છે. લોકો કોરોના ગાઈડલાઈનનું (corona guideline) પાલન કરતા નથી. જેના કારણે કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે એક પરંપરા રહી છે કે કોઈપણ પરિવારનું સ્વજન યાત્રા પર જતું હોય છે ત્યારે તેમને મૂકવા માટે રેલવે સ્ટેશન, બસ સ્ટેશન છોડવા માટે પણ તેમની સાથે પરિવારના લોકો છે તે જતા હોય છે.

એક વ્યક્તિની સાથે ચારથી પાંચ લોકો સ્ટેશન ઉપર છોડવા માટે જતા હોય છે અને જેના કારણે ભીડ છે તે જોવા મળી રહી છે ત્યારે અમદાવાદ રેલવે ડિવિઝન (Ahmedabad Railway Division) દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે પ્લેટફોર્મ ટીકીટના (Platform tickets) ચાર્જ વધારી દેવામાં આવ્યો છે

પશ્ચિમ રેલવેના અમદાવાદ ડિવિઝન દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે.અમદાવાદ ડિવિઝનના તમામ પ્લેટફોર્મ પર પ્લેટફોર્મના ટીકીટનો ચાર્જ 30 રૂપિયા કરી દેવામાં આવ્યો છે.

આ પણ વાંચોઃ-Morbi crime news: યુવકને સ્પાનો ચસ્કો ભારે પડ્યો, યુવકનો સળગેલી હાલતમાં મૃતદેહ મળ્યો

કોરોનાનું સંક્રમણ ફેલાતું રોકવા અને રેલવે સ્ટેશનો પર બિનજરૂરી ભીડને નિયંત્રિત કરવાના હેતુથી 18 જાન્યુઆરી 2022 થી ડિવિઝનના અમદાવાદ, ગાંધીધામ, પાલનપુર, મહેસાણા, ભુજ, મણિનગર અને સાબરમતી સ્ટેશનો પર પ્લેટફોર્મ  ટિકિટનો દર અસ્થાઈ રૂપ 10 રૂ થી વધારીને 30 રૂ કરવામાં આવી રહ્યો છે.

આ પણ વાંચોઃ-OMG! online પેશાબ વેચીને પૈસા કમાય છે મહિલા, એક કપ યુરિનની કિંમત જાણીને ચોંકી જશો!

જો લે રેલવે પ્લેટફોર્મ ટિકિટના દરમાં વધારો કરવાનું કારણ છે કે પ્લેટફોર્મ ટિકિટના ચાર્જ વધુ હશે તો ભીડ છે તે નિયંત્રણમાં રહેશે.અને કોરોનાનું સંક્રમણ ફેલાતું રોકી શકાશે. જો કે રેલવે સ્ટેશન પર પ્રવાસીઓનું ટેસ્ટ કરવામાં આવે છે. અને માસ્ક ફેરખવા સૂચના પણ સુરક્ષા કર્મીઓ દ્વારા આપવામાં આવે છે.પરંતુ લોકો હજુ પણ બે ફિકર થઈને ફરી રહ્યા છે.

આ પણ વાંચોઃ-Tarot predictions:ટેરો સાપ્તાહિક ભવિષ્ય: મીન રાશિમાં આવી રહ્યું છે ટ્રાન્સફોર્મેશન...! જાણો રાશિફળ

ત્યારે રેલવે પ્રશાસન દ્વારા યાત્રીઓને વિનંતી કરવામાં આવે છે કે પ્લેટફોર્મ અને સ્ટેશનો તથા ટ્રેનોમાં કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલી કોરોના ગાઈડલાઈનનું પાલન કરે.
Published by:Ankit Patel
First published:

Tags: Ahmedabad news, Corona effect, Gujarati news, Kalupur railway station