Home /News /ahmedabad /Diwali vacation: શું દિવાળી વેકેશનમાં ફરવા જવું છે, તો આ સમાચાર મહત્વના છે
Diwali vacation: શું દિવાળી વેકેશનમાં ફરવા જવું છે, તો આ સમાચાર મહત્વના છે
પ્રતિકાત્મક તસવીર
coronavirus Ahmedabad news: ગુજરાતના ટુર ઓપરેટર્સ (Tour Operators of Gujarat) પણ ટુર પર જવા માંગતા લોકો માટે વેકસીન ના બંને ડોઝ (two dose of corona vaccine) ફરજિયાત કર્યા છે. વેકસીનના બન્ને ડોઝ લીધા હશે તેવા લોકોની જ પ્રવાસ માટે એન્ટ્રી (entry for Tour) થશે.
અમદાવાદ: જો આપ દિવાળીના વેકેશનમાં (Diwali vacation) ફરવા જવાનું કોઈ પ્લાનિંગ કરી રહ્યા છો તો આપે આ સમાચાર જાણવા જરૂરી છે. દીવાળી માં ફરવા જવું હશે તો હવે તમારે વેકસીનના બંને ડોઝ (two dose of corona vaccine) લેવા જરૂરી રહેશે. કારણ કે અમદાવાદના ટુર ઓપરેટર્સએ (Tour Operators of Ahmedabad) પણ વેકસીનેશનના બે ડોઝ લીધા હોય તેવા જ મુસાફરોના બુકિંગ લેવાનો નિર્ણય કર્યો છે. મુસાફરો પણ આ નિર્ણય સેફટી માટે લેવાયો હોવાનું જણાવી નિર્ણયની સરાહના કરી રહ્યા છે.
કોરોનાના કેસ હાલ ઘટ્યા છે છતાં ત્રીજી લહેરની (corona third wave) શક્યતાઓ જોવાઇ રહી છે. પણ કોરોનાને નાથવા વેકસીન એક માત્ર સંજીવની જડીબુટ્ટી સમાન છે. ત્યારે ગુજરાતના ટુર ઓપરેટર્સ (Tour Operators of Gujarat) પણ હવે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના (Amadavad municipal corporation) માર્ગે જોવા મળી રહ્યા છે. કારણ કે હવે થી વેકસીનના બે ડોઝ લેનાર ને જ AMTS અને BRTS માં મુસાફરી કરવા મળશે તેવું નક્કી કરાયું છે.
ત્યારે હવે ગુજરાતના ટુર ઓપરેટર્સ પણ ટુર પર જવા માંગતા લોકો માટે વેકસીન ના બંને ડોઝ ફરજીયાત કર્યા છે. વેકસીનના બન્ને ડોઝ લીધા હશે તેવા લોકોની જ પ્રવાસ માટે એન્ટ્રી થશે. જેથી જે લોકો હવે દિવાળી ના વેકેશનમાં ફરવા જવાનું પ્લાનિંગ કરતા હોય તેઓએ હવે વેકસીન ના બંને ડોઝ લેવા પડશે. આ અંગે ઝીરો કિમિ ટ્રાવેલ્સના ટુર ઓપરેટર આલાપ મોદી જણાવી રહ્યા છે કે હાલમાં તમામ પ્રવાસના સ્થળો પર વેકસીન લીધી હોય તેવા જ લોકોને પ્રવેશ આપી રહ્યા છે.
માત્ર ભારત ના ડોમેસ્ટિક પ્રવાસન સ્થળો નહિ પરંતુ દુબઈ, યુરોપ સહિત જે પણ પ્રવાસના સ્થળો છે ત્યાં વેકસીનેશન સર્ટિ ઉપરાંત RTPCR ટેસ્ટ પણ માંગી રહ્યા છે. જેથી મોટા ભાગના ટુર ઓપરેટર્સ તેમને ત્યાં ઇન્કવાયરી માટે પણ જે લોકો આવે છે તેઓને પહેલાથી જ વેકસીનના બંને ડોઝ લઈ લેવાનું જણાવવામાં આવે છે જેથી કરીને તેઓને જેતે પ્રવાસન સ્થળે પહોંચ્યા પછી કોઈ તકલીફ ન પડે.
માત્ર વિદેશમાં જ નહીં ડોમેસ્ટિક પ્રવાસન સ્થળો માટે પણ વેકસીનના બંને ડોઝ ના સર્ટીફીકેટ ફરજીયાત કરવામાં આવ્યા છે. તેઓએ એમ પણ જણાવ્યું કે AMC દ્વારા હાલમાં સીટી બસ માટે આ નિયમ લાગુ કર્યો છે પરંતુ તેઓએ મેં મહિનાથી આ વિષય પર અમલ કરવાનું નક્કી કર્યું હતું જેને હવે ફરજીયાત અમલમાં મૂકી દીધું છે. દાર્જિલિંગ પ્રવાસ માટે જઈ રહેલા મહેશ પટેલે જણાવ્યું કે આ નિર્ણય ખૂબ સરસ છે.
આ નિયમના અમલથી તમામ પ્રવાસીઓ બેફિકર રહીને પ્રવાસનો આનંદ માણી શકશે. મહત્વનુ છે કે પ્રવાસન સ્થળો હોય જે સરકારી જાહેર સ્થળો જ્યાં વેકસીન સર્ટિ ફિકેટ ફરજીયાત કરાય છે ત્યારે એ આગામી દિવસોમાં હોટેલ્સ રેસ્ટોરન્ટમાં પણ આ નિયમ લાગુ પડે તેવું આયોજન થાય તો નવાઈ નહિ.