Home /News /ahmedabad /Corona New guideline: ગુજરાત 100 ટકા કર્ફ્યૂમુક્ત થયું, રાજ્યમાં કોરોના વેક્સીનનાં બંને ડોઝ ફરજીયાત કરાયા

Corona New guideline: ગુજરાત 100 ટકા કર્ફ્યૂમુક્ત થયું, રાજ્યમાં કોરોના વેક્સીનનાં બંને ડોઝ ફરજીયાત કરાયા

આ નવી ગાઇડલાઇન 1 માર્ચ સુધી લાગુ રહેશે.

ગુજરાતમાં કોરોના સંક્રમણ ઘટના રાજય સરકારે શાળા-કોલેજો 21/2/2021થી ઓફલાઇન શરૂ કરી દીધા છે, રાજ્ય સરકારે (State Government) કોરોના સંક્રમણ નિયંત્રણની સ્થિતિની સર્વગ્રાહી સમીક્ષા કરીને પ્રવર્તમાન સ્થિતિમાં કોવીડ (Covid-19) એપ્રોપ્રીએટ બિહેવિયર અને તકેદારી સાથે કેટલાક નિયંત્રણો હળવા કરવાનો તેમજ કોરોના ગાઇડલાઈન (Corona's guideline)ના નિયમોમાં કેટલીક વધુ છૂટછાટ આપવાનો નિર્ણય કર્યો છે. આજે રાજ્ય સરકારે વધુ એક નિર્ણય લીધો છે. અમદાવદ અને વડોદરામાંથી રાત્રિ કર્ફ્યૂ (Night curfew ) હટાવી લેવામાં આવ્યો છે. આ નવી ગાઇડલાઇન 1 માર્ચ સુધી લાગુ રહેશે. આ સાથે જ રાજ્ય 100 ટકા કર્ફ્યૂમુક્ત થયું છે.



મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ (CM Bhupendra Patel)ના અધ્યક્ષસ્થાને મળેલી કોર કમિટીની બેઠકમાં આજે ઘણા મહત્ત્વના નિર્ણયો લેવામાં આવ્યા છે. રાજ્યમાં કોરોના સંક્રમણ ઘટના રાજયના તમામ શહરોને કર્ફ્યૂ મુક્ત કરી દેવામાં આવ્યા છે. આ સાથે જ રાજ્યમાંસામાજિક, રાજકીય અને ધાર્મિક મેળાવડા અને લગ્ન પ્રસંગોમાં ખુલ્લી જગ્યામાં 75% ક્ષમતા અને બંધ જગ્યામાં 50 ટકા કુલ વ્યક્તિઓની મર્યાદામાં યોજી શકાશે. જોકે લગ્ન સમારોહ માટે હવે ડીજીટલ ગુજરાત પોર્ટલ ઉપર નોંધણી કરાવવાની રહેશે નહીં.

આ પણ વાંચો- Russia-Ukraine War: યુક્રેનમાં ભારતીય દુતાવાસે ભારતીય વિદ્યાર્થીઓને સુરક્ષિત સ્થાને પહોંચાડ્યા

ઉલ્લેખનિય છે કે રાજ્યમાં કોરોનાની ત્રીજી લહેર દરમિયાન એક દિવસમાં 25000થી વધુ કેસ નોંધાઇ રહ્યા હતા જે હવે ઘટીને 300ની નીચે આવી ગયા છે અને એક્ટિવ કેસોમાં પણ મોટે પાયે ઘટાડો થયો છે. ત્યાં જ રાજ્યમાં રસીકરણ પણ 10 કરોડ ડોઝને પાર થઇ ગયું છે.

આ પણ વાંચો- Russia-Ukraine Crisis: આ યુદ્ધ તમારા ખિસ્સા પર પડશે મોંઘુ, પેટ્રોલ-ડીઝલના ભાવમાં થશે રૂ.15 નો વધારો

રાજ્ય સરકારની ગાઇડલાઇન અનુસાર, હવે નાગરીકોએ જાહેર સ્થળો પર ઉભા રહેલા અને કોઇ કાર્યક્રમમાં હાજર થતા વેક્સીનના બંને ડોઝ ફરજીયાત કરી દેવામાં આવ્યા છે. આમ રાજયના કોઇ પણ ખુણામાં જતા પહેલા વ્યક્તિએ બંને ડોઝ લેવાન ફરજીયાત કરી દેવાયા છે.
First published:

Tags: Ahmedabad news, Corona Guideline, Corona guidelines, Gujarati news, Night Curfew, અમદાવાદ, ગુજરાત કોરોના વાયરસ