શૈક્ષણિક સંસ્થાઓ શિક્ષણવિભાગને આધવતી સૂચનાઓને આધિન ચાલુ રાખી શકાશે જેમાં શાળા, કોલેજ અને અન્ય સંસ્થાઓની પરીક્ષાઓ એસઓપી મુજબ ચાલુ રાખી શકાશે.
Ahmedabad latest news: શાળાઓ કોરોના ગાઈડલાઈન (covid-19 guideline) પાલન કરે છે કે નહીં તેનું સરપ્રાઈઝ ચેકિંગ (Surprise checking) કરશે. સાથે જ શાળાઓએ ઓનલાઇન શિક્ષણ (Online education) બંધ કરી દીધું હશે ગો પણ કાર્યવાહી થશે.
અમદાવાદ: એક તરફ કોરોનાના કેસો (coronavirus) વધી રહ્યા છે ત્યારે બીજીતરફ આરોગ્ય વિભાગ (Department of Health) વધુ ચિંતિત બન્યું છે. સાથે જ શિક્ષણ વિભાગ પણ એકશનમાં આવ્યું છે. છેલ્લા કેટલાક દિવસોથી શાળાઓમાં (school) બાળકોના સંકમિત હોવાના કિસ્સા સામે આવતા જિલ્લા શિક્ષણ અધિકારી કચેરીના અધિકારીઓ એક્શનમાં આવ્યા છે. જે શાળાઓ કોરોના ગાઈડલાઈન (covid-19 guideline) પાલન કરે છે કે નહીં તેનું સરપ્રાઈઝ ચેકિંગ (Surprise checking) કરશે. સાથે જ શાળાઓએ ઓનલાઇન શિક્ષણ (Online education) બંધ કરી દીધું હશે ગો પણ કાર્યવાહી થશે.
આમ તો કેન્દ્ર સરકાર દ્વારા આગામી 3 જાન્યુઆરીથી 15થી 18 વર્ષની વયના ટીનેજર્સ માટે વેકસીન ડોઝ આપવાની જાહેરાત કરી છે. જેને વાલીઓ પણ આવકારી રહ્યા છે. પણ તેની સાથે સાથે શાળાઓ દ્વારા નિયમોનું પાલન કરવું પણ જરૂરી છે.
ઘણી શાળાઓ દ્વારા બાળકોને સોશિયલ ડિસ્ટન્સ માં બેસાડવા, બાળકોને ફરજિયાત માસ્ક પહેરવા અને હેન્ડ સેનિટાઈઝ કરવા સહિતના નિયમો પાલન કરવું જરૂરી છે. પણ કેટલીક શાળાઓ જેઓએ નિયમો પાલન કરવામા બેદરકારી દાખવી રહ્યા છે. એક ક્લાસમાં બે બાળકોની જગ્યાએ 3થી 4 બાળકો બેસાડે છે જેમાં સોશિયલ ડિસ્ટન્સ જળવાતું નથી. તો કેટલીક શાળાઓમાં બાળકો માસ્ક પહેરીને પણ આવતા નથી.
આવા બાળકોને ટોકવામાં પણ આવતા નથી. બીજુ કે શાળાઓ દ્વારા ઓનલાઇન એજ્યુકેશન પણ બંધ કરી દેવાયું છે. જેના પગલે જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા આવી શાળાઓ સામે કાર્યવાહી કરવા તૈયારી હાથ ધરી છે.
જિલ્લા શિક્ષણ અધિકારીએ જણાવ્યું કે અમે શાળાઓમાં સરપ્રાઈઝ ચેકિંગ કરવા ટીમ બનાવી છે. જો કોઈપણ પ્રકારની બેદરકારી ખાસ કરીને કોરોનાના નિયમોને લઈને જણાશે તો દંડાત્મક પગલા ભરવામાં આવશે. બાળકોના સ્વાસ્થ્ય સાથે જોડાયેલી વાત હોય ત્યારે કોઈપણ પ્રકારની બેદરકારી ચલાવી લેવાય નહીં.
મહત્વનું છે કે ઓનલાઇન આભ્યાસ બંધ કરી દેનારી શાળાઓ સામે પગલાં ભરવા શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ પણ કડક કાર્યવાહીના આદેશ કર્યા છે. ત્યારે હવે અમદાવાદ શિક્ષણ અધિકારીઓ શાળાઓ સામે કાર્યવાહી કરવા હરકતમાં આવ્યા છે.