Home /News /ahmedabad /Corona Effect: અમદાવાદ જિલ્લાના 30 ગામમાં Lockdown, શહેર-જિલ્લાના જન સેવા કેન્દ્રો આગામી હુકમ સુધી બંધ

Corona Effect: અમદાવાદ જિલ્લાના 30 ગામમાં Lockdown, શહેર-જિલ્લાના જન સેવા કેન્દ્રો આગામી હુકમ સુધી બંધ

સ્વૈચ્છિક લોકડાઉન

અમદાવાદ શહેર–જિલ્લાના જન સેવા કેન્દ્રો અન્ય હુકમ ન થાય ત્યાં સુધી બંધ રહેશે. સેવા સંબંધિત કામગીરી માટે આવશ્યક સંજોગોમાં જ સંબંધિત મામલતદારનો સંપર્ક કરવા કહેવાયું

અમદાવાદ : ગુજરાતમાં દિવસેને દિવસે કોરોના મહામારીનો વ્યાપ વધી રહ્યો છે. મોટા શહેરો હોય કે નાના ગામડા તમામ સ્થળોએ કોરોના મહામારી એ પગપેસારો કરી લીધો છે. ત્યારે અમદાવાદ જિલ્લાના સાણંદ અને બાવળા તાલુકાના 30 ગામો દ્વારા સયંભુ લોકડાઉન કરી દેવામાં આવ્યું છે. સાણંદ ના ધારાસભ્ય કનુભાઈ પટેલની અપીલના પગલે સાણંદ અને બાવળાના આ 48 માંથી 30 ગામો દ્વારા લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે.

ગામના સરપંચ અને તલાટી મંત્રીઓ દ્વારા જીવન જરૂરી વસ્તુઓ માટે ગામની બજારો ખુલી રહે તે માટે જુદા જુદા સમય નક્કી કરવામાં આવ્યા છે. તો સાથે જ ગામા તમામ નાગરિકો માસ્ક, સોશયલ ડિસ્ટનસ અને સેનીટાઇઝરનો ઉપયોગ કરે તો સાથે કોરોના થયેલા દર્દી કોરોન્ટાઇન અથવા તો પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં સારવાર માટેની અપીલ મરવામાં આવી છે. તો સાથે જ 45 વર્ષેથી ઉપરના અને બીમારી ધરાવતા લોકોનું 100 ટકા રસી કરણ થાય એ લક્ષ્યાંક રાખી હાલ કામ કરવામાં આવી રહ્યું છે.

અમદાવાદ શહેર–જિલ્લાના જન સેવા કેન્દ્રો અન્ય હુકમ ન થાય ત્યાં સુધી બંધ રહેશે

બીજી બાજુ, નોવેલ કોરોના વાયરસના સંક્રમણને નિયંત્રણમાં લેવા અમદાવાદ જિલ્લા વહીવટી તંદ્ર દ્વારા અનેક નિવારાત્મક પગલા લેવાઈ રહ્યા છે. તેના ભાગ રૂપે અમદાવાદ શહેર-જિલ્લાની મામલતદાર કચેરીઓમાં આવેલ તથા જિલ્લા કલેક્ટર કચેરી, ખાતે કાર્યરત જન સેવા કેન્દ્રની કામગીરી જાહેર હીત તથા આરોગ્યને ધ્યાને લઈને અન્ય હુકમ ન થાય સુધી સ્થગિત કરવામાં આવી હોવાનું અમદાવાદના અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ હર્ષદ વોરાએ જણાવ્યું છે.

અગાઉ તા. ૯/૪/૨૦૨૧ના પરિપત્રથી અમદાવાદ શહેર-જિલ્લાની મામલતદાર કચેરીઓમાં આવેલ તથા જિલ્લા કલેક્ટર કચેરી, ખાતે કાર્યરત જન સેવા કેન્દ્રની કામગીરી ૧૨મી એપ્રિલ થી કામકાજના ૭ દિવસ એટલે કે તા. ૨૩મી એપ્રિલ સુધી બંધ કરવામાં આવ્યા હતા. પ્રવર્તમાન સંજોગોને ધ્યાને લઈ અમદાવાદ શહેર-જિલ્લાની મામલતદાર કચેરીઓમાં આવેલ તથા જિલ્લા કલેક્ટર કચેરી, ખાતે કાર્યરત જન સેવા કેન્દ્રની કામગીરી અન્ય હુકમ ન થાય ત્યાં સુધી બંધ કરવા હુકમ કરાયો છે.

સેવા સંબંધિત કામગીરી માટે આવશ્યક સંજોગોમાં જ સંબંધિત મામલતદારનો સંપર્ક કરવા કહેવાયું છે. આ ઉપરાંત જિલ્લા કલેક્ટર કચેરી તથા તાબા હેઠળની પ્રાંત કચેરીઓ અને મામલતદાર કચેરીઓ ઉપરાંત મામલતદરના તાબા હેઠળની ચોરા/ચાવડીઓ ખાતે અતિ આવશ્યક સંજોગો સિવાય અરજદારોની મુલાકાત પર પ્રતિબંધ મુકવામાં આવ્યો હોવાનું પણ હર્ષદ વોરાએ જણાવ્યું છે.
First published:

Tags: Corona effect, Lockdown, Villages