Home /News /ahmedabad /corona effect: જાણો શા માટે અમદાવાદના શિક્ષણ અધિકારીઓએ લીધો આ મહત્વનો નિર્ણય

corona effect: જાણો શા માટે અમદાવાદના શિક્ષણ અધિકારીઓએ લીધો આ મહત્વનો નિર્ણય

પ્રતિકાત્મક તસવીર

coronavirus effect news:કોરોનાનું સંક્રમણ ફેલાય નહિ અને વિદ્યાર્થીઓના શિક્ષણ સાથેસંકળાયેલી શાળાઓ અને વાલીઓને અગવડ ન પડે તે માટે શાળાઓની જેમ જિલ્લા શિક્ષણ અધિકારી કચેરીની કામગીરી પણ ઓનલાઇન કરાઈ છે.

અમદાવાદ: જેમ જેમ કોરોનાનું સંક્રમણ (coronavirus) વધી રહ્યું છે તેમ તેમ  તંત્રની ચિંતા  વધી રહી છે. સંક્રમણ એટલી હદે સામે આવી રહ્યું છે કે  તમારી સાથે રહેલો વ્યક્તિ સંક્રમિત છે કે નહીં તેનો ખ્યાલ આવતો નથી. અમદાવાદ જિલ્લાની બંને શિક્ષણાધિકારી કચેરીમાં રોજ મોટી સંખ્યામાં મુલાકાત કોઈને કોઈ કારણ સર લેતા હોય છે ત્યારે કોરોનાના વધતા કેસોની ગંભીરતાને ધ્યાને રાખી એક મહત્વનો નિર્ણય DEOએ કર્યો છે. કોરોનાનું સંક્રમણ ફેલાય નહિ અને વિદ્યાર્થીઓના શિક્ષણ સાથેસંકળાયેલી શાળાઓ અને વાલીઓને અગવડ ન પડે તે માટે શાળાઓની જેમ જિલ્લા શિક્ષણ અધિકારી કચેરીની કામગીરી પણ ઓનલાઇન કરાઈ છે.

હવે શાળાઓની માફક શિક્ષણ અધિકારી કચેરીમાં પણ ઓનલાઇન વર્ક થશે. જાણીને થોડી નવાઈ લાગશે. પણ આ હકીકત છે. કોરોનાને લઈને અમદાવાદ શહેર ડીઇઓ દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. શહેરમાં વધી રહેલા કોરોનાના કેસોને લઈને ડીઇઓ કચેરીની વહીવટી કામગીરી ઓનલાઇન કરવામાં આવી છે.

અનિવાર્ય સંજોગો સિવાય કચેરીમાં પ્રવેશ આપવામાં નહીં આવે. શાળાઓ અને શિક્ષકોએ રોજિંદી કામગીરી ઇ-મેઈલ અને ઓનલાઇન કરવી પડશે. શહેરની ડીઇઓ કચેરી સાથે 2 હજાર શાળાઓ સંકળાયેલી છે. અને આ શાળામાં અભ્યાસ કરતા લાખો બાળકો અને હજારો શિક્ષકો છે.

ત્યારે હવે વહીવટી કામગીરી ઓનલાઇન જ કરવામાં આવશે. વાલીઓની ફરિયાદ પણ ઓનલાઇન ઈમેલથી જ સ્વીકારવામાં આવશે. ડીઇઓ કચેરીની કામગીરી ઓનલાઇન કરવામાં આવી છે. હવે ધોરણ 10થી 12 સિવાય ધોરણ 1થી 9ની શાળાઓમાં પણ ઓફલાઇન શિક્ષણ બંધ કરી ઓનલાઇન શિક્ષણ શરૂ કરવામાં આવ્યું છે. સરકાર દ્વારા જાહેર કરાયેલી ગાઈડલાઈનનું કડકાઈથી પાલન કરવાનો આદેશ કરવામાં આવ્યો છે.

મહત્વનું છે કે જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા જ્યારે કોરોનાના કેસ ઓછા હતા ત્યારે પણ ઓફીસમાં પ્રવેશ માટે વેકસીન સર્ટીફીકેટ ફરજિયાત કર્યું હતું. તેવા હવે કેસો વધતા વધુ એક મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે.
Published by:Ankit Patel
First published:

Tags: Ahmedabad news, Corona effect, Coronavirus, Gujarati news

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો