Home /News /ahmedabad /કોરોના પીછો છોડી રહ્યો નથી, આ પાંચ વસ્તુ ભૂલી ગયા હોવ તો ફરી આદત બનાવી લો
કોરોના પીછો છોડી રહ્યો નથી, આ પાંચ વસ્તુ ભૂલી ગયા હોવ તો ફરી આદત બનાવી લો
આ વેરિઅન્ટ ઓમિક્રોનનું મ્યુટન્ટ છે અને તમામ કોવિડ વેરિઅન્ટમાં સૌથી વધુ પ્રસારણક્ષમતા ધરાવે છે.
Gujarat Corona BF.7: આ વેરિઅન્ટ ઓમિક્રોનનું મ્યુટન્ટ છે અને તમામ કોવિડ વેરિઅન્ટમાં સૌથી વધુ પ્રસારણક્ષમતા ધરાવે છે. ભારતમાં પણ આ સબ-વેરિઅન્ટના અત્યાર સુધીમાં 4 કેસ મળી આવ્યા છે, ત્યારે આ પાંચ વસ્તુઓનું ખાસ ધ્યાન રાખવું જરૂરી છે.
અમદાવાદ: ચીન-અમેરિકા સહિત વિશ્વના ઘણા દેશોમાં કોરોના વાયરસ ફરી એક વખત માથું ઉચક્યું છે. ચીનમાં સ્થિતિ વર્ષ 2020 જેવી બની રહી છે. કોરોનાના ઓમિક્રોન વેરિઅન્ટના નવા સબ-વેરિઅન્ટ BF.7ની લહેર આવી છે. ભારતમાં પણ આ સબ-વેરિઅન્ટના અત્યાર સુધીમાં 4 કેસ મળી આવ્યા છે. અત્યાર સુધીમાં ગુજરાતમાં ત્રણ અને ઓડિશામાંથી એક કેસ નોંધાયો છે.
BF.7 કેટલું તાકતવર છે?
આ વેરિઅન્ટ ઓમિક્રોનનું મ્યુટન્ટ છે અને તમામ કોવિડ વેરિઅન્ટમાં સૌથી વધુ પ્રસારણક્ષમતા ધરાવે છે. અભ્યાસ મુજબ આ મ્યુટન્ટની આરઓ વેલ્યુ આશરે 10-18.6 છે, જેનો અર્થ છે કે કોઈપણ ચેપગ્રસ્ત વ્યક્તિ તેની આસપાસના 10-18.6 લોકોને ચેપ લગાવી શકે છે. જે લોકોને રસી આપવામાં આવી નથી અથવા જેઓ નબળી રોગપ્રતિકારક શક્તિ ધરાવે છે. જેમ કે, વૃદ્ધ નાગરિકો અને બાળકો આ ચેપને પકડવાનું જોખમ વધારે છે.
ઓમિક્રોન વેરિઅન્ટથી બચવા માટે સારો અને સ્વચ્છ માસ્ક પહેરો. તમારા બાળકોને પણ માસ્ક પહેરીને રાખો. ઘરની બહાર નીકળતી વખતે ભીડવાળી જગ્યાઓ વગેરેમાં માસ્ક પહેરો. તમને જણાવી દઈએ કે માસ્ક પહેરવાથી તમને કોવિડ-19થી ઘણી હદ સુધી બચાવી શકાય છે.
સામાજિક અંતર
જો તમે સામાજિક અંતરનું ધ્યાન નહીં રાખો, તો સંભવ છે કે તમે પણ કોરોનાથી સંક્રમિત થઈ શકો. બસ, મેટ્રો, ઓફિસ, મોલ, દુકાનો વગેરે જગ્યાએ તમારે એકબીજાથી યોગ્ય અંતર રાખવું જોઈએ. તમારી આ સારી આદત તમને કોરોનાથી સુરક્ષિત રાખવામાં મદદ કરી શકે છે.
સેનિટાઇઝરનો ઉપયોગ
કોરોનાકાળ દરમિયાન માસ્ક, સામાજિક અંતરની સાથે સેનિટાઇઝરનો ઉપયોગ પર ખાસ ધ્યાન રાખવામાં આવતું હતું. કોઇપણ જગ્યાએ જવાનું થાય અથવા બહારથી ઘરે આવતાં સમયે અથવા કોઇ વસ્તુ કે વ્યક્તિના સંપર્કમાં આવ્યા બાદ તરત જ હાથ સેનિટાઇઝ કરવા જરૂરી છે. જેથી સંક્રમણને ફેલાતો અટકાવી શકાય.
બૂસ્ટર ડોઝ લેવાની જરૂર
BF.7 વેરિઅન્ટ ખૂબ જ ઘાતક સાબિત થઇ રહ્યું છે, ત્યારે સૌપ્રથમ તો જે લોકોએ વેક્સિન લીધી નથી તેમણે વેક્સિન વઇ લેવી જોઇએ. સાથે જ જે લોકોએ બૂસ્ટર ડોઝ લેવાનું બાકી છે, તેમણે બૂસ્ટર ડોઝ લેવાની જરૂર છે. અહેવાલો અનુસાર, ભારતની વસ્તીના 27-28% લોકોએ કોવિડ-19નું પ્રિકોશનરી ડોઝ લીધો છે. કોવિડ રસીકરણ અને બૂસ્ટર શોટ્સ સબવેરિયન્ટ્સની જટિલતાઓને રોકવામાં મદદ કરી શકે છે.
પરીક્ષણ કરાવો
નાકમાંથી પાણી નીકળવું, ગળામાં ખરાશ, ખાંસી, તાવ અથવા ઠંડી લાગવી જેવા ચિન્હો જણાય તો તરત જ પરિક્ષણ કરાવવાનું ભુલતા નહીં. કોવિડ પોઝિટિવ આવ્યા હોય તેવા લોકોના સંપર્કમાં આવ્યા હોવ તો તરત જ પરિક્ષણ કરાવી લેવું હિતાવહ છે. જો તમારું પરીક્ષણ નકારાત્મક આવ્યું હોય તો, તમારે બીજા થોડા દિવસ સુધી રેપિડ એન્ટિજન પરીક્ષણો કરતાં રહેવું જોઇએ અને તમારાં ચિન્હો દૂર થાય ત્યાં સુધી ઘરે રહેવું જોઇએ.
ગુજરાતની સ્થિતિ
દેશના અન્ય રાજ્યો જેવા કે, કેરલ, મહારાષ્ટ્ર, કર્ણાટક, દિલ્હી, તમિલનાડુ, વગેરે રાજ્યોની સરખામણીમાં ગુજરાતમાં કોવિડ કેસની સંખ્યા ખુબ જ ઓછી જોવા મળી રહી છે. છેલ્લા એક માસમાં રાજ્યમાં એવરેજ 5થી 10 જેટલા કેસો નોંધાયા છે. જ્યારે એક્ટીવ કેસની સંખ્યા પણ અન્ય રાજ્યોની સરખાણીમાં ગુજરાતમાં ફક્ત 23 જેટલા છે. ભારતમાં કુલ એક્ટીવ કેસ 3402 છે જેની સાપેક્ષમાં રાજ્યના એક્ટીવ કેસની સંખ્યા ખુબ જ ઓછી છે. મંત્રીએ વધુમાં કહ્યું કે, દેશભરમાં કોરોનાની પ્રવર્તમાન સ્થિતિ અને કેન્દ્રીય આરોગ્ય વિભાગના પરામર્શથી રાજ્ય સરકારે કોરોના સામેની લડત માટે પ્રો-એક્ટિવ વલણ દાખવીને સંપૂર્ણ તૈયારીઓ આરંભી દીધી છે.