Home /News /ahmedabad /ધર્મ પરિવર્તન કરનારા આદિવાસીઓને અનુસુચિત જનજાતિની યાદીમાંથી દુર કરવા ડિ લિસ્ટીંગ મહારેલી

ધર્મ પરિવર્તન કરનારા આદિવાસીઓને અનુસુચિત જનજાતિની યાદીમાંથી દુર કરવા ડિ લિસ્ટીંગ મહારેલી

ધર્મ પરિવર્તન કરનારા આદિવાસીઓ

Converting Gujarati Tribes: ગુજરાતમાં રહેલા આદિવાસીઓમાંથી ધર્માતરિત થયા પછી પણ જનજાતિ તરીકે લાભ લેનાર વ્યક્તિઓને અનુસુચિત જનજાતીની યાદીમાંથી દુર કરવા માટે સિહ ગર્જના ડિ લિસ્ટીગં મહારેલીનું આયોજન કરાયુ છે. જનજાતિ સુરક્ષા મંચ દ્વારા સાબરમતી રિવરફ્રન્ટ ખાતે આગામી 27મી મેના રોજ સાંજે ચાર કલાકે વિશાલ મહારેલી કરી વિરોધ પ્રદર્શન કરવામાં આવશે.

વધુ જુઓ ...
અમદાવાદ: ગુજરાતમાં રહેલા આદિવાસીઓમાંથી ધર્માતરિત થયા પછી પણ જનજાતિ તરીકે લાભ લેનાર વ્યક્તિઓને અનુસુચિત જનજાતીની યાદીમાંથી દુર કરવા માટે સિહ ગર્જના ડિ લિસ્ટીગં મહારેલીનું આયોજન કરાયુ છે. જનજાતિ સુરક્ષા મંચ દ્વારા સાબરમતી રિવરફ્રન્ટ ખાતે આગામી 27મી મેના રોજ સાંજે ચાર કલાકે વિશાલ મહારેલી કરી વિરોધ પ્રદર્શન કરવામાં આવશે. આ સાથે સાથે મુસ્લિમ અને ખ્રિસ્તી ધર્મ અંગીકાર કરનાર આદિવાસીઓને અનુસુચીત જનજાતિની યાદીમાંથી દુર કરવા હુંકાર કરાશે.

સિંહ ગર્જના ડિ લિસ્ટીંગ મહારેલીનું આયોજન


આદિવાસી સમાજને થતા અન્યાયને રોકવા માટે, દેશના સાચા જનજાતિને તેનો અધિકાર આપવવા માટે અને વિશ્વની માયા, ઇંકા અને માવરી જેવી અમેરિકા, આફ્રિકા અને ઓસ્ટેલિયાની અનેક જનજાતિઓને વિધર્મીઓ દ્વારા ષડયંત્ર પૂર્વક પોતાની પરંપરા છોડાવવામાં આવી અને તે તમામ જનજાતિઓ આજે નામ શેષ બની છે. તેથી ભારતમાં પણ જનજાતિ સમાજના અસ્તિતવ બચાવવા માટે સિંહ ગર્જના ડિ લિસ્ટીંગ મહારેલીનું આયોજન કરાયુ છે. જનજાતિ સુરક્ષા મંચ આ મહારેલીની આગેવાની કરશે.

આ પણ વાંચો: વઢવાણમાં કડીયાકામ કરતા પિતાની પુત્રીએ મેળવ્યો A1 ગ્રેડ

અનુ.જાતિની વિવિધ સંસ્થાઓના પ્રતિનિધિઓ હાજર રહ્યા


અનુસુચિત જનજાતિ અનામત બચાવ મંચ દ્વારા આ અંગે અમદાવાદ ખાતે મળેલી બેઠકમાં અનુ.જાતિમાંથી ધર્માતરિત થઇને ખ્રિસ્તી તેમજ મુસ્લિમ બનેલા લોકોને અનામતનો લાભ નહી આપવા માટે સામુહિક રીતે ઠરાવ કરવામાં આવ્યો હતો. જેમાં ગુજરાતમાંથી અનુ.જાતિની વિવિધ સંસ્થાઓના પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા. અનુસુચિત જાતિ બચાવો મંચના મંત્રી ડો વિજયભાઇએ જણાવ્યુ હતું કે, છેલ્લા 19 વર્ષથી સુપ્રિમ કોર્ટમાં અનુ.જાતિમાંથી ધર્માતરિત થયેલા ખ્રિસ્ત તેમજ મુસ્લિમોને અનામતના લાભ આપવા માટે સુનાવણી ચાલે છે.

આ પણ વાંચો: સુરત શહેર તથા સુરતના ગ્રામ્ય વિસ્તારોમાં ઘરફોડ ચોરી કરતી આંતરરાજ્ય ગેંગની ધરપકડ

અનુ.જાતિને મળતા લાભ છિનવાઇ જશે


ડો.બાબાસાહેબ આંબેડકરજીએ કહ્યુ હતું કે, સમાજમાં અસ્પૃશ્યતા છે, સામાજિક ભેદભાવ છે, માટે અનામત જોઇએ. પરંતુ જે લોકો હિન્દુ ધર્મ છોડી ખ્રિસ્તી કે મુસ્લિમ બન્યા છે. તેમને અનુ.અનામતનો લાભ આપવો તે બંધારણના અપમાન બરાબર છે. આમ કરવાથી અનુ.જાતિને મળતા લાભ છિનવાઇ જશે અને વટાળ પ્રવૃતિને પ્રોત્સાહન મળશે. અનુસુચિત જાતિ બચાવો મંચના પ્રમુખ દેવજીભાઇ રાવતએ જણાવ્યુ હતું કે, દલિત સમાજની આગામી પેઢીના હક્ક માટે લડાઇ સૌએ લડવી પડશે. અનુ.જાતિના ઉત્થાન માટે બંધારે આપેલી અનામત બીજા ધર્મમાં વટલાયેલા ખ્રિસ્તી કે મુસ્લિમોને આપી શકાય નથી.


લાભો લેવા માટે ષડયંત્ર કરી પ્રયાસ


ધર્માતરિત ઇસાઇ અને મુસ્લિમોને લઘુમતીના લાભો તથા ઓબીસી કેટેગરીમાં પણ કેટલીય જાતિઓને લાભ મળી રહ્યા છે. તેમ છતા આવા ધર્માતરિત ખ્રિસ્તી, મુસ્લીમો અને અનુ.જાતિના લાભો લેવા માટે ષડયંત્ર કરી પ્રયાસ કરી રહ્યા છે. તેનો અનુ.જાતિ સમાજ સખત વિરોધ કરે છે. આગામી સમયમાં આવા ધર્માતરિત ખ્રિસ્તી, મુસ્લિમો રાજકિય અનામત લઇને પંચાયતથી લઇને રાજ્યસભા, લોકસભા તેમજ વિધાનસભાઓમાં પણ દલિતોની આરક્ષિત સીટો ઉપર કબ્જો જમાવી સત્તા પ્રાપ્ત કરવાનું એક ષયડંય કરી રહ્યા છે. જેનાથી સમગ્ર રાષ્ટ્ર તેમજ સમાજને મોટુ નુકશાન થશે
Published by:Vimal Prajapati
First published:

Tags: Gujarati news, Tribal community, Tribals

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો