અમદાવાદના રિવરફ્રન્ટ (Riverfront of Ahmedabad) ખાતે ભરાતા ગુજરી બજાર (Gujri Bazaar of Ahmedabad)માં પશુ-પક્ષી વેચવા બાબતે વિવાદ ઉભો થયો છે. ખરેખરમાં અમદાવાદ (Ahmedabad)માં દર રવિવારે એલિસબ્રિજ નીચે આવેલા રિવરફ્રંટ પર ગુજરી બજાર ભરાય છે જ્યાં ગેરકાયદેસર રીતે પશુ પક્ષીઓના વેચાણનીગુજરી એેસો. નાં પ્રમુખ અને ટ્રસ્ટીઓએ મંજૂરી આપી દીધી છે. જેના કારણે એક મોટો વિવાદ ઉભો થયો છે.
એલિસબ્રિજ નીચે આવેલા રિવરફ્રંટ પર ગુજરી બજારમાં પશુ-પક્ષીના ધંધાર્થી પાસેથી ગુજરી બજાર એસો. ના પ્રમુખ અને ટ્રસ્ટીઓ દ્વારા 500થી 1000ની ઉઘરાણી કરી લોકોને પશુ પક્ષીઓના વેચાણની મંજૂરી આપી દેવામાં આવી છે. સાબરમતી રિવરફ્રન્ટ પોલીસ સ્ટેશનમાં આ અંગે ફરિયાદ કરાઇ છે.
અમદાવાદમાં સાબરમતી રિવરફ્રન્ટ ખાતે ભરાતા ગુજરી બજારમાં વિવાદ
જણાવી દઇએ કે, પ્રાણી અત્યાચાર નિવારણ અધિનિયમ મુજબ પક્ષીઓને પાંજરામાં પુરી રાખવા અને તેનું વેચાણ કરવું ગેરકાયદેસર છે. છતા અમદાવાદના ગુજરી બજારમાં રિતસરના ખુલ્લેઆમ અબોલા પશુ પક્ષીઓને વેચવા મૂકી દેવાયા છે અને આ વેચાણ માટે ગુજરી બજાર એસો. ના પ્રમુખ અને ટ્રસ્ટીઓએ બાકાયદા પૈસાની લ્હાણી કરી હોવાના આરોપો પણ લાગ્યા છે.
અમદાવાદના ગુજરી બજારનો એક વીડિયો હાલમાં સામે આવ્યો છે જેમા બિનઅધિકૃત રીતે કેટલાક શખ્સો દ્વારા પશુ-પક્ષીઓનું ગેરકાયદે વેચાણ કરી રહ્યા છે. સાબરમતી રિવરફ્રન્ટ પર દર રવિવારે ભરાતા ગુજરી બજારમાં આવી રીતે રંગબેરંગી નાના પક્ષીઓ અને પશુઓ વેચાતા હોવાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. ત્યાં જ ગુજરી બજારમાં છેલ્લા કેટલાય સમયથી આ રીતે પક્ષીઓનું વેચાણ થતું હોવાનું સામે આવ્યું છે.
Published by:rakesh parmar
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર