Disputed Jaldhara Water Park: વર્ષ 2019માં થયેલા બાલવાટીયા રાઇડની દુર્ઘટના માટે જવાબદાર સુપર સ્ટાર એમ્યુઝમેન્ટ પ્રા. લી. ને બ્લેકલીસ્ટ કરવાના બદલે કાંકરિયામાં આવેલા જલધારા વોટર પાર્કને 15 વર્ષ સંચાલન માટે નવો કોન્ટ્રાકટ આપવાની હિલચાલ થતા વિવાદનો મધપૂડો છંછેડાયો છે.
અમદાવાદ: વર્ષ 2019માં થયેલા બાલવાટીયા રાઇડની દુર્ઘટના માટે જવાબદાર સુપર સ્ટાર એમ્યુઝમેન્ટ પ્રા. લી. ને બ્લેકલીસ્ટ કરવાના બદલે કાંકરિયામાં આવેલા જલધારા વોટર પાર્કને 15 વર્ષ સંચાલન માટે નવો કોન્ટ્રાકટ આપવાની હિલચાલ થતા વિવાદનો મધપૂડો છંછેડાયો છે. એએમસા વિપક્ષના નેતા શહેઝાદ ખાન પઠાણે જણાવ્યુ હતું કે, અમદાવાદ શહેરમાં કાંકરીયા લેન્ટ ખાતે સને 2019માં તારીખ 14-07-2019ના રોજ બાલવાટિકાના એમ્યુઝમેન્ટ પાર્કની ડીસ્કવરી રાઇડ તુટી પડતાં 2 માણસોના મોત તથા 29 જેટલાં લોકો ગંભીર ઇજાગ્રસ્ત થયા હતાં.
2019 બની હતી ડીસ્કવરી રાઇડ દુર્ઘટના
શહેઝાદ ખાન પઠાણે વધુમાં જણાવ્યું કે, સમયે તે રાઇડ ચલાવવાનો કોન્ટ્રાકટ સુપર સ્ટાર એમ્યુઝમેન્ટ પ્રા. લી.ને આપેલ હતો. તે સમયે તેની સામે કોઇ પગલાં લેવાને બદલે તે કોન્ટ્રાકટરને હવે બાલવાટિકાની બાજુમાં આવેલ વોટર પાર્ક 15 વર્ષ ચલાવવા માટે આપવાનો તે ઉપરાંત તેને મ્યુ.પ્રોપટી ટેક્ષમાંથી પણ મુક્તિ આપી તેને નવાજીને શિરપાવ આપવામાં આવેલ છે હવે પ્રશ્ન એ ઉપસ્થિત થાય છે કે આવી ઘટનાઓ બનવા છતાં કોઇ કડક પગલાં કેમ લેવાયા નહી? તે વિચારણા માંગી લે તેવી બાબત છે. હવે વોટર પાર્ક ચલાવવાનો કોન્ટ્રાકટ પાછો તેજ કંપનીને આપવાનું કામ લાવીને અગાઉ માનવસર્જીત બેદરકારીના બનેલ કિસ્સામાં જાણીબુઝીને બદઇરાદાથી તપાસમાં વિલંબ કરાવી ભીનું સંકેલી કસુરવારોને છાવરવાનો હીનપ્રયાસ કરવામાં આવેલ છે.
વધુમાં વિપક્ષ નેતા શહેઝાદ ખાન પઠાણે જણાવ્યું હતું કે, સુપર સ્ટાર એમ્યુઝમેન્ટના માલીક ભાજપના માજી કોર્પોરેટરના ભાઇ છે જેને કારણે સમગ્ર ધટના પર ઢાંકપિછોડો કરવાનો પ્રયાસ થયેલ છે. જેનો ભૂતકાળ ખરડાયેલ અને વિવાદાસ્પદ હોય તેને વધુ કામ આપવાની બાબત ખુબજ શરમજનક છે. જે કંપની દ્વારા એમ્યુઝમેન્ટ પાર્કની રાઇડ ચલાવવા બાબતે બેદરકાર રહી માનવજીવન સાથે ચેડાં કરેલ હોય ત્યારે તે કંપનીને ફરીથી કામ આપી ભાજપ તથા વહીવટી તંત્ર શું સાબિત કરવા માંગે છે!
ઉલ્લેખનીય છે કે, હવે પછી કોઇ દુધટના નહી બને તેની ખાત્રી કોણ આપશે? તે માટે જવાબદાર કોણ ગણાશે? જેથી કંપની બ્લેકલીસ્ટ કરી જે કોઈ જવાબદાર હોય તેમને તાત્કાલિક અસરથી કાર્યવાહી કરી નશ્યતરૂપ દાખલો બેસાડવા માટે વિપક્ષના નેતાએ માંગણી કરી છે. આવી દુપટના ફરી ના બને તે માટે આ કામ પરત કરવા માટે પણ માંગણી કરવામાં આવી છે. અન્યથા આ કોન્ટ્રાકટરને કામ આપવા બાબતે વિપક્ષ સખ્ત વિરોધ કરશે.