AMCમાં જીમ મુદ્દે મેયર અને કમિશનર વચ્ચે ગજગ્રાહ, મેયરે જીમને તાળું માર્યુ

News18 Gujarati
Updated: October 20, 2019, 5:01 PM IST
AMCમાં જીમ મુદ્દે મેયર અને કમિશનર વચ્ચે ગજગ્રાહ, મેયરે જીમને તાળું માર્યુ
અમદાવાદના મેયર બિજલ પટેલ અને મ્યુનિસિપલ કમિશનર નહેરાની ફાઇલ તસવીર

અમદાવાદ મ્યુ,કૉર્પોરેશનનાં બીજા માળે બનાવાયેલાં જીમને કારણે દરેક ઝોનનાં ડેપ્યુટી મ્યુ.કમિશનર, દરેક વોર્ડનાં કૉર્પોરેટર, સ્ટેન્ડિંગ કમિટી ટીમ સહિત તમામ કર્મચારીઓ ફફડાટ અનુભવે છે.

  • Share this:
દીપિકા ખુમાણ, અમદાવાદ : અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (Ahmedabad municiple corporation) એ.એમ.સી (AMC)નાં બિલ્ડિંગમાં બનેલું જીમ (gym) છેલ્લાં 15 દિવસથી વિવાદમાં છે. અમદાવાદ મ્યુ.કચેરીમાં મેયર (Mayor)ની મંજૂરી વિના તેમજ તેમની જાણ બહાર મ્યુ. કમિશનરે વિજય નહેરાએ જીમ બનાવી દેતાં ભારે વિવાદ થયો છે. આ ઘટનાના પગલે રોષે ભરાયેલાં મેયર બિજલ પટેલે (Bijal Patel) જીમમાં તાળા મારી દીધા છે. આ મુદ્દે મેયર અને કમિશનર (Comissioner) વચ્ચેનો ગજગ્રાહ ચરમસીમા પર પહોંચ્યો છે.

મારી મંજૂરી વગર જીમ શરુ નહીં થાય - બિજલ પટેલ

અમદાવાદ મ્યુ.કચેરી જાણે કૉર્પોરેટર ઑફિસ હોય તેમ વહીવટી તંત્રના અધિકારીઓ નવરાશના સમયે ફીટ રહે તે હેતુથી મ્યુ.કમિશનરે જીમ બનાવી સાધનો ગોઠવી દીધા હતા. એટલુ જ નહી જીમમાં ફ્કત કમિશનર ડે.કમિશનર, અને વહીવટી અધિકારીઓને પ્રવેળશ આપવાનું નક્કી કરાયું હતું. ચોંકાવનારી વાત તો એ છે કે જીમમાં મેયર, કૉર્પોરેટરોને એન્ટ્રી પર પાબંધી લગાવી હતી. જીમ બનાવવા માટે સ્ટૅન્ડિંગ કમિટી કે મેયરની મંજૂરી વિના રાતોરાત ખુલ્લું મૂકી દેવાતા આ વાતથી સ્પષ્ટ થઈ હતું કે મેયર કમિશનર વચ્ચેનો વિખવાદ સપાટી પર આવી ગયો છે. આ અંગે મેયર બિજલ પટેલે આજે ન્યૂઝ18 સાથે વાત કરતાં જણાવ્યું કે મારી મંજૂરી વગર જીમ શરુ થઈ શકે તેની કોઈ શક્યતા નથી.

આ પણ વાંચો : ગૃહમંત્રીની સુચનાથી પોલીસ ભાજપને જીતાડવા દારૂની ખેપ મારે છે : ચાવડા

અધિકારીઓ લિફ્ટને બદલે સીડી વાપરે તો જીમ થઈ જશે - બિજલ પટેલ

મેયર બિજલ પટેલે કહ્યું, “અધિકારીઓ પાસે ઘણું કામ છે, જો ફીટ જ રહેવું હોય તો સવારના કે સાંજના 6 વા્ગ્યા પછી સ્વિમિંગ, યોગા કે પછી કસરત કરવા માટેનો પૂરતો સમય છે, પણ પાલિકાના કામના સમયમાં જીમ કરવાની જરુર જ નથી. ફિટનેસ માટે અધિકારીઓ રોજ ઓફિસમાં લિફટમાં આવવાને બદલે સીડી ચઢીને આવે તો પણ ચાલવાની જવાની જરુ નથી.” જો કદાચ જીમ શરુ કરવાના મુદ્દે અધિકારીઓ કમિશનરની મંજૂરી લઈને આવશે તો પણ કોઈપણ સંજોગોમાં જીમ શરુ નહીં કરવાનો મેયરે સ્પષ્ટ નિર્દેશ કર્યો છે.
Loading...

આ પણ વાંચો : અમદાવાદ : કૂદતી યુવતીને બચાવવા રિવરફ્રન્ટનો ગાર્ડ નદીમાં કૂદ્યો, બંનેનાં મોત

પીએમ મોદીના ફિટ ઈન્ડિયાના સપોર્ટમાં મેયર

મેયર બિજલબેન પટેલે ન્યૂઝ18 સાથે વાતચીત કરતાં જણઆવ્યું કે 'હું પીએમ મોદીના ફિટ ઈન્ડિયાના કૉન્સેપ્ટની સાથએ છું, હું પણ 10 હજાર પગલાં રોજ ચાલુ છું અને યોગા કરું છું, પણ મારા ઘરે કરું છું. અહીંયા આવ્યા પછી નગરજનો માટે સમય આપું છું.” મેયર બિજલ પટેલે સ્પષ્ટપણે કહ્યું કે જે પગાર અધિકારીઓ નગરજનોનાં કામ માટે લે છે, તે સમયનો ઉપયોગ જીમ માટે કરે છે જે બતાવે છે અધિકારીઓ કામ નથી કરતાં બેસી રહે છે.

First published: October 20, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...