ગેસ સિલિન્ડરમાં છ મહિનામાં 270 રૂપિયા ભાવ વધારો થયો, કોંગ્રેસ સંસદમાં ઉઠાવશે મુદ્દો

H
Updated: January 1, 1970, 5:30 AM IST
ગેસ સિલિન્ડરમાં છ મહિનામાં 270 રૂપિયા ભાવ વધારો થયો, કોંગ્રેસ સંસદમાં ઉઠાવશે મુદ્દો
કોંગ્રેસ લોકસભામાં સરકારને એલપીજી, પેટ્રોલ ડિઝલના ભાવ વધારા મુદ્દે ઘેરશે. છેલ્લા છ મહિનાની અંદર ગેસ સિલિન્ડરમાં રૂ.270નો ભાવ વધારો થયો છે જેને મુદ્દો બનાવી કોંગ્રેસ સંસદમાં ઉગ્ર રજુઆત કરે એવી શક્યતાઓ જોવાઇ રહી છે. સંસદમાં બજેટ સત્રના પહેલા તબક્કામાં સરકારને નોટબંધી મામલે ઘેર્યા બાદ કોંગ્રેસ હવે બીજા તબક્કામાં પણ સરકારને ઘેરવા મક્કમ છે.
H
Updated: January 1, 1970, 5:30 AM IST
નવી દિલ્હી #કોંગ્રેસ લોકસભામાં સરકારને એલપીજી, પેટ્રોલ ડિઝલના ભાવ વધારા મુદ્દે ઘેરશે. છેલ્લા છ મહિનાની અંદર ગેસ સિલિન્ડરમાં રૂ.270નો ભાવ વધારો થયો છે જેને મુદ્દો બનાવી કોંગ્રેસ સંસદમાં ઉગ્ર રજુઆત કરે એવી શક્યતાઓ જોવાઇ રહી છે. સંસદમાં બજેટ સત્રના પહેલા તબક્કામાં સરકારને નોટબંધી મામલે ઘેર્યા બાદ કોંગ્રેસ હવે બીજા તબક્કામાં પણ સરકારને ઘેરવા મક્કમ છે. અહીં નોંધનિય છે કે, સરકારે આ મહિને એસપીજી ગેસના ભાવમાં 86.50 રૂપિયા વધાર્યા છે. જે બાદ રસોઇ ગેસ સિલિન્ડર હવે 777 રૂપિયાનો થયો છે. કોમર્શિયલ ગેસ સિલિન્ડર પર 149.50 રૂપિયાનો વધારો કરાયો છે. જ્યારે પાંચ કિલોના નાના ગેસ સિલિન્ડરમાં પણ 30.50 રૂપિયાનો વધારો કરાયો છે.
First published: March 10, 2017
पूरी ख़बर पढ़ें
अगली ख़बर