Home /News /ahmedabad /ભરતસિંહનાં કોંગ્રેસ-આપનાં ગઠબંધનના નિવેદન પર પક્ષને આપવી પડી સ્પષ્ટતા, જાણો શું કહ્યુ?

ભરતસિંહનાં કોંગ્રેસ-આપનાં ગઠબંધનના નિવેદન પર પક્ષને આપવી પડી સ્પષ્ટતા, જાણો શું કહ્યુ?

ભરતસિંહ સોલંકી (ફાઇલ તસવીર)

Gujarat Election: આ નિવેદન બાદ તમામ પક્ષોમાં હાહાકાર મચી ગયો છે. ત્યારે ભરતસિંહ સોલંકીના નિવેદન પર કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તાએ ખુલાસો કરવો પડ્યો છે.

  • News18 Gujarati
  • Last Updated :
  • Gandhinagar, India
    અમદાવાદ: ગુજરાતની ચૂંટણીની તારીખ આજે જાહેર થવાની છે. ત્યારે હાલ રાજ્યના રાજકારણમાં ભારે ગરમાવો જોવા મળી રહ્યો છે. કોંગ્રેસનાં નેતા ભરતસિંહ સોલંકીએ એક નિવેદનમાં જણાવ્યુ હતુ કે, આપનો ટેકો મળે તો પણ કોંગ્રેસ તૈયાર છે. આ નિવેદન બાદ તમામ પક્ષોમાં હાહાકાર મચી ગયો છે. ત્યારે ભરતસિંહ સોલંકીના નિવેદન પર કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તાએ ખુલાસો કરવો પડ્યો છે. જેમાં તેમણે જણાવ્યુ છે કે, 'AAP અને કોંગ્રેસ કોઈપણ સંજોગોમાં એક નહીં થાય. આ નિવેદન તેમનું વ્યક્તિગત છે.'

    કોંગ્રેસ પ્રવક્તા, આલોક શર્માએ ભરતસિંહનાં નિવેદન પર સ્પષ્ટીકરણ આપતા જણાવ્યુ છે કે, ભરતસિંહનું નિવેદન તેમનું વ્યક્તિગત નિવેદન છે. આપ અને કોંગ્રેસ કોઈપણ સજોગામાં એક નહિ થાય. આપનું ગુજરાતાં કોઈ અસ્તિવ જ નથી.

    આ પણ વાંચો: LIVE | Gujarat Election 2022 Dates: ગુજરાત વિધાનસભાની ચૂંટણી તારીખ આજે થશે જાહેર

    નોંધનીય છે કે, ચૂંટણી પહેલા ભરતસિંહ સોલંકીએ પાટણ ખાતે મોટું નિવેદન આપ્યું હતુ. તેમણે કહ્યું હતુ કે, આમ આદમી પાર્ટી પણ જો ટેકો આપશે તો અમે લઈશું. વાત કોઈ વ્યક્તિની નહીં વિચારધારાની છે. ભરતસિંહ સોલંકીએ જણાવ્યું કે વ્યક્તિ કરતા વિચારોનું મહત્વ છે. શંકરસિંહજી હોય, છોટુંભાઈ વસાવા હોય, એનસીપીની પાર્ટી હોય કે બીજા લોકો હોય. આમ આદમી પાર્ટી અમને ટેકો આપે તો અમે લઈજ લઈએને. અમારે તો બીજેપી જેવા કોમવાદી પરિબળો સામે લડવું છે.
    Published by:Kaushal Pancholi
    First published:

    Tags: Gujarat Elections, Gujarat Politics, ગુજરાત, ગુજરાત ચૂંટણી

    विज्ञापन
    विज्ञापन