બહુમતી મળશે તો નવો જ ચહેરો સીએમ બનશેઃશંકરસિંહ વાઘેલા

A
Updated: January 1, 1970, 5:30 AM IST
બહુમતી મળશે તો નવો જ ચહેરો સીએમ બનશેઃશંકરસિંહ વાઘેલા
ગાંધીનગરઃપૂર્વ મુખ્યમંત્રી તથા હાલ વિધાનસભામાં વિપક્ષ કોંગ્રેસના નેતા શંકરસિંહ વાઘેલાએ રાજકીય ભવિષ્યવાણી કરવાની સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું નામ લીધા વગર મોઘમમાં કહ્યું હતું કે સાહેબની સૂચનાથી આ સરકાર આગામી કેબિનેટ બેઠકમાં વિધાનસભા ભંગનો નિર્ણય લઇ શકાય છે. શું કોંગ્રેસ અને કોંગ્રેસના નેતાઓ વહેલી ચૂંટણી માટે તૈયાર છે તેવા એક પ્રશ્નના ઉત્તરમાં તેમણે કહ્યું હતું કે જૂનમાં ચૂંટણી યોજાય તો પણ કોંગ્રેસ તે માટે તૈયાર છે અને બહુમત પ્રજાના હાથમાં છે.
A
Updated: January 1, 1970, 5:30 AM IST
ગાંધીનગરઃપૂર્વ મુખ્યમંત્રી તથા હાલ વિધાનસભામાં વિપક્ષ કોંગ્રેસના નેતા શંકરસિંહ વાઘેલાએ રાજકીય ભવિષ્યવાણી કરવાની સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું નામ લીધા વગર મોઘમમાં કહ્યું હતું કે સાહેબની સૂચનાથી આ સરકાર આગામી કેબિનેટ બેઠકમાં વિધાનસભા ભંગનો નિર્ણય લઇ શકાય છે. શું કોંગ્રેસ અને કોંગ્રેસના નેતાઓ વહેલી ચૂંટણી માટે તૈયાર છે તેવા એક પ્રશ્નના ઉત્તરમાં તેમણે કહ્યું હતું કે જૂનમાં ચૂંટણી યોજાય તો પણ કોંગ્રેસ તે માટે તૈયાર છે અને બહુમત પ્રજાના હાથમાં છે. ગુજરાત વિધાનસભામાં વિપક્ષ કોંગ્રેસના નેતા અને ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહજ વાઘેલાએ આજે સ્પષ્ટ કર્યું હતું કે ગુજરાત વિધાનસભાની ચાલુ વર્ષે યોજાનારી સામાન્ય ચૂંટણી દરમ્યાન કોંગ્રેસ તરફથી મુખ્યમંત્રીપદના ઉમેદવારની હું તો નથી જ પણ મારી સાથે સાથે આ રેસમાં ભરતસિંહ સોલંકી, અર્જૂનભાઇ મોઢવાડિયા કે શક્તિસિંહ ગોહિલ કોઇ જ નથી. તેમણે એક તેમણે એક એવો નિર્દેશ પણ આપ્યો હતો કે ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસને બહુમતી મળશે તો નવો જ ચહેરો આવશે. સાથે સાથે તેમણે આશા વ્યક્ત કરી હતી કે કોંગ્રેસને આ વખતની વિધાનસભા ચૂંટણીમાં પ્રજાનો સાથ મળશે અને ભાજપને જાકારો મળશે.
First published: March 21, 2017
पूरी ख़बर पढ़ें
अगली ख़बर