Home /News /ahmedabad /Congress Attacks On BJP: કોંગ્રેસે ભાજપ પર આકરા પ્રહાર કર્યા, કહ્યુ - ભાજપની અંતિમ યાત્રા નીકળવાની છે એટલે કોમન સિવિલ કોડ લાવી!
Congress Attacks On BJP: કોંગ્રેસે ભાજપ પર આકરા પ્રહાર કર્યા, કહ્યુ - ભાજપની અંતિમ યાત્રા નીકળવાની છે એટલે કોમન સિવિલ કોડ લાવી!
કોંગ્રેસે પ્રેસ કોન્ફરન્સનું આયોજન કર્યુ હતું.
Congress Attacks On BJP: એકબાજુ વિધાનસભા ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે ત્યારે પક્ષ-વિપક્ષ બંને એકબીજા પર પ્રહાર કરવાનો એકપણ મોકો ચૂકતા નથી. ત્યારે આજે કોંગ્રેસે પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરી ભાજપ સરકારને આડેહાથ લીધી હતી.
અમદાવાદઃ વિધાનસભા ચૂંટણી નજીક આવી રહી છે. ત્યારે પક્ષ-વિપક્ષ એકબીજા પર નિવેદન આપતા અને તેનો પ્રત્યુત્તર આપવાની એકપણ તક ચૂકતા નથી. ત્યારે આજે કોંગ્રેસે પ્રેસ કોન્ફરન્સનું આયોજન કર્યુ હતુ અને તેમાં ભાજપ સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા. કોંગ્રેસના પ્રવક્તા અર્જુન મોઢવાડિયાએ કહ્યુ હતુ કે, ‘ભાજપની અંતિમ યાત્રા નીકળવાની છે. ત્યારે પ્રજાને ભટકાવવા માટે કોમન સિવિલ કોડનો કાયદો સુધારવા માટેનો કેબિનેટમાં ઠરાવ લઈને આવી છે અને હવે તેની માટે કમિટી પણ બનાવશે. પ્રજાના જે અત્યારના મૂળ પ્રશ્નો છે. જે બાબતે પ્રજા ત્રાહિમામ પોકારે છે તે સાઇડમાં મૂકાઈ ગયા છે. તેમાં શિક્ષિત લોકોની બેરોજગારી, સરકારી કર્મચારીઓનું શોષણ, ફિક્સ પગાર અને કોન્ટ્રાક્ટના કર્મચારીઓને સમાન વેતન આપવાની માગ વગેરે જેવા પ્રશ્નો હજુ ઊભા છે.’
‘વીજળી, પેટ્રોલ-ડીઝલના ભાવ બમણાં થયાં’
તેઓ કહે છે કે, ‘ગુજરાતમાં વર્ષોથી ભાજપનું શાસન છે ત્યારે વીજળીના ભાવ, પેટ્રોલ-ડીઝલના ભાવ બમણા થયા, ગેસના બાટલાના ભાવ બમણા થયા, તેલનો ભાવ બમણો થયો. તેટલું જ નહીં, ખેડૂતને ખેતી માટે દવા-બિયારણનો ભાવ બમણો થઈ ગયો છે. તો બીજી બાજુ, લોકોની આવક બમણી થઈ નથી, ઉપરથી હતી તેના કરતાં અડધી થઈ ગઈ છે.’
પ્રદેશ પ્રમુખે મુખ્યમંત્રીનું અપમાન કર્યુઃ કોંગ્રેસ
મોઢવાડિયા કોરોનાકાળની વાત કરતા કહે છે કે, ‘કોરોના મહામારીના સમયમાં ભાજપ સરકારની બેદરકારીને કારણે 3 લાખ લોકો મૃત્યુ પામ્યા હતા. અરે, ભાજપે તો ગુજરાતમાં આખી સરકાર બદલી નાંખવી પડી. કારણ કે ભ્રષ્ટાચાર જ એટલો વધી ગયો હતો. મુખ્યમંત્રી તો ઠીક આખેઆખું મંત્રીમંડળ જ બદલી નાંખવું પડ્યું.’ ત્યારબાદ તેઓ ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ પર પ્રહાર કરતા કહે છે કે, ‘ભાજપના પ્રદેશ પ્રમુખ એમ કહેતા હતા કે, અમારા મુખ્યમંત્રી તો ભોળા છે એટલે અમારે ફાઇલ પર સહી કરાવવા માટે હવે ચોકી કરાવવાની જરૂર નહીં પડે. તેમના જ પ્રદેશ પ્રમુખના આ શબ્દો મુખ્યમંત્રીનું અપમાન છે, ભૂપેન્દ્ર પટેલનું અપમાન છે.’
તેઓ વધુમાં પ્રહાર કહે છે કે, ‘ભાજપે એવાં અખતરા કર્યા ને હવે તેઓ મોદી સાહેબના નામે મત માગવા નીકળ્યા છે. તે લોકો ડરી ગયા છે. જે એક મિટિંગનો ખર્ચો 1-1 કરોડ રૂપિયા થાય તેવી 22 મિટિંગ ભાજપે કરી છે અને તે બધી જ સરકારી ખર્ચે! તે લોકો ડરી ગયા છે. એટલું જ નહીં, હમણાં દ્વારકામાં પણ ડિમોલિશનના નામે પ્રજામાં ભાગલા પાડવાનું કામ કરી રહ્યા છે.’