કોંગ્રેસ શાસનમાં છુટી જતા, ભાજપે બળાત્કારીઓને જેલભેગા કર્યાઃજીતુ વાઘાણી

A
Updated: January 1, 1970, 5:30 AM IST
કોંગ્રેસ શાસનમાં છુટી જતા, ભાજપે બળાત્કારીઓને જેલભેગા કર્યાઃજીતુ વાઘાણી
ગાંધીનગરઃ દાહોદ જિલ્લાના દેવગઢ બારીયા તાલુકાના ભૂતપગલા ગામ પાસે તાજેતરમાં બનેલા બે સગી બહેનો પરના દુષ્કર્મકાંડની ઘટના અંગે ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીએ આજે પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે આ ઘટના દુઃખદ છે તેમાં કોઇ બેમત નથી.
A
Updated: January 1, 1970, 5:30 AM IST
ગાંધીનગરઃ દાહોદ જિલ્લાના દેવગઢ બારીયા તાલુકાના ભૂતપગલા ગામ પાસે તાજેતરમાં બનેલા બે સગી બહેનો પરના દુષ્કર્મકાંડની ઘટના અંગે ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીએ આજે પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે આ ઘટના દુઃખદ છે તેમાં કોઇ બેમત નથી.
ગુજરાતની ભાજપની વર્તમાન સરકાર આવા બનાવોમાં કડક હાથે કામ લે છે અને આરોપીઓને નશ્યત થાય તેની તકેદારી રાખે છે. ભાજપ સરકાર દ્વારા આવી ઘટનાઓના દોષિતોને જેલના સળિયા પાછળ ધકેલી દેવામાં આવ્યા છે અને ભવિષ્યમાં પણ આવી કોઇ ઘટના ઘટે તો કોઇને પણ છોડવામાં નહીં આવે.
ગુજરાતમાં કોંગ્રેસના શાસનમાં બનેલી આવી ઘટનાઓના આરોપીઓ નિર્દોષ છુટી ગયા હોવાના બનાવ બનેલા છે. તેમણે કહ્યું હતું કે બેટી બચાવો એ અમારો ફક્ત નારો નથી પણ વાસ્તવિક અર્થમાં તેને ચરિતાર્થ કરી બતાવવામાં આવશે અને તે માટે નરેન્દ્ર મોદીના વડપણવાળી કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર કટિબદ્ધ છે.
ફાઇલ તસવીર
 
First published: March 21, 2017
पूरी ख़बर पढ़ें
अगली ख़बर