Home /News /ahmedabad /BJP પાસે તળિયું નથી તેથી કોંગ્રેસ ઉછીનું લે છે, ભાઉએ ફરી થુંકેલુ ચાટ્યુ: કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોર
BJP પાસે તળિયું નથી તેથી કોંગ્રેસ ઉછીનું લે છે, ભાઉએ ફરી થુંકેલુ ચાટ્યુ: કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોર
કોંગ્રેસ નેતાઓ
Ahmedabad news: મહેસાણા જિલ્લા કોંગ્રેસના નેતા (Congress leader) અને કાર્યકરો ભાજપમાં પ્રવેશ અંગે પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોરે (congress president jagadish thakor) ભાજપ પર નિશાન તાકતા કહ્યું હતુ.
અમદાવાદઃ મહેસાણા જિલ્લા કોંગ્રેસના નેતા (Congress leader) અને કાર્યકરો ભાજપમાં પ્રવેશ અંગે પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોરે (congress president jagadish thakor) ભાજપ પર નિશાન તાકતા કહ્યું હતુ કે ભાજપ પાસે હવે તળિયુ નથી. તેથી ભાજપ કોંગ્રેસનું તળિયું ઉછીનું લેવું પડે છે. કેમ કોગ્રેસ પક્ષના નેતાઓ (congress party leaders) લેવા પડે છે? સી આર પાટીલ (C.R.Patil) ઢોલ વગાડી કહેતા હતા કે હવે અમારો કોઇ જોતા નથી છતા કોંગ્રેસ નેતાઓ લેવા પડે છે.
સી આર પાટિલ અને ભાજપ થૂંકેલું ચાટવા કેમ મજબુર થાય છે. હજુ કોંગ્રેસ ગઇ કાલે 100 ફુટ આગળ આવી એટલે અમને ખ્યાલ હતો કે કઇક બનશે. હજુ પણ રાહુલ ગાંધી આવશે એટલે હજુ પણ ઘટનાઓ બનશે. કોંગ્રેસ પક્ષ સંપૂર્ણ ઘટનાથી તૈયાર છે. પક્ષ પલટો અગાઉ પણ ચાલ્યો છે અને હજુ પણ ચાલશે. ભાજપનુ કેલેન્ડરનો અમને ખ્યાલ છે. જેને જગ્યા કરવી હોય તે કરી શકે છે.
નારાજ કોંગ્રેસ પ્રવક્તા જયરાજસિંહ પરમારના ટ્વિટ પર કોગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોર આકરા પાણી વળતો જવાબ આપ્યો હતો. કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોર કહ્યું હતુ કે હવે કોંગ્રેસ પક્ષને નચાવાનું બંધ કરે નેતાઓ અને કાર્યકર્તા નહિતર કાર્યવાહી થશે. કોંગ્રેસ કોઇ એક બે નેતાઓની પાર્ટી નથી. ગાંધીના વિચારોથી જોડે પક્ષ છે.
પરિવારનો કોઇ સભ્ય નારાજ હોય તેને સમજાવાનો જવાબદારી અમારી છે. પરિવારના સભ્ય વાત હમેશાં માનું આપુ છું. છતા કોઇ પણ પાર્ટી ન રહેવુ હોય તો કોઇ રોકશે નહી. જયરાજસિંહ પરમાર સાથે કોંગ્રેસ નેતા વાત કરશે . અને એક બે દિવસમાં નિર્ણય કરવામાં આવશે.
વલસાડની સ્કૂલમાં 'મારા આદર્શ નાથુરામ ગોડસે' વિષય પર વક્તૃત્વ સ્પર્ધા મામલો હવે રાજકિય રૂપ ધારણ કર્યું છે. આ ઘટનાની વિરુદ્ધમાં કોઇના પ્રત્યે રાગ - દ્વેષ - નિંદા વિના રાષ્ટ્રપિતાના હત્યારા ગોડસેને 'હીરો' બનાવવાના પ્રયાસો કરનારા વ્યક્તિઓની સદબુદ્ધિ માટે સાબરમતી ગાંધી આશ્રમ ખાતે પ્રાર્થના સભા કરાઇ હતી.
" isDesktop="true" id="1180180" >
કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોર સહિત નેતાઓ હાજર રહ્યા હતા. જગદીશ ઠાકોર આ મુદ્દે સીએમને સવાલ પૂછ્યો હતો કે ભાજપ સરકરા ગોડશે પુજા કરે છેકે ગાંધીની તેનો જવાબ જનતાને આપવો જોઇએ.