Home /News /ahmedabad /Congress President Election: કોંગ્રેસ રાષ્ટ્રીય અધ્યક્ષની ચૂંટણી, ગુજરાતમાં 45 ડેલિગેટ્સે મતદાન ન કર્યું
Congress President Election: કોંગ્રેસ રાષ્ટ્રીય અધ્યક્ષની ચૂંટણી, ગુજરાતમાં 45 ડેલિગેટ્સે મતદાન ન કર્યું
કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ પદની ચૂંટણી માટે મતદાન કરી રહેલા જગદીશ ઠાકોર.
Congress President Election: આજે સમગ્ર દેશમાં કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ પદ માટેની ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમાં ગુજરાતમાં પણ આયોજન થયું હતું. ઉલ્લેખનીય છે કે, 24 વર્ષ બાદ આ પદ માટે ચૂંટણી યોજાઈ હતી.
અમદાવાદઃ આજે ભારતીય કોંગ્રેસના અધ્યક્ષ માટેની ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યુ હતુ. આ અંતર્ગત ગુજરાતમાં સવારે 10 વાગ્યાથી સાંજે ચાર વાગ્યા સુધી 358 ડેલિગેટ્સ અને અન્ય 6 બહારના રાજ્યના પ્રતિનિધિઓએ મતદાન કર્યુ હતુ. કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ માટે મલ્લિકાર્જુન ખડગે અને શશિ થરૂરે દાવેદારી નોંધાવી છે. 24 વર્ષ પછી કોંગ્રેસ પાર્ટીમાં અધ્યક્ષ પદ માટે ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યુ હતુ. છેલ્લે 1998માં સોનિયા ગાંધી અને જિતેન્દ્ર પ્રસાદ માટે મતદાન કરવામાં આવ્યુ હતુ.
ધારાસભ્યો-પ્રદેશ નેતાઓએ મતદાન કર્યુ
કોંગ્રેસ રાષ્ટ્રીય અધ્યક્ષની ચૂંટણી અંતર્ગત ગુજરાતમાં કોંગ્રેસ પ્રદેશ કાર્યાલયમાં ચૂંટાયેલા પ્રતિનિધિઓ, AICC-PCC ડેલિગેટ્સે મતદાન કર્યું હતું. કોંગેસના સિનિયર નેતાઓએ પણ મતદાન કર્યું હતું. આ પ્રસંગે કોંગ્રેસના 45 ડેલિગેટ્સ હાજર રહ્યા હતા. તેમાં વર્તમાન ધારાસભ્યો સહિત પ્રદેશના નેતાઓના નામ નીચે મુજબ છે.
કોંગ્રેસના અધ્યક્ષ પદ માટેના મતદાન બાદ ચૂંણી PRO શોભા ઓઝાએ પ્રેસ કોન્ફરન્સમાં માહિતી આપતા જણાવ્યુ હતુ કે, કોંગ્રેસ અધ્યક્ષની ચૂંટણી શાંતિ રીતે પ્રજાતાંત્રિક રીતે પૂર્ણ થઇ ગઈ છે. ગુજરાતમાં 408 ડેલિગેટ્સને વોટ આપવાનો હતો. તેમાંથી 358 ડેલિગેટ્સે મતદાન કર્યું છે. આ ઉપરાંત રાજ્ય બહારના 6 ડેલિગેટસે પણ અહીં મતદાન કર્યું છે. આમ ગુજરાતમાં 5 ડેલિગેટ્સ બહારના રાજ્યમાં હોવાથી ત્યાં મતદાન કર્યું છે. ગુજરાત કોંગ્રેસના 45 ડેલિગેટ્સે મતદાન કર્યું નથી.
વધુ માહિતી આપતા શોભા ઓઝાએ જણાવ્યુ હતુ કે, સવારે 10થી બપોરના 4 વાગ્યા સુધીમાં થયેલી પ્રકિયા સંતોષકારક રહી છે. મતદાન બાદ બેલેટ બોક્સ સીલ કરી દેવામાં આવ્યા છે. હવે આ બોક્સ દિલ્હી લઈ જવામાં આવશે અને 19મી તારીખે મતગણતરી યોજાશે. મતદાન બાદ કોંગ્રેસ પ્રભારી ડો. રઘુ શર્માએ જણાવ્યું હતું કે, મેં મારા અધિકારનો ઉપયોગ કરી મતદાન કર્યું છે. કોંગ્રેસમાં અત્યાર સુધી કોંગ્રેસમાં 6 વાર ચૂંટણી થઈ છે. આજે પારદર્શક તરીકે ચૂંટણી થઈ રહી છે. આ દ્રશ્ય કોઈ બીજી પોલિટિકલ પાર્ટીમાં જોવા નહીં મળે. ભાજપમાં ઇન્ટરનલ ડેમોક્રેટ નથી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી નક્કી કરે છે તેને અધ્યક્ષ બનાવવામાં આવે છે.
40 વર્ષ સુધી અધ્યક્ષ પદે ગાંધી-નહેરુ પરિવાર
પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોરે જણાવ્યુ હતુ કે, સમગ્ર કોંગ્રેસમાં સંગઠનની ચૂંટણીઓ બુથના કન્વિનર, કોર્ડીનેટર નિમાય છે. તાલુકા, જિલ્લા, પ્રદેશ પ્રમુખની પણ અહીંથી જ નિમણૂક થાય છે. કોંગ્રેસ અધ્યક્ષ ચૂંટણીઓ માટે પણ આ રીતે જ મતદાન થાય છે. કોંગ્રેસ લોકશાહી પક્ષ છે. તેથી અહીં આંતરિક ચૂંટણી પણ થાય છે. કોઈવાર સિંગલ નામ આવે છે, તો કોઇ વાર ચૂંટણીઓ થાય છે. ઉલ્લેખનીય છે કે, સ્વતંત્રતાના 75 વર્ષમાં 40 વર્ષ જેટલો સમય કોંગ્રેસનું અધ્યક્ષપદ ગાંધી-નેહરુ પરિવારના પાંચ સભ્યોના હાથમાં રહ્યું હતું. બાકીના 35 વર્ષ ગાંધી પરિવાર સિવાયના લોકો અધ્યક્ષ રહ્યા હતા. ગાંધી પરિવારના પાંચ સભ્યોમાં સોનિયા ગાંધી સૌથી લાંબો સમય પક્ષના પ્રમુખપદે રહ્યાં હતાં.