બીએમસી અંગે આજે ફેંસલો: ફડણવીસ સરકારને ઘરભેગી કરવા કોંગ્રેસ, શિવસેનાએ હાથ મીલાવ્યો!

H
Updated: January 1, 1970, 5:30 AM IST
બીએમસી અંગે આજે ફેંસલો: ફડણવીસ સરકારને ઘરભેગી કરવા કોંગ્રેસ, શિવસેનાએ હાથ મીલાવ્યો!
પાલિકાની ચૂંટણીના પરિણામો બાદ મહારાષ્ટ્રમાં રાજકીય ગતિવિધિઓ તેજ બની છે. મુંબઇમાં કોંગ્રેસ કોર ગ્રુપની બેઠક થઇ જેમાં ફડણવીસ સરકારને ઘરભેગી કરવા અંગે પણ પ્રસ્તાવ રજુ કરાયો.
H
Updated: January 1, 1970, 5:30 AM IST
મુંબઇ #પાલિકાની ચૂંટણીના પરિણામો બાદ મહારાષ્ટ્રમાં રાજકીય ગતિવિધિઓ તેજ બની છે. મુંબઇમાં કોંગ્રેસ કોર ગ્રુપની બેઠક થઇ જેમાં ફડણવીસ સરકારને ઘરભેગી કરવા અંગે પણ પ્રસ્તાવ રજુ કરાયો. બેઠકમાં શિવસેના એનસીપી અને કોંગ્રેસ સરકાર બનાવવાનો પણ પ્રસ્તાવ રજુ કરાયો. આ પ્રસ્તાવમાં અશોક ચૌહાણ, સંજય નિરૂપમ અને નારાયણ રાણેએ સમર્થન આપ્યું. ચર્ચા છે કે બીએમસીમાં શિવસેનાના મેયર બનાવવા માટે કોંગ્રેસના કેટલાક સભ્યો ગુપ્ત વોટિંગ કરશે. આ દરમિયાન તેઓ ગેરહાજર પણ રહી શકે છે. શુક્રવારે બીએમસીના ત્રિશંકુ પરિણામોના એક દિવસ બાદ 3 અપક્ષ સભ્યો શિવસેનામાં જોડાઇ ગયા છે. જે બાદ પાર્ટીનો આંકડો 87 પહોંચ્યો છે. અહીં નોંધનિય છે કે, ચૂંટણીમાં ભાજપાને 82 બેઠકો મળી છે અને શિવસેના ત્રણ અપક્ષ સમર્થનો સાથે 87ના આંકડા પર પહોંચી છે અને બહુમત માટે 114નો જાદુઇ આંકડો પાર કરવો જરૂરી છે.
First published: February 25, 2017
पूरी ख़बर पढ़ें
अगली ख़बर