Home /News /ahmedabad /કિરણ પટેલનો મુદ્દો સંસદમાં પણ ગુંજ્યો, શક્તિસિંહે ચર્ચાની કરી માંગ
કિરણ પટેલનો મુદ્દો સંસદમાં પણ ગુંજ્યો, શક્તિસિંહે ચર્ચાની કરી માંગ
રાજ્યસભા સાંસદ શક્તિસિંહ ગોહિલે આજે કિરણ પટેલ અંગે ટ્વિટ કર્યું છે.
રાજ્યસભા સાંસદ શક્તિસિંહ ગોહિલે સાંસદમાં નિયમ 267 હેઠળ એવી માંગ કરી છે કે, ગૃહમાં કિરણ પટેલના મુદ્દે ચર્ચા કરો કે કિરણ પટેલને કઇ રીતે Z+ સુરક્ષા કવચ આપવામાં આવ્યું હતું
અમદાવાદ: ગુજરાતના મહાગઠ કિરણ પટેલનો મુદ્દો ગરમાયા બાદ આજે રાજ્યસભામાં ગુંજ્યો છે. રાજ્યસભા સાંસદ અને ગુજરાત કોંગ્રેસના નેતા શક્તિસિંહ ગોહિલે કિરણ પટેલ અંગે ચર્ચા કરવાની માંગણી કરી છે. રાજ્યસભામાં નિયમ 267 બેઠક તાકીદની ચર્ચાની માંગ કરી છે.
રાજ્યસભા સાંસદ શક્તિસિંહ ગોહિલે આજે કિરણ પટેલ અંગે ટ્વિટ કર્યું છે. જેમાં નિયમ 267 હેઠળ એવી માંગ કરી છે કે, ગૃહમાં કિરણ પટેલના મુદ્દે ચર્ચા કરો કે કિરણ પટેલને કઇ રીતે Z+ સુરક્ષા કવચ આપવામાં આવ્યું હતું. જ્યાં નાગરિકોને જવાની મંજૂરી ન હોય તેવા વિસ્તારોમાં તેને કેમ જવા દેવામાં આવ્યો હતો. શક્તિસિંહ ગોહિલે આ અંગે નોટિસ પણ પોતાના ટ્વીટર એકાઉન્ટમાં પોસ્ટ કરી છે. રાજ્યસભામાં આ પ્રક્રિયાને સસ્પેન્સન ઓફ બિઝનેસ નોટિસ કહે છે. શક્તિસિંહે આ અંગે સવાલ કર્યો છે કે, કિરણ પટેલ કે જેમણે સરકારી અધિકારી તરીકેનો ઢોંગ કર્યો હતો. તેમને વડાપ્રધાન કાર્યાલયના અધિકારીના નામે સરકારી સુવિધાઓ કોને અપાવી હતી?
નોંધનીય છે કે, જમ્મુકાશ્મીરના શ્રીનગરની ધ ગ્રાન્ડ લલિત ફાઇવ સ્ટાર હોટલમાંથી ગુજરાતના કિરણ પટેલ વિરૂદ્વ ગુનો નોંધાયા બાદ તેને 14 દિવસના રિમાન્ડ પૂર્ણ થયા છે. હાલ તે જ્યુડિશીયલ કસ્ટડીમાં છે. જ્યાં ગુજરાત એટીએસ સહિત અનેક સુરક્ષા એજન્સીઓ દ્વારા તેની પુછપરછ કરવામાં આવી રહી છે.
આપને જણાવીએ કે, કિરણ પટેલ સીઆરપીએફ અને જમ્મુ-કશ્મીર પોલીસની દેખરેખ હેઠળ કાશ્મીરના અનેક હેલ્થ રિસોર્ટમાં રહ્યા હતા. જ્યાં તેમણે ઘણા વીડિયો પણ બનાવ્યા હતા અને તેમના ટ્વિટર હેન્ડલ પર શેર કર્યા હતા. જે દરમિયાન પટેલને સુરક્ષા અને બુલેટપ્રુફ ગાડી પણ આપવામાં આવી હતી. કિરણ પટેલ સામે જમ્મુ કાશ્મીરમાં નિશાન પોલીસ સ્ટેશનમાં આઈપીસીની કલમ 419, 420, 467 અને 471નો ગુનો નોંધાયો છે.
પોલીસના જણાવ્યા અનુસાર તેમણે ઘણા સંબંધિત લોકો પાસેથી આ વિશે પૂછપરછ કરી હતી. કેસની તપાસ હજુ પ્રારંભિક તબક્કામાં છે. સમગ્ર તપાસ પછી જ વધુ માહિતી જણાવવામાં આવશે.