ભાજપ ઉંઝા અને ધ્રાંગધ્રાના આયાતી ઉમેદવારોને પોતાની બેઠક પરથી જ ચૂંટણી લડાવશે

સૂત્રોના જણાવ્યા પ્રમાણે આશા બેનને ઉંઝા અને પરસોતમ સાબરિયાને ધ્રાંગધ્રા બેઠક પરથી ટિકિટ આપવામાં આવશે.

News18 Gujarati
Updated: March 15, 2019, 6:43 PM IST
ભાજપ ઉંઝા અને ધ્રાંગધ્રાના આયાતી ઉમેદવારોને પોતાની બેઠક પરથી જ ચૂંટણી લડાવશે
પરસોતમ સાબરિયા, આશાબેન પટેલ (ફાઇલ તસવીર)
News18 Gujarati
Updated: March 15, 2019, 6:43 PM IST
ગીતા મહેતા, ગાંધીનગર : તાજેતરમાં કોંગ્રેસમાંથી રાજીનામું આપી ભાજપમાં જોડાયેલા બે ઉમેદવારોને તેમની બેઠક પરથી જ ભાજપ ચૂંટણી લડાવશે તેવી વિગતો સામે આવી રહી છે. કુંવરજી બાવળિયા કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયા બાદ ઉંઝા બેઠક પરથી કોંગ્રેસની ધારાસભ્ય આશાબેન પટેલ રાજીનામું આપીને ભાજપમાં જોડાયા હતા. આશાબેન પટેલ બાદ જામનગર ગ્રામ્યના કોંગ્રેસના ધારાસભ્ય વલ્લભ ધારવિયાએ રાજીનામું આપ્યું અને ભાજપમાં જોડાયા. બાદમાં માણવદરના ધારાસભ્ય જવાહર ચાવડા અને ધ્રાંગધ્રાના ધારાસભ્ય પરસોતમ સાબરિયાએ રાજીનામું આપી દીધું અને બંને ભાજપમાં જોડાયા. એ સમયે એવા અહેવાલ વહેતા થયા હતા કે ઉંઝાના ધારાસભ્ય આશાબેન પટેલને ભાજપ લોકસભા લડાવશે તેમજ ધ્રાંગધ્રાના ધારાસભ્યને બોર્ડ અથવા નિગમમાં સ્થાન આપવામાં આવશે.

જોકે, હવે એવી વિગતો સામે આવી છે કે ઉંઝા અને ધ્રાંગધ્રાના આયાતી ઉમેદવારોને ભાજપ તેમની જ બેઠક પર ચૂંટણી લડાશે. એટલે કે આશા બેનને ઉંઝા અને પરસોતમ સાબરિયાને ધ્રાંગધ્રા બેઠક પરથી ટિકિટ આપવામાં આવશે. આ વાત સામે આવ્યા બાદ આશાબેનને લોકસભાની ચૂંટણી લડાવવાની વાત તેમજ સાબરિયાને બોર્ડ નિગમમાં સ્થાન આપવામાં આવશે તેવી વાતનો છેદ ઉડી જાય છે.

આ પણ વાંચો : ભાજપ સૈનિક : ઉપર લખાયું "ન જ્ઞાતિવાદ", નીચે SC/ST/OBCની માહિતી માંગવામાં આવી!

ગુજરાતમાં આગામી 23મી માર્ચના રોજ લોકસભાની ચૂંટણીની સાથે સાથે પેટા ચૂંટણી પણ યોજાવા જઈ રહી છે.

નોંધનીય છે કે ઉંઝાના આશાબેન પાટીદાર સમાજમાંથી આવે છે. તેમજ સ્થાનિક મતદારો પર તેમની ખૂબ સારી પકડ છે. આ વાતને ધ્યાનમાં રાખીને ભાજપ તેમને હવે આ જ બેઠક પરથી ચૂંટણી લડાવશે.

બીજી તરફ ધ્રાંગધ્રા બેઠક પરથી પરસોતમ સાબરિયાનું રાજીનામું પડતા એવી વાત સામે આવી હતી કે આ બેઠક પર ભાજપ પોતાના દિગ્ગજ નેતા આઈ.કે. જાડેજાને મેદાનમાં ઉતારશે. જોકે, સૂત્રોનું કહેવું છે કે ભાજપ તરફથી આ બેઠક પર પરસોતમ સાબરિયાને જ ઉતારવાનું નક્કી કરવામાં આવ્યું છે.આમ હવે એક સમયે કોંગ્રેસમાં ચૂંટણી લડીને જીતેલા બેને ઉમેદવારો હવે ભાજપની ટિકિટ પરથી ચૂંટણી લડશે.
First published: March 15, 2019
વધુ વાંચો अगली ख़बर