Gujarat Political News: કોંગ્રેસ ધારાસભ્ય (Congress MLA) અને પાટીદાર નેતા પ્રતાપ દુધાતે (Patidar leader Pratap dudhat) ન્યુઝ૧૮ ગુજરાતી સાથે કરેલ ખાસ વાતચિતમા કહ્યું હતુ કે નરેશ પટેલ જો કોઇ પક્ષમાં જોડાશે તો તે માત્ર કોંગ્રેસ પક્ષમાં જ જોડાશે.
અમદાવાદઃ ખોડલધામના ચેરમેન (khodaldham chairmen) નરેશ પટેલના (Naresh Patel) રાજકારણ પ્રવેશ પર કોંગ્રેસ ધારાસભ્ય (Congress MLA) અને પાટીદાર નેતા પ્રતાપ દુધાતે (Patidar leader Pratap dudhat) ન્યુઝ૧૮ ગુજરાતી સાથે કરેલ ખાસ વાતચિતમા કહ્યું હતુ કે નરેશ પટેલ જો કોઇ પક્ષમાં જોડાશે તો તે માત્ર કોંગ્રેસ પક્ષમાં જ જોડાશે. હું નરેશ પટેલનું કદ મુખ્યમંત્રી સ્મરણનું માનું છું.
ધારાસભ્ય અને પાટીદાર નેતા પ્રતાપ દુધાતે ન્યુઝ૧૮ ગુજરાતી સાથે વાતચિતમા જણાવ્યુ હતું કે નરેશ પટેલની બોડી લેન્ગ્વેજના સંકેત આપે છે કે તે કોંગ્રેસમાં જોડાશે, કોંગ્રેસના મુખ્યમંત્રી પદનો ચહેરો કોણ હશે તે અંગે બોલ્યા દૂધાત પણ દૂધાતે નરેશ પટેલનું કદ સીએમ સમકક્ષ ગણાવ્યુ હતું. પરંતુ કોંગ્રેસ દિલ્હી હાઈ કમાન્ડ નક્કી કરશે CM પદનો ચહેરો કોણ હશે.
નરેશ પટેલને જો કોઈ યોગ્ય સ્થાન આપે તો તે કોંગ્રેસ જ છે. હાલની સમસ્યા માટે નરેશ પટેલ પાસે એક માત્ર કોંગ્રેસ જ વિકલ્પ છે . હું વિશ્વાસ સાથે કહું છું, નરેશ પટેલ કોંગ્રેસમાં જ જોડાશે. નરેશ પટેલની તાલુકાકક્ષાએ ગામડાઓમાં ટીમ છે. નરેશભાઇ પટેલ કોઇ એક માત્ર પાટીદાર નહી પરંતુ ૧૮ વર્ણમાં માન્ય નેતા છે.
વધુમાં પ્રતાપ દૂધાતે જણાવ્યુ હતુ કે જ્યા સુધી મારા સંબંધ નરેશભાઇ સાથે છે અને તેમની બોડી લેગવેજ છે .જે સંકેત છે તે કોંગ્રેસ વિચારધાર સાથે જોડાશે. મારા માનવા પ્રમાણે ગુજરાતમાં લોકો પીડીત છે તેથી નરેશભાઇ રાજકારણમાં આવશે.
ભાજપ શાસનમાં ઉભી થયેલ સમસ્યાનું સમાધાન એક માત્ર નરેશ પટેલ છે . હું સમગ્ર વિશ્વાસ સાથે કહી રહ્યો છુ કે નરેશ પટેલ આગામી દિવસ કોંગ્રેસમા હશે. નરેશભાઇ પટેલ માટે જો કોઇ પાર્ટી હોય તો કોંગ્રેસ જ છે.