ન્યૂઝ18 ગુજરાતી: કોંગ્રેસ તરફથી લોકસભા ચૂંટણી 2019 માટે ઉમેદવારોના નામો અંગે ચર્ચા કરવામાં આવી રહી છે. આવામાં બાયડના કોંગ્રેસના ધારાસભ્ય ધવલસિંહે ઝાલાએ જાહેરાત કરી છે કે, મને કોંગ્રેસ તરફથી લોકસભાની ચૂંટણીની ટિકિટ આપવામાં આવશે તો પણ હું ચૂંટણી નહીં લડું.
બાયડના કોંગ્રેસના ધારાસભ્ય ધવલસિંહ ઝાલાનું નામ સાબરાકાંઠા લોકસભા બેઠક પરથી ચર્ચાઇ રહ્યું હતું. માનવામાં આવતું હતું કે કોંગ્રેસ આ બેઠક પરથી ધવલસિંહ ઝાલાને ટિકિટ આપી શકે છે. પરંતુ તેમણે પોતે જ સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી આ અંગે સ્પષ્ટતા કરી છે. તેમણે લખ્યું છે કે, 'મારે સાંસદની ટિકિટ જોઇતી પણ નથી, આપે તો લડવી પણ નથી.'
ઉલ્લેખનીય છે કે, કોંગ્રેસ સ્ક્રિનિંગ કમિટી અને CECની બેઠક બાદ આજે સાંજે ઉમેદવારોના નામની જાહેરાત કરી શકે છે. બેઠકમાં 20 ઉમેદવારોમાંથી 10 અથવા 12 નામ પર મહોર લાગી શકે છે. જ્યારે બાકીના ઉમેદવારોને લઇને ફરી હાઇકમાન્ડ સાથે મંથન કરાશે.