અમદાવાદ: આગામી 18મીએ ભારતના રાષ્ટ્રપતિ (India President) પદની ચુંટણી યોજાનાર છે તે પૂર્વે આવતીકાલે યુપીએ (UPA) સરકારના સંભવિત રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર યશવંતસિંહ (Yashvant Sinha) ગુજરાતની મુલાકાતે (Gujarat Visit) આવી રહ્યા છે. આ મુલાકાત દરમિયાન તેઓ કોંગ્રેસના ધારાસભ્યોને મળીને તેમની તરફેણમાં મતદાન કરવા અપીલ કરશે. જ્યારે આગામી તારીખ 13મી એએનડીએના (NDA) ઉમેદવાર દ્રોપદી મુર્મૂ (Draupadi Murmu) ગુજરાત આવી રહ્યા છે.
યશવંત સિંહા આવતીકાલે કોંગ્રેસના ધારાસભ્યોને મળીને તેમની તરફેણમાં મતદાન કરવા સમજાવશે. યશવંત સિંહા ગાંધીનગરમાં ધારાસભ્યો સાથે બેઠકનું આયોજન કરેલુ છે.
આગામી તા.13મીએ દ્રોપદી મુર્મૂ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ધારાસભ્યની સાંસદોને બોલાવ્યા છે. જ્યાં તેઓ તેમની તરફેણમાં મતદાન કરવા માટે અપીલ કરશે. આગામી તારીખ 18મી વિધાનસભાનું એક દિવસનું સત્ર રાષ્ટ્રપતિની ચૂંટણીને લઈને બોલાવવામાં આવશે. જેમાં તમામ ધારાસભ્યોને સાંસદોને ઉપસ્થિત રહેવા સૂચના આપવામાં આવશે અને અઢી લાઇનની વ્હિપ પણ જાહેર કરવામાં આવશે.
રાજ્યસભા સચિવાલયના જણાવ્યા મુજબ, રાષ્ટ્રપતિની ચૂંટણી માટે કુલ 115 ઉમેદવારી પત્રો ભરાયાં હતાં, જેમાંથી 28 માન્ય રાખ્યા છે. ઉલ્લેખનીય છે કે, આગામી 18મી જુલાઈએ રાષ્ટ્રપતિપદની ચૂંટણી માટે મતદાન થશે અને 21મીએ મતગણતરી હાથ ધરાશે.
અત્યાર સુધીમાં ભારતમાં કેટલા રાષ્ટ્રપતિ બન્યા અને એમનાં નામ જાણો. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની પહેલાં દેશમાં 13 રાષ્ટ્રપતિ હતા.
રામનાથ કોવિંદે 25 જુલાઈ, 2017એ ભારતના 14મા રાષ્ટ્રપતિ તરીકે શપથ ગ્રહણ કર્યા હતા. રામનાથ કોવિંદ સર્વોચ્ચ અદાલતમાં વકીલ રહી ચૂક્યા છે અને દેશનું સર્વોચ્ચ બંધારણીય પદ સ્વીકારતાં પહેલાં તેઓ બિહારના રાજ્યપાલ હતા. એમને સર્વોચ્ચ અદાલતથી માંડીને સંસદ સુધીનાં વિવિધ ક્ષેત્રોમાં કામ કરવાનો અનુભવ છે.
રામનાથ કોવિંદનો જન્મ 01 ઑક્ટોબર, 1945ના રોજ ઉત્તર પ્રદેશના કાનપુર જિલ્લાના પરૌંખ ગામમાં થયો હતો. એમણે પ્રાથમિક અને ઉચ્ચતર શિક્ષણ પણ કાનપુરમાં જ લીધું. એમણે પહેલાં કૉમર્સ ગ્રૅજ્યુએટની પરીક્ષા પાસ કરી અને પછી કાનપુર વિશ્વ વિદ્યાલયમાંથી કાયદાની ડિગ્રી મેળવી. તેઓ 1977થી 1979 સુધી દિલ્હીમાંની સર્વોચ્ચ અદાલતમાં કેન્દ્ર સરકારના વકીલ હતા. 1978માં તેઓ ભારતની સર્વોચ્ચ અદાલતમાં ઍડ્વોકેટ ઑન રેકૉર્ડ બન્યા. 1980થી 1993 સુધી તેઓ સર્વોચ્ચ અદાલતમાં કેન્દ્ર સરકારના સ્થાયી વકીલ હતા.
" isDesktop="true" id="1226264" >
1994માં, રામનાથ કોવિંદ ઉત્તર પ્રદેશમાંથી સંસદના ઉપલા ગૃહ, રાજ્યસભાના સભ્ય તરીકે ચૂંટાયા. માર્ચ 2006 સુધી 6-6 વર્ષના સતત બે કાર્યકાળ માટે તેઓ રાજ્યસભાના સભ્ય રહ્યા. 08 ઑગસ્ટ, 2015માં એમણે બિહારના રાજ્યપાલ તરીકેનો પદભાર સંભાળ્યો.ત્યાર બાદ તેઓ દેશના 14મા રાષ્ટ્રપતિ બન્યા.