Home /News /ahmedabad /નિવૃત પોલીસ અધિકારીના પુત્ર એવા કોંગ્રેસના નેતા સહિત 3 લોકોની ધરપકડ, કરોડો રૂપિયા વ્યાજ વસૂલ્યું હતું

નિવૃત પોલીસ અધિકારીના પુત્ર એવા કોંગ્રેસના નેતા સહિત 3 લોકોની ધરપકડ, કરોડો રૂપિયા વ્યાજ વસૂલ્યું હતું

3 વ્યાજખોરોની કરાઈ ધરપકડ

Ahmedabad Police: રાઈસ મિલના માલિક પાસેથી કરોડોનું વ્યાજ વસૂલ કરનાર ત્રણ વ્યાજખોરોની આર્થિક ગુના નિવારણ શાખા દ્વારા ધરપકડ કરવામાં આવી છે. જેમાંથી એક આરોપી કોંગ્રેસના હોદેદાર અને નિવૃત્ત પોલીસ અધિકારીના પુત્ર છે. સાથે જ હેલ્થ કેર કંપનીની સીઈઓની પણ ધરપકડ કરવામાં આવી છે.

વધુ જુઓ ...
અમદાવાદ: રાઈસ મિલના માલિક પાસેથી કરોડોનું વ્યાજ વસૂલ કરનાર ત્રણ વ્યાજખોરોની આર્થિક ગુના નિવારણ શાખા દ્વારા ધરપકડ કરવામાં આવી છે. જેમાંથી એક આરોપી કોંગ્રેસના હોદેદાર અને નિવૃત્ત પોલીસ અધિકારીના પુત્ર છે. સાથે જ હેલ્થ કેર કંપનીની સીઈઓની પણ ધરપકડ કરવામાં આવી છે. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની કસ્ટડીમાં આવેલા ત્રણ આરોપી વાઈટ કોલર ક્રિમિનલ એટલે કે વ્યાજખોરો છે. જેઓએ 3.78 કરોડની સામે 9 કરોડ 95 લાખ વસુલ કર્યા છે. સાથે જ બીજા 3.36 કરોડ બાકી રૂપિયાની સામે 13 કરોડ 31 લાખની ઉઘરાણી બાકી બતાવી હતી. જેની સામે મકાન પડાવી લેવાની પણ ધમકી આપી હતી.

ફરિયાદી જીગીસ પટેલે ફરિયાદ નોંધાવી


આ મામલે આર્થિક ગુના નિવારણ શાખાએ ફરિયાદી જીગીસ પટેલે ફરિયાદ નોંધાવી હતી. તેના આધારે કોંગ્રેસના હોદેદાર જયેન્દ્રસિંહ પરમાર, હેમાંગ પંડિત અને હેલ્થ કેર કંપનીની સીઈઓ નિરાલી શાહની ધરપકડ કરી છે. સાથે જ આ ગુનામાં ફરાર અન્ય ત્રણ આરોપી વિજય ઠક્કર, નરેન્દ્ર ઉર્ફે મુન્ના ભરવાડ અને જાગૃત રાવલની શોધખોળ હાથ ધરી છે. જયેન્દ્ર પરમારના પિતા નિવૃત્ત ડીવાયએસપી છે. સાથે જ પોતે કોંગ્રેસમાં હોદેદાર તરીકે પણ જોડાયેલા હોવાની હકીકત સામે આવી છે. જયેન્દ્ર પરમારે ફરિયાદીને 38 લાખ 10% ના વ્યાજે આપ્યા હતા.. તેની સામે અંદાજિત એક કરોડ રૂપિયા વસૂલી 38 લાખ બાકી હોવાની ઉઘરાણી કરી હતી.

આ પણ વાંચો: અમદાવાદની સ્કૂલમાંથી ગુમ થઈને સ્ટેશન પરથી મળેલા વિદ્યાર્થીના ચોંકાવનારા ખુલાસા

વ્યાજખોરોની પોલીસે કરી ધરપકડ


આ મામલે ઝડપાયેલ મહિલા આરોપી નિરાલી શાહે ફરિયાદીને એક કરોડ 33 લાખ 60 હજાર રૂપિયા 10% ના વ્યાજે આપ્યા હતા. જેની સામે એક કરોડ 82,75,000 વસુલી લીધા છે, ઉપરાંત જે મકાન માટે રહેતી હતી તે મકાનનું ફર્નિચર અને ભાડું પણ ફરિયાદી પાસે ભરાવ્યું હતું. તેમ છતાં એક કરોડ 90 લાખની બાકી ઉઘરાણી માટે છ ચેકો પણ બળજબરીથી પડાવી લીધા હતા. અન્ય આરોપી હેમાંગ પંડિતે ફરિયાદીને 38 લાખ રૂપિયા આપ્યા હતા. તેની સામે 93,50,000 વસુલી 14 લાખ પડાવવા ધમકી આપવામાં આવતી હતી. ત્રણ આરોપીની ધરપકડ કરી તપાસ કરતા પોલીસને આરોપીઓના ઘરેથી 20 કોરા ચેક, 11 પ્રોમેશરી નોટ, 4કોરા સ્ટેમ્પ, ડેઈલી વ્યાજના હિસાબની ડાયરી અને વાઉચરો મળી આવ્યા છે. જેમાથી નિરાળી ના ઘરેથી 15 લાખની રિસિપ મળી છે સાથે જ જાગૃત રાવલ ના ઘરેથી 20 કોરા ચેક. પ્રોમેશરી નોટ સહીતના દસ્તાવેજી પુરાવા કબ્જે કર્યા છે.


આ પણ વાંચો: અમેરિકામાં ન્યૂ યર સેલિબ્રેશન દરમિયાન અંધાધૂધ ફાયરિંગ, 10નાં મોત, અનેક લોકો ઘાયલ

વ્યાજખોરોના ત્રાસથી આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો


આ ગુનામાં ફરાર આરોપી નરેન્દ્ર ઉર્ફે મુન્ના ભરવાડે 92 લાખની સામે 40% વ્યાજ વસૂલી ત્રણ કરોડ 61 લાખ તથા મણીપુર ગામનો પ્લોટ પણ પોતાના નામે કરાવી લીધો હતો. જેની પોલીસે શોધખોળ હાથ ધરી છે. 40% સુધીનું વ્યાજ વસૂલના વ્યાજખોરો વિરુદ્ધ પોલીસે તેમના બેંક સ્ટેટમેન્ટ વ્યાજખોરીના રૂપિયા માંથી ખરીદેલી મિલકત અંગે તપાસ હાથ ધરી છે. સાથે જ આરોપીઓના ત્રાસથી કંટાળી ફરિયાદી આત્મહત્યા કરવા માટે પણ મજબૂર બન્યો હોવાનું સામે આવ્યું છે. ફરિયાદી આત્મહત્યા માટે ઘર છોડીને પણ ફરાર થયો હતો. જોકે પોલીસે તેને સહી સલામત શોધી લેતા તે વ્યાજના ખપ્પરમાં ફસાયો હોવાની હકીકત સામે આવી હતી. જે બાદ આ ફરિયાદ નોંધાઈ છે.
Published by:Vimal Prajapati
First published:

Tags: Ahmedabad news, Ahmedabad police, ગુજરાત

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन