'સંવિધાનથી મળેલા સમાનતાના અધિકારોનું સૌ કોઇએ સન્માન કરવું જોઇએ'

વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. જેમાં તેમણે રાજ્યપાલને મળીને બંધારણના હકોનું દરેકે સન્માન કરવાની અપિલ કરી હતી.

News18 Gujarati
Updated: May 15, 2019, 7:26 PM IST
'સંવિધાનથી મળેલા સમાનતાના અધિકારોનું સૌ કોઇએ સન્માન કરવું જોઇએ'
વિપક્ષ નેતા પરેશ ધાનાણીની પ્રેસ કોન્ફરન્સ
News18 Gujarati
Updated: May 15, 2019, 7:26 PM IST
ન્યૂઝ18 ગુજરાતીઃ ગુજરાતમાં દલિતો ઉપર અત્ચાચારની ઘટના બની રહી છે. લગ્ન પ્રસંગે વરઘોડો કાઢવા સહિતની ઘટનાઓથી દલિત સમાજમાં અત્યારાર થઇ રહ્યા છે ત્યારે આ મુદ્દે કોંગ્રેસ ભાજપ સરકારને ઘેરી રહી છે. આ અંગે વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. જેમાં તેમણે રાજ્યપાલને મળીને બંધારણના હકોનું દરેકે સન્માન કરવાની અપિલ કરી હતી.

તેમણે જણાવ્યું હતું કે, ગાંધી અને સરદારે ગુજરાત અને દેશમાં સમાજમાં નાતી જાતીના વાડાને તોડીને ભારતને એક બનાવ્યું છે ત્યારે કમનસિબે છેલ્લા વર્ષોમાં ભારતીય જનતા પાર્ટીની સરકારમાં સામાજિક તાણાવાણા વિખરાઇ રહ્યા છે. આજે અમે રાજ્યપાલને મળીને વિંનતી કરી છે કે સંવિધાનથી મળેલા સમાનતાના અધિકારોનું સૌ કોઇએ સન્માન કરવું જોઇએ. અને રાષ્ટ્રનું અપમાન કરનારા કોઇ પણ તત્વો હોય એને જેલ કરવાના સરકારે પગલા લેવા જોઇએ.

આ ઉપરાંત તેમણે ભૂતકાળમાં બનેલા થાનના ગોળિવારનો કિસ્સો હોય, ઉનાનો લાઠીકાંડ હોય, પાટણનો બળાત્કાર કાંડ હોય, કે મહેસાણાનો અગ્નિકાંડ હોય. સકરારે સતત અને સતત આરોપીઓને છાવરવાનો પ્રયત્ન કર્યો છે. સરકાર પીડિત લોકોને ન્યાય આપવામાં સંપૂર્ણ નિષ્ફળ ગઇ છે. સત્તામાં રહેલા લોકોએ સમાનત અને સમરસતામાં ઝેર ગોળવાનું કામ કર્યું છે.

તેમણે વધુંમાં જણાવ્યા પ્રમાણે વડાપ્રધાન મોદીએ ઉત્તર પ્રદેશમાં ચૂંટણી પ્રાચર દરમિયાન બસપા સુપ્રીમો માયાવતી ઉપર ટીપ્પણી કર્યાબાદ લ્હોર કાંડ સહિતના કાંડ ગુજરાતમાં બન્યા છે.
First published: May 15, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...