અમદાવાદ : હાર્દિક પટેલ (Hardik Patel) અને કૉંગ્રેસ (Congress) વચ્ચેના ગજગ્રાહમાં રોજ રોજ વધારો થઈ રહ્યો છે. હાર્દિક પટેલ રોજ મીડિયા સમક્ષ નિવેદન આપી રહ્યા છે કે તેમને કૉંગ્રેસ કામ આપી રહી નથી. કૉંગ્રેસમાં (Gujarat congress Hardik Conflict) તેમનું માન જળવાઈ રહ્યુ નથી. જોકે, કૉંગ્રેસ કહી રહી છે કે હાર્દિક પટેલ તેમની સાથે વાત કરી રહ્યા નથી. દરમિયાન હાર્દિકની નારજગી મુદ્દે કૉંગ્રેસના વધુ એક નેતાનું નિવેદન સામે આવ્યું છે.
આ મુદ્દે કૉંગ્રેસ નેતા પ્રવક્તા મનિષ દોશીએ જણાવ્યું કે, "કૉંગ્રેસ પક્ષમાં કોઈ પણ કાર્યકર હોય, આગેવાન હોય કોઈ પણ હોય સૌને સાંભળે છે. કૉંગ્રેસ પક્ષે નાની ઉંમરમાં તેમને મોટી જવાબદારી આપી જે નાની ઉંમરે તેમને મળી છે.
કાર્યકર્તા વર્ષો સુધી કામ કરે ત્યારે પણ આવી જવાબદારી મળતી નથી
હાર્દિક ભાઈએ તેમને કામ કરવાની પદ્ધતિથી અથવા અન્ય કોઈ સૂચન હોય તો તેમણે પક્ષના પ્લેટફોર્મ વાત કરવી જોઈએ. વારંવાર પક્ષમાં વાત કરવાના બદલે માધ્યમોમાં વાત કરવાથી પક્ષને નુકસાન થાય છે. અનેક કાર્યકર્તા વર્ષો સુધી કામ કરે ત્યારે પણ આવી જવાબદારી મળતી નથી. કૉંગ્રેસ પક્ષે નેતૃત્વએ તેમને જવાબદારી આપી હોય ત્યારે પક્ષના પ્લેટફોર્મમાં વાત કરવી જોઈએ.
મનિષ દોશીએ ઉમેર્યુ, 'અમારા નેતા રાહુલજી, સોનિયાજી હંમેશા લોકોને તક આપે છે. પક્ષમાં હાર્દિક પટેલને રહેવું કે નહીં તે અંગત નિર્ણય છે. હું ન્યૂઝ18ના માધ્યમથી વધુ એકવાર કહું છું કે જો કોઈ પણ પ્રશ્ન હોય તો પક્ષના માધ્યમથી કરવું જોઈએ. પક્ષના વિવિદ પ્લેટફોર્મ પરથી વાત રજૂ કરી શકો છો.
મનિષ દોશીએ ટાંક્યું, 'હાર્દિક પટેલે વારંવાર મીડિયા સમક્ષ પોતાનો પક્ષ રજૂ કરવાના બદલે પક્ષને વાત કરવી જોઈએ. હાર્દિક પટેલેને કામ કરવાની અને લોકો સાથે કામ કરવાની કોઈ સમસ્યા હોય તો પક્ષને મળે અને પક્ષના ફોરમ પર વાત કરે. મીડિયા સામે આવા નિવેદનો આપવાથી પક્ષને નુકસાન થતું હોય છે. મને લાગે છે હાર્જિક પટેલ સમજદાર છે અને તેઓ યોગ્ય ચર્ચા કરશે.
Published by:Jay Mishra
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર