હાર્દિક પટેલ દ્વારા ફરી એકવાર કોંગ્રેસ માટે ચોંકાવનારૂ નિવેદન?
હાર્દિક પટેલ (Hardik Patel) દ્વારા ફરી એકવાર કોંગ્રેસ (Congress) માટે ચોંકાવનારૂ નિવેદન સામે આવ્યું છે, પહેલ ભાજપ (BJP) ના વખાણ કર્યા અને હવે ડ્રગ્સ (Drugs) નો વારંવાર જથ્થો ઝડપી પાડવા માટે એજન્સીઓની પ્રશંસા કરી છે.
અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણી (Gujarat Assembly Election) થવા જઈ રહી છે ત્યારે કોંગ્રેસના નેતા હાર્દિક પટેલ (Congress leader Hardik Patel) કોંગ્રેસ પક્ષથી નારાજ ચાલી રહ્યા છે. અને એક પછી એક ચોંકાવનારા નિવેદનો કરી રહ્યા છે. બીજી તરફ હાર્દિક પટેલ (Hardik Patel0 ભાજપ (BJP)ના કાર્યોને પણ વખાણી રહ્યા છે. કોંગ્રેસ નેતા હાર્દિક પટેલે ગુજરાતના રાજકારણ (Gujarat Politics) માં ડ્રગ્સનો (Drugs) મુદ્દો ઉઠાવ્યો છે. તેણે ટ્વીટ કરીને એજન્સીઓના વખાણ કર્યા હતા. પરંતુ તેમણે યુવકોને સાવધાન કરવાનું પણ કામ કર્યું છે. તેને ભાર આપતા કહ્યું હતું કે ડ્રગ્સમાંતી મુક્તિ બાદ જ સપનાનું ભારત બની શકે છે.
તેમણે ટ્વીટમાં લખ્યું હતું કે તાજેતરમાં જમીન અને સમુદ્ર સીમાઓ ઉપર મોટી માત્રામાં નશીલી દવાઓની ખેપ પકડવાના મામલાઓ સામે આવ્યા છે. હું એ અધિકારીઓના વખાણ કરું છું જેમણે એ નક્કી કર્યું છેકે નશીલા પદાર્થો દેશમાં પ્રવેશ ન કરે. અને આપણા યુવાઓનું ભવિષ્ય ખરાબ ન કરે.
વધુમાં તમણે લખ્યું છે કે મોટા પ્રમાણમાં સમાજને પણ જવાબદારી લેવી જોઈએ જેથી આપણા યુવાઓ પંજાબના યુવકોની જેમ બરબાદ ન થઈ જાય. હાર્દિક પટેલે કહ્યું કે જ્યારે હું ચૂંટણી માટે પંજાબ ગયો હતો ત્યારે મેં જોયું હતું કે કેવી રીતે નશીલા પદાર્થો આખા પરિવારને બરબાદ કરી દે છે. ભારતને યુવા-ધનને જન આંદોલનોના માધ્યમથી સુરક્ષિત કરવા જોઈએ. જેમાં ખુબ જ ઓછી ઉંમરના યુવકો માટે જાગૃતિ અને શિક્ષાનો પણ સમાવેશ થાય છે. ત્યારે જ આપણે સપનાનું ભારત નિર્માણ કરી શકીશું.
આ પહેલા અનેક વખત સામાજિક મુદ્દાઓ ઉપર પોતાના વિચારો રાખતા સતત યુવકોને પોતાની સાથે જોડવાનો પ્રયત્ન કરતા હતા. આમ છતાં આ મુદ્દા ઉપરાંત વચ્ચે વચ્ચે હાર્દિક દ્વારા ધર્મની રાજનીતિ પણ કરતો હતો. તે પાછલા અનેક દિવસોમાં કહી ચૂક્યો છે કે તે સૌથી મોટો હિન્દુ છે અને તે સાબિત કરવાની જરૂર નથી.
ઉલ્લેખનીય છેકે ગુજરાતમાં થનારી વિધાનસભાની ચૂંટણીની (Gujarat Assembly Election) તડામાર તૈયારીઓ ચાલી રહી છે. દરેક પક્ષોના દિગ્ગજ નેતાઓ પોતાની પાર્ટીને (Political Parties leader) જીતાડવા માટે એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે. ત્યારે કોંગ્રેસ નેતા હાર્દીક પટેલે પણ આગામી ગુજરાત વિધાનસભા ચૂંટણી લડવાના સંકેતો આપ્યા હતા.
કોંગ્રેસ લીડર (Congress leader) અને પાટીદાર નેતા એવા હાર્દિક પટેલને (Hardik patel) સુપ્રીમ કોર્ટ તરફથી (Supreme court) રાહત મળી હતી. ત્યારબાદ હાર્દિક પટેલે મીડિયા સમક્ષ આવીને નિવેદન આપ્યું હતું. હાર્દિક પટેલે વાત વાતમાં વિધાનસભા ચૂંટણી લડવાના સંકેત આપ્યા હતા. તેણે નિવેદન આપતા જણાવ્યું હતું કે, મને ચોક્કસ ભરોષો છે, હવે વિધાનસભા જઈ જે કરવાનું હશે તે કરીશું