Home /News /ahmedabad /કોંગ્રેસ ધારસભ્ય ગ્યાસુદ્દીન શેખનો tweet bomb,પ્રમુખ અને વિપક્ષ નેતા નામ જાહેરાત પર ગણગણાટ
કોંગ્રેસ ધારસભ્ય ગ્યાસુદ્દીન શેખનો tweet bomb,પ્રમુખ અને વિપક્ષ નેતા નામ જાહેરાત પર ગણગણાટ
ફાઈલ તસવીર
Gujarat congress news:તેવામાં કોંગ્રેસ નેતા અને ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખ (Congress leader and MLA Gyasuddin Sheikh) ટ્વિટ (tweet) કરી કોંગ્રેસ હાઇ કમાન્ડને માંગ કરી છે સત્વરે ગુજરાત કોંગ્રેસ નવા સુકાની નામના જાહેરાત કરવામાં આવે.
અમદાવાદઃ ગુજરાત કોંગ્રેસમાં (Gujarat congress) છેલ્લા અનેક મહિનાઓથી ઘમાસાણ ચાલી રહ્યું છે કે ગુજરાત પ્રમુખ અને વિપક્ષના નવા નેતા કોણ હશે. તેવામાં કોંગ્રેસ નેતા અને ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખ (Congress leader and MLA Gyasuddin Sheikh) ટ્વિટ (tweet) કરી કોંગ્રેસ હાઇ કમાન્ડને માંગ કરી છે સત્વરે ગુજરાત કોંગ્રેસ નવા સુકાની નામના જાહેરાત કરવામાં આવે. રાહુલ ગાંધી (rahul gandhi) અને કે.સી. વેણુગોપાલને (K.C. Venugopal) ઉલ્લેખીને કર્યું ટ્વિટ કરતા લખ્યું છે કે ભાજપ દ્વારા ગુજરાતમાં મુખ્યમંત્રી (Gujarat CM) અને મંત્રીમંડળ બદલી નાંખ્યું છે. વર્તમાન સમયમાં ગુજરાતને કોંગ્રેસ માટે અનુકૂળ પરિસ્થિતિ છે, સત્વેર આક્રમક નેતૃત્વ પ્રદાન કરવા આવે તેવા મારી લાગણી અને માગણી છે
કોંગ્રેસ ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે News18 Gujarati સાથે વાતચિતમા જણાવ્યુ છે કે ટ્વિટ કરવા પાછળનો મારો ઉદેશ્ય તે છે કે હાલ ગુજરાત કોંગ્રેસ તરફી વાતાવરણ છે . ગુજરાત ભાજપે મુખ્યમંત્રી અને મંત્રી મંડળ બદલ્યું છે. વર્તમાન ભાજપ સરકારના મંત્રીઓમાં અનુભવની અછત જોવા મળી રહી છે. જે કોંગ્રેસ માટે સારી તક છે.
રાજીવ સાતવના નિધન પગલે નવા પ્રમુખ અને વિપક્ષ નેતાની પસંદગી અટકી હતી. તેમજ રાજસ્થાન , પંજાબ સહિત અન્ય રાજ્યમા કોંગ્રેસ માટે પડકારો હતા . કોંગ્રેસ પાર્ટીએ હાલ આ રાજ્યમા સ્ટેબલ સરકાર બની છે . તેમજ આંતરિક ચાલી રહેલા વિવાદનું કોકડું ઉકેલાય ગયું છે.
વધુમા કોંગ્રેસ ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખ જણાવ્યુ હતુ કે દિલ્હી હાઇ કમાન્ડ હજુ પણ મોડું કરશે તો કોંગ્રેસ પક્ષ માટે ઘાતક સાબિત થશે. ભાજપ ગમે સમયે ગુજરાત ચૂંટણી લાવી શકે છે. ઉત્તર પ્રદેશ, પંજાબ સહિત પાંચ રાજ્યમા ભાજપ દેખાવ નબળો છે.
તેથી એક વાતાવરણ બનાવવા માટે ગુજરાત પણ ચૂંટણી વહેલા જાહેર કરી શકે છે . ગુજરાત નરેન્દ્ર મોદી અને અમિત શાહ નું હોમ રાજ્ય છે તે ક્યારે ન હારે તેવી કૌશિક કરશે . હજુ પણ કોંગ્રેસ પાસે સમય છે . સારા પરિણામ અપેક્ષા હોય તો સત્વરે આક્રમક નેતૃત્વ સ્થાન પાર્ટીએ આપવું જોઇએ.