Home /News /ahmedabad /ડ્રગ્સ મુદ્દે કોંગ્રેસના ધરણા, રિઝેક્ટ ડ્રગ્સ-રિઝેક્ટ ભાજપ કેમ્પેઇન લોન્ચ કરી ટોલ ફ્રી નંબર જાહેર કર્યો 

ડ્રગ્સ મુદ્દે કોંગ્રેસના ધરણા, રિઝેક્ટ ડ્રગ્સ-રિઝેક્ટ ભાજપ કેમ્પેઇન લોન્ચ કરી ટોલ ફ્રી નંબર જાહેર કર્યો 

એક સમય માટે કોંગ્રેસના કાર્યકર્તાઓ રસ્તો રોકી વિરોધ નોંધાવતા પોલીસ અને કાર્યકર્તા વચ્ચે ઘર્ષણ સર્જાયુ હતું.

Reject Drugs-Reject BJP Campaign: કોંગ્રેસ પક્ષ દ્વારા ડ્રગ્સ નાબુદી માટેની લડાઈ અંતર્ગત વેબસાઈટ અને ટોલ ફ્રી નંબરનું લોકાર્પણ કરવામાં આવ્યું છે જેમાં મોટી સંખ્યામાં યુવાનો જોડાઈ ગુજરાતને  ડ્રગ્સ મુક્ત ગુજરાત બનાવવા સંકલ્પ કરશે.

Reject Drugs-Reject BJP Campaign: આજે ડ્રગ્સ મુદે કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું . રાહુલ ગાંધી દ્વારા ડ્રગ્સ મુદે ટ્વિટ કરી ભાજપ સરકારને સવાલો પૂછવામા આવ્યા હતા. ગુજરાત કોંગ્રેસે સાબરમતી આશ્રમ બહાર બત્રીસી હોલ પાસે ધરણા પ્રદર્શન કર્યા હતા. એક સમય માટે કોંગ્રેસના કાર્યકર્તાઓ રસ્તો રોકી વિરોધ નોંધાવતા પોલીસ અને કાર્યકર્તા વચ્ચે ઘર્ષણ સર્જાયુ હતું. જોકે કોંગ્રેસ નેતાઓ અને પોલીસના ઉચ્ચ અધિકીરી મધ્યસ્થી કરતા મામલો થાળે પડ્યો હતો.

કોંગ્રેસ ધારાસભ્ય ગ્યાસુદીન શેખ દ્વારા સરકાર પર અને પોલીસ પર ગંભીર આરોપ લગાવતા જણાવ્યું હતું કે, પોલીસ વિભાગમાં અધિકારીઓ ક્રિમ પોસ્ટીગ માટે રૂપિયા આપે છે. તેમજ લોકસભા અને વિધાનસભા ચૂંટણીમાં ભાજપના નેતાઓ પોલીસ વિભાગ પાસેથી ફંડિગનુ કામ સોપવામા આવે છે. શહેરની નામાંકિત કોલેજ કેમ્પસમા આજે સારા ઘરના દીકરા-દીકરીઓ ડ્રગ્સના રવાડે ચઢી છે. તેમજ સારા પરિવારની છોકરીઓ ડ્રગ્સ માટે પોતાનું શરીર પણ વેચવા મજબુત બની જાય છે. રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી પાસેથી ગૃહ વિભાગ લઇ બાળ વિકાસ વિભાગ આપવો જોઇએ કે પછી હર્ષ સંઘવી પાસેથી રાજીનામાં જ લઇ લેવું જોઇએ.ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના સોશીયલ મીડિયા–ડિઝિટલ મીડિયાયા ડીપાર્ટમેન્ટના અધ્યક્ષ અને રાષ્ટ્રીય પ્રવક્તા સુપ્રિયા શ્રીનેતેએ જણાવ્યું હતું કે, પૂજ્ય મહાત્મા ગાંધી- સરદારની ભૂમિ ગુજરાત સુખ, શાંતિ, સલામતી અને એકતા માટે સમગ્ર વિશ્વમાં આગવી ઓળખ ધરાવે છે. ગુજરાતનો ઈતિહાસ ગાંધી-સરદારનો વારસો છે. પરંતુ ભાજપ સરકારે ગુજરાતનું ભવિષ્ય એવા યુવાનોને ડ્રગ્સના હવાલે સોંપી દીધું છે. દેશમાં ડ્રગ્સનું સૌથી મોટું પ્રવેશદ્વાર કેમ ગાંધીની ભૂમિ બની રહી છે? આખરે ગુજરાતને ડ્રાય સ્ટેટમાંથી ડ્રગ્સ સ્ટેટ કોણ બનાવી રહ્યું છે? છેલ્લા છ મહિનાની અંદર જ ગુજરાતમાં 25 હજાર કરોડ રૂપિયાનું ડ્રગ્સ પકડાયું છે જેમાં શાસકો સાથે જોડાયેલા મોટા માથાઓની સામેલગીરીને સ્પષ્ટ રીતે દેખાઈ આવે છે, એકમાત્ર મુન્દ્રા પોર્ટ પરથી રૂ. 25,000 કરોડના ડ્રગ્સ ઝડપાયું, ત્યારે સરકાર ડ્રગ્સના વેપારની તપાસ કેમ નથી કરતી? કેન્દ્રીય એજન્સીઓ ED, CBI, NCB ક્યાં છે? પરંતુ હવે આ ડ્રગ્સનો ધંધો માત્ર બંદરો પૂરતો જ સીમિત નથી, ગુજરાતમાં 3 મહિનામાં 4 ફેક્ટરીઓ ઝડપાઈ છે.

આ પણ વાંચો-બોટાદનાં રાણપુરમાં ભારતીય બનાવટનો 500 પેટી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો

હવે ડ્રગ્સ દૂર-દૂરના વિસ્તારોમાં પહોંચી રહ્યું છે, વડોદરા, ભરૂચ જેવા સ્થળોએ ફેક્ટરીઓમાં ડ્રગ્સ બનાવવામાં આવી રહ્યું છે. મેડ ઈન ઈન્ડિયાએ રોજગારીનું સર્જન નથી કર્યું, ભાજપ સરકારની નીતિઓને લીધે ચોક્કસપણે “મેક ઈન ગુજરાત વાળા ડ્રગ્સ” નું ઉત્પાદન કરવામાં આવી રહ્યું છે. આ કેટલું ખતરનાક થઈ રહ્યું છે. ડ્રગ્સ એ દેશ અને રાજ્યના ભવિષ્યને બરબાદ કરી રહ્યું છે. આપણે બધાએ જોયું છે કે એક સમયના ખૂબ જ વિકસિત રાજ્ય પંજાબના શું હાલ થયા અને કેવી રીતે ડ્રગ્સથી તેમના યુવાનોને ગુમાવ્યાં. શું આપણે ગુજરાતમાં આવું થવા દઈશું?

ગુજરાતના યુવાનોના ભવિષ્યને બચાવવા માટે અને ગુજરાતમાંથી ડ્રગ્સને ઝાકારો આપવા માટે કોંગ્રેસ પક્ષ દ્વારા ડ્રગ્સ નાબુદી માટેની લડાઈ અંતર્ગત વેબસાઈટ - https://rejectdrugsrejectbjp.in/ ટોલ ફ્રી નંબર : 1800-120-7840 નું લોકાર્પણ કરવામાં આવ્યું છે જેમાં મોટી સંખ્યામાં યુવાનો જોડાઈ ગુજરાતને  ડ્રગ્સ મુક્ત ગુજરાત બનાવવા સંકલ્પ કરશે.

આ પણ વાંચો- ગુજરાતમાં કોરોના કેસમાં મોટો ઘટાડો, જાણો કયા કેટલા કેસ નોંધાયા

તેમણે વધુમાં જણાવ્યુ હતું કે ગંભીર અને ગુન્હાહિત નિષ્ફળતાઓને પગલે ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ તાત્કાલિક તેમના પદ પરથી રાજીનામું આપવું જોઈએ અને જો તેઓ આમ ન કરે તો તેમને તાત્કાલિક બરતરફ કરવામાં આવે તેવી માંગ સાથે કોંગ્રેસ પક્ષ કેટલાક મહત્વપૂર્ણ પ્રશ્નો પુછી રહ્યાં છીએ.

1. દેશના યુવાનોને રોજગારને બદલે ડ્રગ્સ તરફ ધકેલનાર કોણ છે?

2. ભારતના ભવિષ્યને ડ્રગ્સના મુખમાં ધકેલી દેવાના આટલા મોટા ષડયંત્ર પર દેશના વડાપ્રધાન અને ગૃહમંત્રી કેમ મૌન છે?

3. શું આટલી મોટી માત્રામાં ડ્રગ્સ રાજકીય સમર્થન વિના આવી શકે? દેશ સામેના આવા ષડયંત્રને નિષ્ફળ બનાવવા માટે સરકારે છેલ્લા એક વર્ષમાં કઈ નક્કર નીતિ બનાવી છે?

4. નાની નાની ટ્રેડીંગ કરતી કંપનીઓને પકડાવી એ માત્ર આંખમાં ધૂળ નાંખવા સમાન છે - પણ આજે પણ દેશમાં આટલી મોટી ડ્રગ સિન્ડિકેટ કોણ ચલાવી રહ્યું છે? આટલી મોટી માત્રામાં ડ્રગ્સ કોણ આયાત કરી રહ્યું છે.

5. ખાનગી બંદરોથી ડ્રગ્સ બેરોકટોક-નિર્ભયપણે આવી રહ્યું છે - ગુજરાતના ખાનગી બંદરો તમામ પ્રકારના ડ્રગ્સનું પ્રવેશદ્વાર કેવી રીતે બની રહ્યા છે? બંદરોના માલિકોની કોઈ પૂછપરછ કેમ નથી?

6. ગુજરાતના દરિયાકાંઠેથી વધી રહેલા આ ડ્રગ્સના આવન-જાવનને રોકવા માટે, બંદરનું સંચાલન કરતા ખાનગી જૂથે તેમના માટે કોઈ નવા નિયમો કે ધોરણો બનાવ્યા છે?

7. કેન્દ્રીય એજન્સી CBI, ED, NCB ક્યાં છે? આ ડ્રગ્સ રેકેટ સામે કોઈ નિર્ણાયક પગલાં કેમ લેવાતા નથી?
Published by:rakesh parmar
First published:

Tags: Drugs Case, Gujarati news, અમદાવાદ, ડ્રગ્સ રેકેટ

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन