Home /News /ahmedabad /કોંગ્રેસની પ્રથમ યાદી Exclusive ન્યૂઝ 18 ગુજરાતી પર, જાણી લો ક્યા નામની બની પેનલ 

કોંગ્રેસની પ્રથમ યાદી Exclusive ન્યૂઝ 18 ગુજરાતી પર, જાણી લો ક્યા નામની બની પેનલ 

ભાજપના ગઢ ગણાતા અમદાવાદ શહેર અને જિલ્લા પર પંજાનો કબજો કરવા માટે કોંગ્રેસ કવાયત હાથ ધરી છે.

Gujarat Assembly Election 2022: અમદાવાદ શહેર અને જિલ્લાની 21 બેઠક પર પ્રદેશ કોંગ્રેસ નામ તૈયાર કરી દિલ્હી હાઇ કમાન્ડ સોંપી દીધા છે. સ્ક્રિનીગ કમિટીએ પણ નામ પર મ્હોર મારી પેનલ તૈયાર કરી હાઇ કમાન્ડે સમક્ષ મુકી દીધા છે. આખરી નિર્ણય દિલ્હી હાઇ કમાન્ડ કરશે.

વધુ જુઓ ...
ગુજરાત વિધાનસભા ચૂંટણીનું રણશિંગુ ફુકાઇ ગયું છે. ચૂંટણી પંચ દ્વારા ગુજરાત વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર કરી દેવામાં આવી છે. તેવામાં કોંગ્રસ ઉમેદવારની પસંદગી માટે મેરેથોન બેઠક કરી રહી છે.

ગુજરાતની 182 વિધાનસભા બેઠકમાં અમદાવાદ શહેર અને જિલ્લા બેઠક જીતવા માટે ભાજપ અને કોંગ્રેસ એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે. ભાજપના ગઢ ગણાતા અમદાવાદ શહેર અને જિલ્લા પર પંજાનો કબજો કરવા માટે કોંગ્રેસ કવાયત હાથ ધરી છે. કોંગ્રસ સ્ક્રિનિંગ કમિટી બેઠકમાં ઉમેદવારોના નામની પેનલ તૈયાર કરી કેન્દ્રીય ચૂંટણી સમિતિ સમક્ષ રજૂ કરાયા છે . ન્યુઝ 18 ગુજરાતી પર Exclusive માહિતી આ પ્રમાણે છે. અમદાવાદ શહેરના ચાર ધારાસભ્ય અને જિલ્લાની બે ધારાસભ્યોને રીપીટ કરાશે. હાલ કોંગ્રેસ દ્વારા સંભવિત ઉમેદવાર સાથે કરાઇ ટેલિફોન વાતચિત કરી જાણ કરી દેવામાં આવી છે.
બેઠકનામ
વેજલપુરરાજેશ પટેલ અને હાજી મિર્જા (કાઉન્સિલર)
ઘાટલોડિયાકનુભાઇ પટેલ ( કનુ કબડ્ડી ) અને મુકેશ પંચાલ
અમરાઇવાડીઘમભાઇ પટેલ
દરિયાપુરગ્યાસુદીન શેખ (રીપીટ)
જમાલપુરઇમરાન ખેડાવાલા (રીપીટ)
બાપુનગરહિંમતસિંહ પટેલ (રીપીટ)
દાણીલીમડાશૈલેષ પરમાર (રીપીટ)
નરોડામેઘરાજ ડોડવાણી અથવા કામિનીબહેન ઝા (ચાલુ કાઉન્સિલર) (એનસીપી ગંઠબંધન થાય તો નિકુલસિહ તોમર )
નિકોલરણજીતસિંહ બારડ અને વિષ્ણભાઇ દેસાઇ

ઠક્કરબાપાનગરજેડી પટેલ, મદનલાલ જેસ્વાલ અને વિજય બારોટ
વટવાગીતા પટેલ, પાયલબહેન પટેલ, નરેન્દ્રસિંહ ઠાકોર, બળવંત ગઢવી
એલિસબ્રિજભીખુભાઇ દવે અને રશ્મીભાઇ સુથાર
અસારવારાજશ્રી કેસરી (કાઉન્સિલર) વિપુલ પરમાર, બાબુ રૂપાલા
મણીનગરવિમલ શાહ અને રાજેશ સોની, ડોલી દવે
નારણપુરારમણભાઇ પટેલ, સોનલબહેન પટેલ, જગજીવન સોલંકી
સાબરમતીદિનેસસિંહ મહિડા, બળદેવ પંચાલ, મોહનભાઇ દેસાઇ
વિરમગામલાખાભાઇ ભરવાડ (રિપીટ)
ધંધુકારાજેશ ગોહિલ (રિપીટ)
સાણંદપંકજસિંહ વાઘેલા અને કાંતિભાઇ પટેલ (કોળી)

દસ્ક્રોઇઉમેશ ઝાલા
ધોળકાઅશોકભાઇ રાઠોડ અને જસુભાઇ સોલંકી

અમદાવાદ શહેર અને જિલ્લાની 21 બેઠક પર પ્રદેશ કોંગ્રેસ નામ તૈયાર કરી દિલ્હી હાઇ કમાન્ડ સોંપી દીધા છે. સ્ક્રિનીગ કમિટીએ પણ નામ પર મ્હોર મારી પેનલ તૈયાર કરી હાઇ કમાન્ડે સમક્ષ મુકી દીધા છે. આખરી નિર્ણય દિલ્હી હાઇ કમાન્ડ કરશે. ભાજપ યાદી જાહેર થયા બાદ જ કોગ્રેસ પોતાની યાદી જાહેર કરશે.
Published by:rakesh parmar
First published:

Tags: Assembly elections, Assembly elections 2022, અમદાવાદ, ગુજરાત

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन