રાહુલ ગાંધી સામે સવાલ ઉઠાવનાર બરખા સિંહ 6 વર્ષ માટે કોંગ્રેસમાંથી બહાર

Haresh Suthar | News18 Gujarati
Updated: April 21, 2017, 12:13 PM IST
રાહુલ ગાંધી સામે સવાલ ઉઠાવનાર બરખા સિંહ 6 વર્ષ માટે કોંગ્રેસમાંથી બહાર
કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીના નેતૃત્વ સામે સવાલ ઉઠાવનાર બરખા શુકલા સિંહને કોંગ્રેસ પાર્ટીએ 6 વર્ષ માટે બહાર કર્યા છે. એમની સામે પાર્ટી વિરોધી ગતિવિધિઓ કરવાનો આરોપ છે.
Haresh Suthar | News18 Gujarati
Updated: April 21, 2017, 12:13 PM IST
નવી દિલ્હી #કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીના નેતૃત્વ સામે સવાલ ઉઠાવનાર બરખા શુકલા સિંહને કોંગ્રેસ પાર્ટીએ 6 વર્ષ માટે બહાર કર્યા છે. એમની સામે પાર્ટી વિરોધી ગતિવિધિઓ કરવાનો આરોપ છે.

ન્યૂઝ 18 ઇન્ડિયાના અનુસાર દિલ્હી મહિલા આયોગના પૂર્વ અધ્યક્ષ બરખા સિંહે રાહુલ ગાંધીના કામકાજ સામે સવાલ કરતાં એમના નેતૃત્વ સામે સવાલ ઉઠાવ્યા હતા. સાથોસાથ અજય માકન સામે બેહુદુ વર્તન કરવાનો પણ આરોપ લગાવ્યો હતો. બાદમાં ગુરૂવારે બરખા સિંહે ગુરૂવારે મહિલા કોંગ્રેસના અધ્યક્ષ પદેથી રાજીનામું આપી દીધું હતું. જોકે એમણે એ કહ્યું હતું કે, તે પાર્ટી નહીં છોડે.

બરખા સિંહે કહ્યું કે, રાહુલ ગાંધી અને અજય માકનના નેતૃત્વમાં કોંગ્રેસ પાર્ટીએ મહિલા સશક્તિકરણ તથા મહિલા સુરક્ષા મુદ્દાઓનો ઉપયોગ માત્ર વોટ બેંક ખાતર જ કર્યો છે.

તેમણે કહ્યું કે, હાલના સંગઠનમાં જ્યારે ખુદ હું અસુરક્ષિત છું તો આ સંગઠનમાં રહીને હું મહિલાઓને કેવી રીતે સશક્ત કરી શકતી. એ માટે મેં દિલ્હી મહિલા કોંગ્રેસ અધ્યક્ષ પદેથી રાજીનામું આપી દીધું છે.

બરખા સિંહે પાર્ટીના ઉપાધ્યક્ષની ક્ષમતા સામે સવાલ ઉઠાવનાર પાર્ટીના અન્ય વરિષ્ઠ નેતાઓના નિવેદનનો આગળ ધરતાં કહ્યું કે, પાર્ટીનું નેતૃત્વ કરવામાં રાહુલ ગાંધી અક્ષમ છે અને આ કારણે જ કોંગ્રેસના ઘણા નેતાઓ પાર્ટી છોડીને જતા રહ્યા છે.
First published: April 21, 2017
पूरी ख़बर पढ़ें
अगली ख़बर