Home /News /ahmedabad /Hardik Patel to Join BJP: હાર્દિક પટેલ 30મીએ ભાજપનો ખેસ ધારણ કરશે, બીજેપી હાઇકમાન્ડે આપી લીલીઝંડી!

Hardik Patel to Join BJP: હાર્દિક પટેલ 30મીએ ભાજપનો ખેસ ધારણ કરશે, બીજેપી હાઇકમાન્ડે આપી લીલીઝંડી!

હાર્દિક પટેલ (ફાઇલ તસવીર)

Hardik to join BJP: રિપોર્ટ અહેવાલ પ્રમાણે હાર્દિક પટેલે એવી ઈચ્છા જાહેર કરી હતી કે નરેન્દ્ર મોદીના આગામી ગુજરાત પ્રવાસ વખતે અથવા ગાંધીનગર ખાતે યોજાનાર સહકાર સંમેલનમાં અમિત શાહની હાજરીમાં ભગવો ખેસ ધારણ કરવો.

અમદાવાદ: કૉંગ્રેસમાંથી રાજીનામું આપનાર યુવા નેતા હાર્દિક પટેલ (Hardik Patel) કૉંગ્રેસનો હાથ પકડીને ભારતીય જનતા પાર્ટી (BJP)નું કમળ પકડશે તે નક્કી છે. હાર્દિક પટેલ આગામી 30મી મેના રોજ વિધિવત રીતે ભારતીય જનતા પાર્ટીમાં જોડાશે. ગુજરાતના અગ્રણી દૈનિક વર્તમાનપત્ર ગુજરાત સમાચારમાં છપાયેલા અહેવાલ પ્રમાણે હાર્દિકના પ્રવેશને લઈને બીજેપી હાઇકમાન્ડની લીલીઝંડી મળી ગઈ છે. ઉલ્લેખનીય છે કે હાર્દિક પટેલે 18મી મેના રોજ કૉંગ્રેસ પાર્ટીના તમામ હોદ્દા પરથી રાજીનામું ધરી દીધું હતું.

હાઇકમાન્ડે હાર્દિકની બે ઇચ્છા માન્ય ન રાખી


સમાચારપત્રના અહેવાલ પ્રમાણે હાર્દિક પટેલે એવી ઈચ્છા જાહેર કરી હતી કે નરેન્દ્ર મોદીના આગામી ગુજરાત પ્રવાસ વખતે અથવા ગાંધીનગર ખાતે યોજાનાર સહકાર સંમેલનમાં અમિત શાહની હાજરીમાં ભગવો ખેસ ધારણ કરવો. જોકે, હાઇકમાન્ડે હાર્દિક પટેલની આ બંને માંગણી ગ્રાહ્ય ન રાખી હોવાનું જાણવા મળે છે. આથી હાર્દિક પટેલ આગામી 30મીએ કમલમ ખાતે ભારતીય જનતા પાર્ટીમાં સામેલ છે.

હાર્દિકની સાથે તેના વિશ્વાસુઓ અને કાર્યકરો પણ ભારતીય જનતા પાર્ટીમાં સામેલ થાય તેવી ચર્ચા ચાલી રહી છે. જોકે, કમલમ ખાતે શક્તિ પ્રદર્શન માટે હાર્દિક પટેલને મંજૂરી મળી નથી. આથી શક્ય છે કે 30મી તારીખે કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા સહિતના નેતાઓ કમલમ ખાતે હાજર રહેશે ત્યારે હાર્દિક પટેલ કેસરિયો ખેસ ધારણ કરે.

ભારતીય જનતા પાર્ટીમાં આંતરિક મતભેદ


હાર્દિક પટેલને પક્ષમાં પ્રવેશ આપવાને લઈને ભારતીય જનતા પાર્ટીની અંદર હાલ આંતરિક મતભેદ જોવા મળી રહ્યો છે. રાજકીય નિષ્ણાતો માની રહ્યા છે કે રાજદ્રોહ સહિતના કેસમાં મુક્તિ માટે હાર્દિકે ભારતીય જનતા પાર્ટીમાં જવાનું નક્કી કર્યું છે. હાર્દિકના પ્રવેશની અટકળો વચ્ચે ભારતીય જનતા પાર્ટીનો જ એક વર્ગ ખુશ નથી.

આ પણ વાંચો: હાર્દિક પટેલના રાજીનામાનો પત્ર કમલમ ખાતે લખાયો: જગદીશ ઠાકોર

હાર્દિકને લઈને મતમતાંતર


ભૂતકાળમાં હાર્દિક પટેલ બીજેપીના અનેક નેતાઓ વિરુદ્ધ બેફામ નિવેદનો કરી ચુક્યો છે. આથી તેને હવે ખભે બેસાડવો યોગ્ય નથી, તેમ બીજેપીન એક વર્ગ માની રહ્યો છે. ચર્ચા પ્રમાણે ભારતીય જનતા પાર્ટીમાં હાર્દિક પટેલને લઈને મતમતાંતર છે. એક પક્ષ એવું સ્પષ્ટ માને છે કે હાર્દિકે બેફામ વાણીવિલાસ કર્યો છે, આથી ભાજપમાં પ્રવેશ પહેલા તેણે પક્ષની માફી માંગવી જોઈએ. બીજો પક્ષ એવું માને છે કે હાર્દિકને ભાજપમાં પ્રવેશ આપીને તેને કદ પ્રમાણે વેતરીને બદલો લેવો જોઈએ.

આ પણ વાંચો: હાર્દિકે પાર્ટી છોડતી વખતે ગરીમા જાળવવાની જરૂરી હતી : જિગ્નેશ મેવાણી
" isDesktop="true" id="1211773" >

એક પક્ષ એવું માની રહ્યો છે કે હાર્દિક રાજદ્રોહ સહિતના કેસમાંથી બચવા માટે જ ભારતીય જનતા પાર્ટીમાં આવી રહ્યો છે. અમુક લોકો એવું પણ માને છે કે હાર્દિકના સિક્કા એટલા જ પડતા હોય તો વિધાનસભાની ચૂંટણી બાદ યોજાયેલી પાલિક, નગરપાલિકા સહિતની ચૂંટણીઓમાં કૉંગ્રેસ પાર્ટીનું કલ્યાણ થઈ ગયું હોત!
First published:

Tags: Hardik Patel Patidar, કોંગ્રેસ, ભાજપ, હાર્દિક પટેલ

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો