Home /News /ahmedabad /Gujarat Election 2022: ગુજરાતમાં કૉંગ્રેસના ચૂંટણી ઢંઢેરામાં જનતાની વાત હશે: અશોક ગહેલોત

Gujarat Election 2022: ગુજરાતમાં કૉંગ્રેસના ચૂંટણી ઢંઢેરામાં જનતાની વાત હશે: અશોક ગહેલોત

અશોક ગેહલોત (ફાઇલ તસવીર)

Ashok Gehlot big announcement for Gujarat Election 2022: અશોક ગહેલોતે પોતાની સરકાર બને તો જૂની પેન્શન યોજનાને ફરીથી લાગૂ કરવાની જાહેરાત કરી છે. આ ઉપરાંત તેમણે એવું જણાવ્યું હતું કે, કૉંગ્રેસના ચૂંટણી ઢંઢેરામાં એવી જ વાત હશે જે ગુજરાતની જનતા ઇચ્છી રહી છે.

વધુ જુઓ ...
    અમદાવાદ: ગુજરાતમાં આગામી વિધાનસભા ચૂંટણી (Gujarat Election 2022)ને લઈને ગતિવિધિ તેજ થઈ ગઈ છે. ચૂંટણીને ધ્યાનમાં રાખીને તમામ રાજકીય પાર્ટીઓએ તૈયારી આરંભી દીધી છે. આજે ગુજરાત કૉંગ્રેસના નિરીક્ષક અશોક ગહેલોતે અમદાવાદ ખાતે પત્રકાર પરિષદ સંબોધી હતી. ગહેલોતે કૉંગ્રેસના સિનીયર નેતાઓ અને ધારાસભ્ય સાથે રાત્રે બેઠક કર્યાં બાદ સવારે પત્રકાર પરિષદ કરી હતી. ગહેલોતે પત્રકાર પરિષદ દરમિયાન જણાવ્યું હતું કે, કૉંગ્રેસ ગુજરાતમાં આગામી ચૂંટણી જીતવા માટે મેદાનમાં ઉતરશે. આ દરમિયાન ગહેલોતે ગુજરાતના રોડ અને રસ્તાઓ પર પણ નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યુ હતુ કે, ગુજરાતના રસ્તાઓ આજે સારા રહ્યા નથી. પહેલા એવું કહેવાતું હતું કે રાજસ્થાનના રસ્તા સારા નથી, હવે પરિસ્થિતિ વિપરિત થઈ ગઈ છે.

    રાજસ્થાનની સ્વાસ્થ્ય યોજનાઓ ગુજરાતમાં લાગૂ થશે : અશોક ગહેલોત


    આ પ્રસંગે અશોક ગહેલોતે જણાવ્યું હતું કે, રાજસ્થાનની સ્વાસ્થ્ય યોજનાઓને ગુજરાતમાં લાગૂ કરવામાં આવશે. રાજસ્થાન જેવી સ્વાસ્થ્ય યોજના વિશ્વમાં ક્યાંય નથી. જો 2022માં કૉંગ્રેસ રાજ્યમાં સત્તા પર આવશે તો રાજસ્થાન સરકાર દ્વારા લાગૂ કરવામાં આવેલી સ્વાસ્થ્ય યોજના ગુજરાતમાં પણ લાગૂ કરવામાં આવશે. ગુજરાતમાં રાઇટ ટુ હેલ્થ મોડલ લાગૂ કરાશે. રાજસ્થાનની ચિરંજીવી સ્વાસ્થ્ય યોજના ગુજરાતમાં લાગૂ થશે. અંગોનું ટ્રાન્સપ્લાન્ટ ફ્રી ઓફ કોસ્ટ કરવામાં આવશે. આરોગ્ય વીમાનું પ્રીમિયમ પણ સરકાર ચૂકવશે.

    આ ઉપરાંત અશોક ગહેલોતે પોતાની સરકાર બને તો જૂની પેન્શન યોજનાને ફરીથી લાગૂ કરવાની જાહેરાત કરી છે. આ ઉપરાંત તેમણે એવું જણાવ્યું હતું કે, કૉંગ્રેસના ચૂંટણી ઢંઢેરામાં એવી જ વાત હશે જે ગુજરાતની જનતા ઇચ્છી રહી છે.


    બહુ ઝડપથી કૉંગ્રેસની પ્રથમ યાદી જાહેર થશે


    બીજી તરફ કૉંગ્રેસના કે.સી. વેણુગોપાલે પ્રેસ કોન્ફરન્સ કરીને જાહેરાત કરી છે કે, ગુજરાતમાં કૉંગ્રેસની પ્રથમ યાદી બહુ ઝડપથી જાહેર કરવામાં આવશે. તેમના જણાવ્યા પ્રમાણે 15 સપ્ટેમ્બર પહેલા કૉંગ્રેસ ઉમેદવારોની પહેલી યાદી જાહેર કરશે. જેમાં શહેરી વિસ્તારની સતત હાર વાળી બેઠકો અને નિશ્ચિત જીત વાળી બેઠકોનો સમાવેશ થાય છે. આ માટે ચર્ચા કરી લેવામાં આવી છે.
    " isDesktop="true" id="1242227" >

    શું કોંગ્રેસમાં થશે મોટો ફેરફાર?


    કોંગ્રેસના નવા અધ્યક્ષ (congress president)કોણ હશે તેને લઇને પાર્ટીમાં મંથન ચાલી રહ્યું છે. કોંગ્રેસના (congress) પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી (Rahul Gandhi)ફરી અધ્યક્ષ પદ સંભાળવા માંગતા નથી. જોકે, મોટાભાગના નેતા રાહુલ ગાંધીને અધ્યક્ષ બનાવવાના પક્ષમાં છે. સોનિયા ગાંધી (Sonia Gandhi) સામે આ નેતાઓએ તર્ક આપ્યો કે ગાંધી પરિવાર (Gandhi Family) સિવાય કોઇ પાર્ટીને એકજુટ રાખી શકશે નહીં. આ દરમિયાન સોનિયા ગાંધી રુટીન ચેકઅપ માટે રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી સાથે વિદેશ જઈ રહ્યા છે. જેથી અધ્યક્ષ પદનો મામલો લટકી ગયો છે. (વાંચો સંપૂર્ણ અહેવાલ...)
    Published by:Vinod Zankhaliya
    First published:

    Tags: Ashok Gehlot, Gujarat Assembly Elections 2022, કોંગ્રેસ, ગુજરાત ચૂંટણી 2022

    विज्ञापन
    विज्ञापन