સરકારી નોકરીમાં યુવાનોના ભવિષ્ય સાથે ભાજપ સરકારનાં ચેડાં: કૉંગ્રેસનો આક્ષેપ

મોંઘુ શિક્ષણએ ભાજપ સરકારની ગુજરાતને ભેટ છે. ફિક્સ પગાર-કોન્ટ્રાક્ટ પ્રથા – આઉટ સોર્સિગના વિવિધ નામે ભાજપ સરકાર લાખો યુવાનોનું વર્ષોથી આર્થિક શોષણ કરી રહી છે: અમિત ચાવડા

News18 Gujarati
Updated: October 12, 2019, 6:56 PM IST
સરકારી નોકરીમાં યુવાનોના ભવિષ્ય સાથે ભાજપ સરકારનાં ચેડાં: કૉંગ્રેસનો આક્ષેપ
ફાઇલ ફોટો
News18 Gujarati
Updated: October 12, 2019, 6:56 PM IST
અમદાવાદ: બિન સચિવાલય ક્લાર્કની પરીક્ષા અચાનક રદ કરતા કૉંગ્રેસે સરકાર પર આકરા પ્રહાર કરતાં કહ્યું કે, રાજ્યની ભાજપ સરકાર ગુજરાતના યુવાનોની કારકિર્દી સાથે ચેડાં કરી રહી છે.

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના (GPCC) પ્રમુખ અમીત ચાવડાએ (Amit Chavda) જણાવ્યું હતું કે, મધ્ય પ્રદેશની ભાજપ સરકારના “વ્યાપમ કૌભાંડ” ની જેમ ગુજરાતમાં સરકારી નોકરી – ભરતી માં “વ્યાપક કૌભાંડ” આચરવામાં આવી રહ્યું છે. ભાજપ સરકારના 22 વર્ષના શાસનમાં શિક્ષણનું વેપારીકરણ-ખાનગીકરણ ને કારણે સામાન્ય-મધ્યમ વર્ગના વિદ્યાર્થી-વાલીઓ હેરાન પરેશાન થઈ રહ્યાં છે.”

અમિત ચાવડાએ વધુમાં આક્ષેપ કરતા જણાવ્યું કે, મોંઘુ શિક્ષણએ ભાજપ સરકારની ગુજરાતને ભેટ છે. ફિક્સ પગાર-કોન્ટ્રાક્ટ પ્રથા – આઉટ સોર્સિગના વિવિધ નામે ભાજપ સરકાર લાખો યુવાનોનું વર્ષોથી આર્થિક શોષણ કરી રહી છે.

ભાજપ શાસનમાં તલાટીની નોકરી માટે 27 લાખ યુવાનો, 15-15 લાખ રૂપિયામાં નોકરીઓ, ટેટ – ટાટ ની પરીક્ષામાં પેપર ફુટવાની ઘટના, લોકરક્ષક દળની પેપર ફુટવાની ઘટના 9 લાખ યુવાન-યુવતીઓ, વનરક્ષકની પરીક્ષામાં
૭ લાખ અને બિનસચિવાલય કારકૂન અને ઓફિસ આસીસ્ટન્ટના 10.45 લાખ સહિત ગુજરાતવિદ્યુત બોર્ડ, અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશન, સુરત મ્યુનિસિપલ કૉર્પોરેશન, મુખ્ય સેવિકા, મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર સહિતની ભરતીમાં મોટા પાયે કૌભાંડ ભાજપ સરકારની ઓળખ બની ગઈ છે,”.

બિન સચિવાલય સેવા કારકૂન, સચિવાલય ઓફિસ આસીસ્ટન્ટની 3738 જગ્યા માટે 10 લાખ 45 હજાર થી વધુ યુવાન-યુવતીઓના ભવિષ્યને દોઢ વર્ષ પછી ભરતી પરીક્ષા રદ્દ કરવાની જાહેરાત દ્વારા ભાજપ સરકાર ગુજરાતના યુવાન-યુવતીઓના ભવિષ્ય સાથે રમત રમી રહી છે તેવો કૉંગ્રેસે આક્ષેપ કર્યો છે.
Loading...

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમીત ચાવડાએ જણાવ્યું હતું કે, લાંબા સમયથી પરીક્ષાની તૈયારી કરનાર ગરીબ-મધ્યમ વર્ગના યુવાનો પોતાના ઘરબાર છોડી નાના-મોટા શહેરમાં હોસ્ટેલમાં ભાડે રહીને રાત-દિવસ પરીક્ષાની તૈયારી કરતા હોય છે. જ્યારે છેલ્લી ઘડીએ પરીક્ષા રદ્દ કરવાનું કારણ પુછતા ગુજરાત ગૌણ સેવા પંસંદગીનાઅધ્યક્ષ “મને ખબર નથી” તેવો ગેરવ્યાજબી જવાબ આપી રહ્યાં છે, જ્યારે નાયબ મુખ્યમંત્રી ભરતી પ્રક્રિયામાં લાયકાત બદલવાની વાતો કરે છે. ત્યારે ગુજરાતના યુવાનો સાથે ક્રુર મજાક – મશ્કરી આ ભાજપ સરકાર કરી રહી હોય તેવુંલાગે છે. મુખ્યમંત્રી માફી માંગે અને વિદ્યાર્થીઓને આર્થિક તેમજ માનસિક નુક્શાન ભરપાઈ કઈ રીતે કરશે તેનો જવાબ આપે. સરકારી નોકરીઓમાં મોટાપાયે ભરતી કૌભાંડની તટસ્થ તપાસ કરવા કોંગ્રેસ પક્ષ માંગ કરે છે.
First published: October 12, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...