Home /News /ahmedabad /આદિવાસીઓને મળતા નેશનલ ફૂડ સિક્યુરિટી એક્ટના લાભને લઈને કોંગ્રેસે કર્યા ભાજપ સરકાર પર આક્ષેપ
આદિવાસીઓને મળતા નેશનલ ફૂડ સિક્યુરિટી એક્ટના લાભને લઈને કોંગ્રેસે કર્યા ભાજપ સરકાર પર આક્ષેપ
નેશનલ ફૂડ સિક્યુરિટી એક્ટ
National Food Security Act: ગુજરાતના ગરીબ આદિવાસી વિસ્તારના 83,556 પરિવારોને નેશનલ ફૂડ સિક્યોરિટી એક્ટના લાભથી વંચિત રખાયા છે. માત્ર ડાંગ જિલ્લામાં 7,595, નર્મદા જિલ્લામાં 7,470 એન એફ એસ એ કાર્ડ કમી કરાયા છે. આ નિર્ણયથી પાંચ લાખથી વધુ ગરીબ આદિવાસી લોકો લાભથી વંચિત રહેશે.
ગુજરાત: ગુજરાતના ગરીબ આદિવાસી વિસ્તારના 83,556 પરિવારોને નેશનલ ફૂડ સિક્યોરિટી એક્ટના લાભથી વંચિત રખાયા છે. માત્ર ડાંગ જિલ્લામાં 7,595, નર્મદા જિલ્લામાં 7,470 એન એફ એસ એ કાર્ડ કમી કરાયા છે. આ નિર્ણયથી પાંચ લાખથી વધુ ગરીબ આદિવાસી લોકો લાભથી વંચિત રહેશે. ભાજપ સરકાર અતિ ગરીબ આદિવાસી લોકોના અન્ન કોળીયો છીનવીનું કામ કરી રહી છે.
કોંગ્રેસે કર્યો ભાજપ સરકાર પર આક્ષેપ
કોંગ્રેસ પ્રવક્તાપાર્થિવરાજસિંહ કઠવાડિયાએ પત્રકાર પરિષદ કરી જણાવ્યું હતું કે, યુપીએની કોંગ્રેસ સરકાર દ્વારા અતિ ગરીબ વંચિત વર્ગના પ્રજાજનો ભૂખ્યા ના ઊંઘે, તેમને અન્ન સુરક્ષા યોજના હેઠળ અનાજ મળી રહે તેવી વ્યવસ્થા ઉભી કરી હતી, પણ ભાજપાની સરકારને માત્ર પોતાના ઉદ્યોગપતિ મિત્રો વ્હાલા છે, અને તેમની દેશ ની અતિ ગરીબ વંચિત વર્ગના લોકોની ચિંતા નથી. ગુજરાત રાજ્યમાં કોઈ પણ પ્રકારના આર્થિક સર્વે વગર આદિવાસી વિસ્તારમાં થી 83,556 એન.એફ.એસ.એ કાર્ડ કમી કરવાની તજવીજ કરવામાં આવી છે. ગરીબ વંચિત આદિવાસીઓને અન્ન સુરક્ષાના કાયદાથી શું કામ વંચિત રાખવા માં આવી રહ્યા છે? શું કામ એફ એસ એ કાર્ડ ને કમી કરવાનો ફતવો બહાર પાડવા માં આવી રહ્યો છે? 75-25 નો રેશિયો કયા આધાર એ નક્કી કરવા માં આવ્યો છે?
કમી કરેલ NFSA કાર્ડની સંખ્યા
જિલ્લો
સંખ્યા
નર્મદા
7470
ડાંગ
7595
તાપી
5947
શું આદિવાસીઓને અન્ન સુરક્ષા કાનૂનથી વંચિત રખાશે?
ડાંગ જિલ્લામાં 7,595, નર્મદા જિલ્લામાં 7,470 જેટલા અન્ન સુરક્ષાના કાર્ડ બંધ કરી દેવાશે. શેહરા તાલુકામાં 6,275, ઘોઘંબામાં 5,229, કપરાડામાં 7,354, ધરમપુરમાં 4,961 પરિવારો અન્ન સુરક્ષા કાનૂનથી વંચિત રખાશે. ભાજપા સરકારના આ કૃત્યથી ગુજરાત રાજ્યના 5 લાખથી વધુ લોકો પર અસર થશે. મામલતદાર દ્વારા દુકાન ધારકોને દબાણ કરી નામ કમી કરવાની પ્રક્રિયા કરવા માં આવી રહી છે તો મામલતદાર જ જાહેર કરે આ એન.એફ.એસ.એ કાર્ડ કયા આધારે કમી કરવા માં આવી રહ્યા છે?
ગુજરાતના ગરીબ આદિવાસીઓને અન્ન સુરક્ષાથી શું કામ વંચિત રાખવામાં આવી રહ્યા છે? ગુજરાત રાજ્યના ગરીબ આદિવાસી વર્ગના લોકોના અધિકારો ઉપરની તરાપને સાંખી લેવાય નહીં. આ નિર્ણયથી 11 જીલ્લા અને 30 થી પણ વધુ તાલુકાઓના 83,556 પરિવારો ઉપર સીધી અસર પડશે. આ નિર્ણયથી અતિ ગરીબ ગરીબી રેખા નીચે જીવતા લોકોને મફત અનાજ યોજના ના લાભથી વંચિત રખાશે. આ ગરીબ લોકોના અન્નનો કોળીયો છીનવી સરકાર ગરીબ આદિવાસી લોકોને ભુખ્યા સુવડાવવાનું પાપ કરી રહી છે.