Home /News /ahmedabad /અમદાવાદમાં પેપર કપ પર પ્રતિબંધ મુદ્દે અસમંજસ, સત્તાધિશો-અધિકારીઓ સામસામે

અમદાવાદમાં પેપર કપ પર પ્રતિબંધ મુદ્દે અસમંજસ, સત્તાધિશો-અધિકારીઓ સામસામે

અમદાવાદમાં પેપર કપ પર પ્રતિબંધ મુદ્દે અસમંજસ

Ban on paper cups in Ahmedabad: અમદાવાદમાં પેપરના કપ પર પ્રતિબંધનો કોઈ ઠરાવ નહીં. પેપરના કપ પર પ્રતિબંધનો થશે અમલ? પ્રતિબંધના નિર્ણયથી સત્તાધીશો અજાણ. પેપર કપ બનાવતા વેપારીઓની ચીમકી

    અમદાવાદ: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પેપર કપ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આજથી ચાની કીટલીએ પેપર કપ જોવા નહીં મળે. અમદાવાદમાં પેપર કપ પર પ્રતિબંધ મુદ્દે અસમંજસ જોવા મળી રહ્યો છે. પ્રતિબંધ મુદ્દે સત્તાધીશો અને અધિકારીઓ સામસામે જોવા મળી રહ્યા છે. પ્રતિબંધના નિર્ણયની સત્તાધીશો જ અજાણ છે. આજે અમદાવાદમાં કોઈ ચેકિંગ કામગીરી નહીં, જ્યારે પેપર કપ બનાવતા વેપારીઓએ પણ ચીમકી ઉચ્ચારી છે.

    પ્રતિબંધ મુદ્દે સત્તાધિશો અને અધિકારીઓ સામસામે

    અમદાવાદમાં પેપર કપ પર પ્રતિબંધ મુદ્દે અસમંજસની સ્થિતિ જોવા મળી રહી છે. પ્રતિબંધ મુદ્દે સત્તાધિશો અને અધિકારીઓ સામસામે છે. સત્તાધીશો જ પ્રતિબંધના નિર્ણયથી અજાણ છે. આજે અમદાવાદમાં કોઈ ચેકિંગ કામગીરી નહીં. આ મામલે મેયરનું કહેવું છે કે, કમિશનર જાતે નિર્ણય લઈ શકે છે. સત્તાધીશો સાથે કોઈ ચર્ચા થઈ નથી. જ્યારે AMC કમિશનર હાલ વિદેશ ગયા છે. મેયર પરત ફરશે ત્યારે ફરી ચર્ચા થશે. આવામાં પ્રતિબંધ અંગે પુનઃવિચાર થઈ શકે છે. નોંધનીય છે કે, કીટલી પર આજે સોલિડ વેસ્ટ મેનેજમેન્ટની ટીમ પેપર કપ અંગે માત્ર સમજાવશે. સોમવારે કમિશનરના પ્રવાસ બાદ કોઈ ચોક્કસ નિર્ણય કરવામાં આવશે. ચાની કીટલી ધારકો અને વેપારીઓ હજી પણ અસમંજશમાં છે.


    આ પણ વાંચો: અંબાલાલ પટેલની મોટી આગાહી, કડકડતી ઠંડીમાં છૂટી જશે પરસેવો!

    દંડ-સીલની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવશે

    અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તેમજ અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર દ્વારા શહેરમાં પેપર કપ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. મહત્વનું છે કે, પ્રદુષણ અને પેપર કપથી થતી ગંદકી થાય છે. પેપર કપ મળશે તો દંડ ફટકારવામાં આવે અને સીલની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવશે. હાલ મનપાના અધિકારીઓ દ્વારા વેપારીઓને સમજાવવામાં આવી રહ્યા છે, પરંતુ વેપારીઓમાં આ અંગે નારાજગી જોવા મળી રહી છે.

    વેપારીઓ દ્વારા કોર્ટ સુધી જવાની ચીમકી ઉચ્ચારવામાં આવી

    AMCના નિર્ણયથી પેપર કપ બનાવતી કંપનીના માલિકોમાં નારાજગી જોવા મળી રહી છે. પેપર કપ બંધ થવાના કારણે અમદાવાદમાં 1 હજારથી વધુ પેપર કપ બનાવવાના યુનિટ પર ખતરો મંડરાય રહ્યો છે. જેના કારણે 10 હજારથી વધુ લોકો પર બેરોજગારીના વાદળો છવાયા છે. એક તરફ રોજગારી વધારવા માટે લોન લઇને લાખોના ખર્ચે મશીનો વસાવ્યા છે, તો બીજી તરફ મશીનો બંધ રહેતા ઉત્પાદકોને ભારે નુકસાનની ભીતિ સેવાય રહી છે. તૈયાર થયેલા કપ પણ હોલસેલ વેપારીઓએ પરત કર્યા છે, ત્યારે વેપારીઓ દ્વારા કોર્ટ સુધી જવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે.
    Published by:Azhar Patangwala
    First published:

    Tags: Ahmedabad news, AMC News, Gujarat News

    विज्ञापन
    विज्ञापन