Home /News /ahmedabad /ટ્રેનમાં મુસાફરી દરમિયાન સાવચેત રહેજો! દંપતિ ચાલુ ટ્રેનમાં સુઇ ગયું અને થયો કડવો અનુભવ

ટ્રેનમાં મુસાફરી દરમિયાન સાવચેત રહેજો! દંપતિ ચાલુ ટ્રેનમાં સુઇ ગયું અને થયો કડવો અનુભવ

ટ્રેનમાં ચોરી થવાના અનેક કિસ્સાઓ સામે આવી રહ્યા છે

કાલુપુર રેલવે પોલીસે હીતેશભાઇની ફરિયાદના આધારે ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરી છે. ઉલ્લેખનીય છે કે ચાલુ ટ્રેનમાં મોબાઇલ ફોન ચોરી થવાના અનેક કિસ્સા સામે આવી રહ્યા છે.

અમદાવાદ: ટ્રેનમાં ચોરી થવાના અનેક કિસ્સાઓ સામે આવી રહ્યા છે જેની સામે પોલીસ તેમજ આરપીએફ આરોપીઓને પકડવા માટે ક્યાકને ક્યાક લાચારી અનુભવી રહ્યા હોય તેવુ લાગી રહ્યુ છે. રોજ ચાલુ ટ્રેનમાં પેસેન્જરોની બેગ, પર્સ, મોબાઇલ ફોનની અસંખ્ય ચોરી થાય છે જેમાંથી મોટા ભાગની ફરિયાદોતો નોંધાતી જ નથી. થોડા દિવસ પહેલા સુરેન્દ્રનગરથી સુરત જઇ રહેલા દંપતિનો મોબાઇલ ફોન ગઠીયો ચોરીને નાસી ગયો હતો.

દંપતિએ મોબાઇલ ફોન ચાર્જીગમાં મુકીને સુઇ ગયા હતા ત્યારે તકનો લાભ લઇને ગઠીયાએ ચોરી કરી લીધી હતી. સુરતના ઘોડાદોડ રોડ પર આવેલા રન્તશ્યામ એપાર્ટમેન્ટમાં રહેતા હીતેશ જૈને કાલુપુર રેલવે પોલીસ સ્ટેશનમાં ચોરીની ફરિયાદ કરી છે. થોડા દિવસ પહેલા હીતેશ જૈન અને તેમના પત્નિ સુરેન્દ્રનગરથી સુરત ટ્રેનમાં આવી રહ્યા હતા. ટ્રેનની મુસાફરી દરમિયાન હીતેશભાઇએ પોતાનો મોબાઇલ ફોન ચાર્જીગમાં મુક્યો હતો. હીતેશભાઇ અને તેમની પત્નિ સુઇ ગયા હતા ત્યારે કોઇ શખ્સે તેમના મોબાઇલ ફોન ચોરી લીધો હતો. હીતેશભાઇ જ્યારે ઉઠ્યા ત્યારે તેમનો મોબાઇલ ફોન નહી મળતા તેમણે પોલીસને જાણ કરી હતી.

આ પણ વાંચો: ઇમરાન ખાન પર થયેલા ગોળીબારનો વીડિયો આવ્યો સામે, લાઇવ દ્રશ્યોમાં જુઓ અફરાતફરીનો માહોલ

કાલુપુર રેલવે પોલીસે હીતેશભાઇની ફરિયાદના આધારે ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરી છે. ઉલ્લેખનીય છે કે ચાલુ ટ્રેનમાં મોબાઇલ ફોન ચોરી થવાના અનેક કિસ્સા સામે આવી રહ્યા છે. જેની સામે પોલીસ આરોપીઓને પકડવા માટે લાચાર બની ગઇ છે. મોબાઇલ ફોનની ચોરીની સાથોસાથ ચાલુ ટ્રેનમાંથી પર્સ સ્નેચીંગની ઘટનાઓ પણ બને છે. થોડા દિવસો પેહલા બિહારનો એક એવો વીડિયો સામે આવ્યો છે જેમાં એક આરોપી ચાલુ ટ્રેનમાં મોબાઇલ ચોરી કરવા જઈ રહ્યો હતો પરંતુ મુસાફરે તેને બારીમાંથી હાથ પકડી લીધો હતો.

બીજી બાજુ GRP ને પણ સફડત મળી છે અને અમદાવાદ રેલ્વે સ્ટેશન પરથી ગાંજાનો મોટો જથ્થો ઝડપી પાડવામાં આવ્યું છે. રેલ્વે પોલીસે એક આરોપીની કરી ધરપકડ કરી છે. 25 કિલો ગાંજા સાથે એક આરોપીની પોલીસે ધરપકડ કરી છે. બિહારથી લઈને આવેલ પ્રમેશકુમાર પાસવાન નામના આરોપીની ધરપકડ કરી છે.
Published by:rakesh parmar
First published:

Tags: Ahmedabad crime Ahmedabad News, Ahmedabad crime news, અમદાવાદ, ગુજરાત

विज्ञापन

विज्ञापन
विज्ञापन
विज्ञापन