Home /News /ahmedabad /Bharat bandh, અમદાવાદઃ 'ચાવી નહીં આપે તો માર પડશે', BRTS ડ્રાઇવરને ધમકી આપતા NSUIના કાર્યકર્તાઓ વિરુદ્ધ ફરિયાદ

Bharat bandh, અમદાવાદઃ 'ચાવી નહીં આપે તો માર પડશે', BRTS ડ્રાઇવરને ધમકી આપતા NSUIના કાર્યકર્તાઓ વિરુદ્ધ ફરિયાદ

પ્રતિકાત્મક તસવીર

એક પછી એક બીજી બે બીઆરટીએસ બસ આવતા તેના ડ્રાઇવર પાસેથી પણ એનએસયુઆઈના કાર્યકર્તાઓએ બળજબરીથી ચાવી કાઢી લીધી હતી.

અમદાવાદ: આજે ભારત બંધના (bharat bandh) એલાનનો પડઘો ગુજરાતમાં (Gujarat) નહિવત પ્રમાણમાં જોવા મળ્યો હતો. અને એમાય અમદાવાદની (Ahmedabad) વાત કરવામાં આવે તો અમદાવાદ શહેરમાં જનજીવન રાબેતા મુજબ ચાલુ રહ્યું હતું. જોકે કેટલીક જગ્યાએ કોંગ્રેસી કાર્યકર્તાઓ (congress workers) દ્વારા વિરોધ પ્રદર્શન (congress protest) કરવામાં આવ્યું હતુ. એન.એસ.યુ.આઇ.ના કાર્યકર્તાઓએ (NSUI workers) ગુજરાત યુનિવર્સિટી (Gujarat University) ખાતે બીઆરટીએસ બસને (BRTS bus) રોકીને ડ્રાઈવરને ચાવી આપી દેવા માટેની ધમકી આપતા ડ્રાઇવર ગુજરાત યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં (police station) પોલીસ ફરિયાદ દાખલ કરાવી છે.

મોહમ્મદ નાજીમ રાજપુત નામના ડ્રાઇવર લગભગ સાડા અગિયાર વાગ્યાની આસપાસ બીઆરટીએસ બસ લઈને પાસપોર્ટ ટી સર્કલ નજીક આવતા સામે થી ચારેક યુવાનો બસ તરફ આવતા તેમણે બસ રોકી હતી. બાદમાં પાર્થ દેસાઈ નામનો કાર્યકર્તા ડ્રાઈવરની પાસે આવ્યો હતો. અને તેની સાથે બોલાચાલી કરીને ધમકી આપી હતી કે ચૂપચાપ બેસી રહે અને ચાવી આપી દે નહીં તો તને માર પડશે.

આમ એક પછી એક બીજી બે બીઆરટીએસ બસ આવતા તેના ડ્રાઇવર પાસેથી પણ એનએસયુઆઈના કાર્યકર્તાઓએ બળજબરીથી ચાવી કાઢી લીધી હતી. જોકે ત્યાં હાજર પોલીસ કર્મચારી દ્વારા તેઓને પકડવાનો અને રોકવાનો પણ પ્રયત્ન કરવામાં આવ્યો હતો. પરંતુ ચારેય કાર્યકર્તાઓ ગાડીમાં બેસી રવાના થઈ ગયા હતા. જેમાં પોલીસ કર્મી નો ડ્રેસ પણ ફાટી ગયો હતો.

આ પણ વાંચોઃ-સુરતઃ 'મારા મોત બાદ ઇન્સાફ અપાવજો' દિવાલ ઉપર કારણ લખી પતિનો આપઘાત, માથાભારે પત્નીના ત્રાસથી કંટાળી યુવકે ફાંસો ખાધો

જે અંગેની જાણ પોલીસને કરતા પોલીસે પાર્થ દેસાઈ, દિગ્વિજય દેસાઈ, નારાયણ ભરવાડ અને સંજય સોલંકી સામે ફરિયાદ દાખલ કરીને વધુ તપાસ શરૂ કરી છે.  આમ જો સમગ્ર શહેરની વાત કરીએ તો શહેરમાં દિવસ દરમિયાન કુલ 6 જેટલી ફરિયાદો દાખલ કરવામાં આવી છે. અને 269 જેટલા લોકોને ડિટેઇન પણ કરવામાં આવ્યા છે.

આ પણ વાંચોઃ-સુરતઃ PSI અમિતા જોશી આપઘાત કેસમાં મોટો ઘટસ્ફોટ, 'તને દીકરો જોઈતો હોય તો રાજીનામું આપી દે કાં તો ગોળી ખાઈને મરી જા'

આ પણ વાંચોઃ-શરમજનક ઘટના! સુરતઃ 'તું મારી સાથે સંબંધ નહી રાખે તો હું તને બદનામ કરી દઈશ', બે સંતાનની માતા પર પુર્વ મકાન માલિકનું દુષ્કર્મ

ઉલ્લેખનીય છે કે, કેન્દ્રના કૃષિ કાયદાઓ (Agriculture Laws)ની વિરુદ્ધ પ્રદર્શન કરી રહેલા ખેડૂત સંઘો મંગળવારે રાષ્ટ્રવ્યાપી બંધ (Bharat Bandh)ને કૉંગ્રેસ સહિત વિભિન્ન વિપક્ષી પાર્ટીઓ અને ટ્રેડ યુનિયનો ઉપરાંત કેટલાક મજુર સંઘોનું પણ સમર્થન આપવાની જાહેરાત કરી છે. જોકે ખેડૂત નેતાઓએ કહ્યું છે કે કોઈને પણ બંધમાં સામેલ થવા માટે બાધ્ય નહીં કરવામાં આવે.
" isDesktop="true" id="1053166" >



લગભગ તમામ વિપક્ષી પાર્ટીઓ દ્વારા ભારત બંધને સમર્થન આપવા અને અનેક સંગઠનોના ખેડૂતના સમર્થનમાં સમાનાંતર પ્રદર્શન કરવાની ઘોષણા બાદ કેન્દ્રએ પરામર્શ જાહેર કરીને તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને સુરક્ષા વધારવા અને શાંતિ સુનિશ્ચિત કરવાનો નિર્દેશ આપ્યો છે.
First published:

Tags: Bharat Bandh, Bharat bandh 2020, અમદાવાદ, એનએસયુઆઇ, ગુજરાત

विज्ञापन