સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીનું 'હબ' કેમ બનતું જાય છે, ગાંધીનગર ? સોચના પડેગા !

ગાંધીનગર અને અમદાવાદમાં બિલાડીના ટોપની માફક આ પ્રકારની પરીક્ષાનું માર્ગદર્શન આપતા ખાનગી ક્લાસીસ ખુલી ચુક્યા છે. જાણે કે કુટિર ઉદ્યોગ શરુ થઇ ગયો છે !

News18 Gujarati
Updated: December 6, 2018, 6:43 PM IST
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીનું 'હબ' કેમ બનતું જાય છે, ગાંધીનગર ? સોચના પડેગા !
ગાંધીનગર અને અમદાવાદમાં બિલાડીના ટોપની માફક આ પ્રકારની પરીક્ષાનું માર્ગદર્શન આપતા ખાનગી ક્લાસીસ ખુલી ચુક્યા છે. જાણે કે કુટિર ઉદ્યોગ શરુ થઇ ગયો છે !
News18 Gujarati
Updated: December 6, 2018, 6:43 PM IST
ન્યૂઝ 18 ગુજરાતી :

પોલીસ સબ ઇન્સ્પેક્ટર, ડીવીએસપી, તાલુકા વિકાસ અધિકારી, મામલતદાર, તલાટી, લોકરક્ષક દળ સહિતના સરકારના વિવિધ સંવર્ગોમાં આવતી સીધી ભરતી અથવા સ્પર્ધાત્મક પરીક્ષા આપીને સરકારી નોકરીઓ મેળવવાની ભૂખ નવયુવાનોમાં છેલ્લા કેટલાક સમયથી પ્રબળ થઇ છે.

સ્વાભાવિક છે, જુવાનિયાઓ સરકારી નોકરી તરફ આકર્ષાય કારણ કે અહીં સુરક્ષા અને સ્થિરતા છે. પરંતુ ચોંકાવનારી બાબત એ છે કે કેટલાક સમયથી આ પ્રકારની પરીક્ષાઓની તૈયારી માટે ગાંધીનગર ખાતે જ રહીને આ પરીક્ષાની તૈયારીઓ કરવાનું ચલણ વધ્યું છે.

આ બાબત ચિંતા સાથે શંકા ઉપજાવનારું તેવી છે. આ અંગે કેટલાક નિર્દોષ અભિપ્રાય ધરાવતા યુવાનો સાથે વાત થઇ તો તેઓનું કહેવું છે કે, 'ગાંધીનગરમાં લગભગ તમામ સમાજની હોસ્ટેલ્સ છે. અહીં રાહત દરે રહેવા-જમવાની વ્યવસ્થા થઇ શકે છે. બીજું અહીં સેક્ટર-17 અને 22 સહિતની કુલ ત્રણ સરકારી લાઇબ્રરી છે, જ્યાં પુસ્તકો અને સંદર્ભ સાહિત્ય સરળતાથી પ્રાપ્ત થઇ શકવાની સાથે-સાથે વાંચનની સુવિધા પણ ઉપલબ્ધ થાય છે. આ ઉપરાંત, સંખ્યાબંધ ખાનગી પુસ્તકાલયો પણ છે, જે સુવિધા આપે છે.'

વળી, રહેવા-જમવા માટે અમદાવાદ રહેવું ખર્ચની દૃષ્ટિએ પોસાય તેમ નથી. હા, પીજીમાં શેરીંગમાં સસ્તામાં રહી શકો અને તૈયારીઓ પણ કરી શકો.
ગાંધીનગર અને અમદાવાદમાં બિલાડીના ટોપની માફક આ પ્રકારની પરીક્ષાનું માર્ગદર્શન આપતા ખાનગી ક્લાસીસ ખુલી ચુક્યા છે. જાણે કે કુટિર ઉદ્યોગ શરુ થઇ ગયો છે !
આ મુદ્દે જ કેટલાક ખુરાફાતીયા વિચારો ધરાવતા યુવકોની વિચારધારા સ્પષ્ટ છે. તેમનું કહેવું છે કે, 'અહીં કેટલાક ખાનગી ક્લાસીસ છે જે ચોક્કસ ફી વસૂલીને પાસ થવાની ગેરેન્ટી આપે છે. આ ક્લાસવાળા અને હોસ્ટેલવાળાઓનું સરકારી લોકો સાથે 'સોલિડ સેટિંગ' હોય છે, જે બધું કરવી આપે છે.'

'આમ પણ, રાજકીય નેતાઓ અને સરકારી બાબુઓ સાથે ઉમેદવારો જો સાંઠગાંઠ કેળવી લે તો ઓછી મહેનતે તેમનું ઘણુંબધું કામ પાર પડી જાય. આ લોકરક્ષક પણ એવું જ થયું હોય તેમ લાગે છે અને અગાઉ પણ એવું જ બધું થતું આવ્યું છે, તમે ક્યાં નથી જાણતા', તેવું પાટણના એક વિદ્યાર્થીએ ભારે વિશ્વાસ સાથે કહ્યું।

સાચું શું છે ? એ તો તપાસનો વિષય હોય શકે પરંતુ ખાસ કરીને સૌરાષ્ટ્રના રાજકોટ, જામનગર, ભાવનગર, જૂનાગઢ તેમજ દક્ષિણ અને ઉત્તર ગુજરાતમાંથી ઘણા યુવક-યુવતીઓ ઘર-ખાટલા લઈને આ પ્રકરની પરીક્ષાઓની તૈયારીઓ કરવા વર્ષો સુધી અહીં અડિગો જમાવીને બેસી જાય છે, તે નિર્વિવાદ બાબત છે.
First published: December 6, 2018
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...