આ ઉપરાંત અન્ય એજન્સીઓ કામ મળી રહે તે માટે સત્તા પક્ષે પાછલા બારણે મેન પાવર સંખ્યા વધારી 250 લોકોની કરી નાંખી, જેથી પાછળના અન્ય કંપનીને પણ મેન પાવર સપ્લાય કોન્ટ્રાક્ટર મળી રહે.
અમદાવાદઃ મહાનગરપાલિકાએ મલ્ટી પર્પઝ વર્કરો માટે મેન પાવર ભરવા માટે વિવાદાસ્પદ દરખાસ્ત હેલ્થ કમિટીએ મંજૂર કરી છે. કહેવાતા ભાજપના માનીતા કોન્ટ્રાક્ટર અને મણિનગર વોર્ડના ભાજપ કાઉન્સિલર શિતલ ડાગાના પતિ આનંદકુમાર ડાગાની કંપનીને અનુભવ ન હોવા છતાં મેન પાવર પ્રોવાઇડ કરવાની મંજૂરી એએમસી સત્તા પક્ષે આપી છે. આનંદકુમાર ડાગા ટ્રાવેલ્સ એજન્સી કામ કરતી મારુતિ ટ્રાવેલ્સ કંપનીને મેન પાવરનો કોન્ટ્રાક્ટ આપી દેવાયો છે. આ ઉપરાંત અન્ય એજન્સીઓ કામ મળી રહે તે માટે સત્તા પક્ષે પાછલા બારણે મેન પાવર સંખ્યા વધારી 250 લોકોની કરી નાંખી, જેથી પાછળના અન્ય કંપનીને પણ મેન પાવર સપ્લાય કોન્ટ્રાક્ટર મળી રહે.
એએમસી હેલ્થ કમિટી ડે.ચેરમેન પ્રકાશ ગુજ્જરે માહિતી આપતા જણાવ્યુ હતુ કે, કમિટી દ્વારા મેન પાવર સપ્લાય કરવા માટે ત્રણ એજન્સીઓ કોન્ટ્રાક્ટ અપાયો છે. (૧.) ડી.આર. એન્ટરપ્રાઇઝ (૨.) શ્રી મારુતી ટ્રાવેલ્સ (૩.) સૌમ્યા એન્ટરપ્રાઇઝને ટેન્ડરની તમામ શરતોને આધીન બે વર્ષના સમયગાળા માટે વાર્ષિક રૂ. 3.60 કરોડના ખર્ચની મર્યાદામાં મેન પાવર પ્રોવાઇડ કરવા કોન્ટ્રાક્ટથી કામ સોંપવા સ્ટેન્ડિંગ કમિટીની મંજૂરી માટે મોકલી અપાયો છે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના હેલ્થ ખાતા હસ્તકના અલગ અલગ દવાખાના, હોસ્પિટલો તથા સી.એચ.સી.ની સાફ સફાઈ તથા દર્દીઓની શારીરિક સફાઇ તેમજ મદદનીશની કામગીરી અને આરોગ્ય ભવન તેમજ અન્ય કચેરીઓની સાફ સફાઇ માટે જરૂરિયાત મુજબના કુલ 175 જેટલા સફાઇ કામગીરી કરી શકે તેવા મલ્ટી પર્પઝ વર્કરો અને 7 સુપરવાઇઝરો સાથે બે વર્ષના સમયગાળા નક્કી કરવામાં આવ્યા હતા. પરંતુ વધુ મેન પાવર ડિમાન્ડ થતા 175ના બદલે હવે 250 મેન પાવર મૂકવા દરખાસ્ત મંજૂર કરવામાં આવી છે.
નોંધનીય છે કે, 175 મેન પાવરના બદલે કમિટીમાં કામ આવતા સીધા 50 લોકોનો વધારો કરી 250 મેન પાવર લેવા મંજૂરી અપવામાં આવી છે. વાર્ષિક રૂ. 3.60 કરોડના ખર્ચની મર્યાદામાં મેન પાવર પ્રોવાઇડ કરવા માટે બહાર પાડવામાં આવેલા જાહેર ઇ-ટેન્ડર અંતર્ગત વર્કરના ભાવમાં 11 પાર્ટી તથા સુપરવાઇઝરના ભાવમાં 10 પાર્ટીઓ એલ.1 આવતાં રેન્ડમલી સિલેક્શન દ્વારા આ ત્રણ (૧.) ડી.આર. એન્ટરપ્રાઇઝ (૨.) શ્રી મારુતી ટ્રાવેલ્સ (૩.) સૌમ્યા એન્ટરપ્રાઇઝને કામ મળતા શંકાએ ઉભી થાય છે.
ડે ચેરમેને જણાવ્યુ હતુ કે, તમામ 10 એજન્સીઓ કહેવાયુ હતું પરંતુ કોઇ એજન્સીના જવાબદાર હાજર ન હતા. જેથી એએસમી અધિકારીઓના હાજરીમાં ચિઠ્ઠી ઉછાળી આ ત્રણ કંપનીઓ કામ આપવા મંજૂરી આપી છે. જે અંગે હેલ્થ કમિટી ડે. ચેરમેન પ્રકાશ ગુજ્જર યોગ્ય જવાબ આપી શક્યા નહોતા. આખરે કોના દબાણવશ આ કામ મંજૂર કરાયું તે એએસમી સત્તાધીશો અને અધિકારીઓ માટે ચર્ચા વિષય બન્યો છે.