અમદાવાદ: જો તમે ધોરણ 12 પછી કઈ દિશામાં કારકિર્દી બનાવવી છે તે નક્કી કરવામાં કન્ફ્યુઝ છો અને કોઈ નવી દિશામાં જ કારકિર્દી બનાવવા માંગો છો, તો આ સમાચાર તમારા માટે ખૂબ મહત્વના છે. કારણ કે જો તમે એક વાર આ કોર્સ કરી લીધો તો પછી તમારો બેડો પાર થઈ જશે તે નક્કી છે. આ કોર્સ કર્યા પછી તમારી ડિમાન્ડ ભારતમાં જ નહીં, વિદેશમાં પણ વધી જશે તે નક્કી છે. કારણ કે આવનારા દિવસોમાં લીગલ ઓફિસર, લીગલ આસિસ્ટન્ટ, લીગલ એડવાઈઝરની ડિમાન્ડ વધવાની છે. તેવામાં ધોરણ 12 પછી થતો ઈન્ટિગ્રેટેડ લોનો કોર્સ તમારા માટે ખૂબ ઉપયોગી થશે. આ ઉપરાંત એન્વાયર્મેન્ટ લો, બિઝનેસ લો, ઈન્ટરનેશનલ લો વિદ્યાર્થીઓની પ્રથમ પસંદગી બની રહી છે, ત્યારે કંપનીઓ તમને નોકરી આપવા શોધતી આવે તો નવાઈ નહીં.
આનવારા દિવસોમાં ડિમાન્ડ વધવાની છે
જી હા, કાયદા ક્ષેત્રે ગ્રેજ્યુએશન એટલે કે લોની ડિગ્રી અને લોનું ક્ષેત્ર હવે માત્ર કોર્ટમાં જઈ દલીલ કરનારા વકીલ પુરતી કે ન્યાયાધીશ બની ચૂકાદા આપવા પૂરતું સિમિત રહ્યું નથી. હવે જે પ્રકારે ભારતમાં રોકાણ કરવા માટે વિદેશી કંપનીઓ આવી રહી છે અને ધણી કંપનીઓ રોકાણ કરવા માટે તલપાપડ થઈ રહી છે, ત્યારે આવનારા દિવસોમાં લીગલ ઓફિસર, લીગલ આસિસ્ટન્ટ, લીગલ એડવાઈઝરની ડિમાન્ડ વધવાની છે તે નક્કી છે.
શું કહે છે ગુજરાત યુનિવર્સિટીના લો ડિપાર્ટમેન્ટના ફેકલ્ટી ડીન?
આ અંગે ગુજરાત યુનિવર્સિટીના લો ડિપાર્ટમેન્ટના ફેકલ્ટી ડીન ઋષિકેશ મહેતા જણાવે છે કે, હવે વિદ્યાર્થી બહુ નાની ઉંમરથી નક્કી કરતો થઈ ગયો છે કે હવે તેને કઈ દિશામાં કારકીર્દી બનાવવી છે. હાલમાં બદલાતા પરીપેક્ષમાં ગ્લોબલ વોર્મિંગ, આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે બૌધિક સંપદા કાયદાના હનન તેના અંગેના પ્રશ્નો, મલ્ટીનેશનલ કંપની ભારત આવતી હોય તેમાં વિદેશી અને ભારતીય કંપની વચ્ચે કોલોબ્રેશન કરવાનું હોય ત્યારે કાયદાના નિષ્ણાતની જરુર નજીકના ભવિષ્યમાં ખૂબ રહેશે.
તો ભવિષ્ય માટે ખૂબ સારું રહેશે
તેવા સંજોગોમાં ધોરણ 12 પછી ફૂલફ્લેજ અભ્યાસક્રમમાં જો વિદ્યાર્થી કાયદાનો સ્નાતક થઈ જાય તો તેના ભવિષ્ય માટે ખૂબ સારુ રહેશે. વકીલાત કરવાનો અને ન્યાયાધીશ થવાનો વિકલ્પ તો પહેલાથી હતો. સાથે સરકારી કે ખાનગી કંપનીમાં લો આસિસ્ટન્ટ કે લો ઓફિસર તરીકેની સેવા પણ આપી શકે છે. અદાલતમાં જઈ દલીલ કરવી એ વકીલનું કામ આપણે માનતા હતા, પરંતુ હવે તે તેના પૂરતું સિમિત રહ્યું નથી. ઈન્ટરનેશનલ ટેક્સેસન લો વિદેશમાં ટેક્સના નિયમો કયા છે, તે લેવલે પણ વિદ્યાર્થીઓ કારકિર્દી બનાવી શકે છે.
ઈન્ટીગ્રેટેડ લોનો અભ્યાસક્રમ પ્રચલિત બની રહ્યો છે
ઈન્ટીગ્રેટેડ લોનો અભ્યાસક્રમ પ્રચલિત બની રહ્યો છે. હજુ વિદ્યાર્થીઓમાં ઈન્ટીગ્રેટેડ લો માટે જાગૃતતા નથી. ઘણા વિદ્યાર્થીઓ ધોરણ 10 પાસ થયા પછી જ ક્લેટની તૈયારીઓ કરવા માંડે છે. કોમન એન્ટ્રસિસ લોની તૈયારી કરવા લાગે છે અને જુદી-જુદી નેશનલ લો યુનિવર્સિટીમાં પ્રવેશ મેળવવા હકદાર બને છે. જો આ પણ ગુજરાતના વિદ્યાર્થીઓ ક્લેટની અવેરનેશ ન હોવાના કારણ કે પરીક્ષા ન આપી હોય તો પ્રવેશથી વંચિત ન રહી જાય તે માટે ગુજરાત યુનિવર્સિટીમાં ત્રણ કોલેજો છે, જેમાં 350થી વધુ બેઠકો છે. દર વર્ષે ધોરણ 12 પછી વધુને વધુ વિદ્યાર્થીઓ કારકિર્દી બનાવે છે.