Home /News /ahmedabad /

દાહોદમાં 20,000 કરોડના રોકાણ સાથે લોકોમોટિવ ફેસિલિટી વિકસાવવામાં દિગ્ગજ વૈશ્વિક કંપનીઓએ દાખવ્યો રસ

દાહોદમાં 20,000 કરોડના રોકાણ સાથે લોકોમોટિવ ફેસિલિટી વિકસાવવામાં દિગ્ગજ વૈશ્વિક કંપનીઓએ દાખવ્યો રસ

ભારતીય રેલવે નેટવર્ક (Shutterstock તસવીર)

New locomotive facility: દાહોદમાં હાલના રોલિંગ સ્ટોક વર્કશોપમાં 2023-24થી 2033-34 સુધીના 11 વર્ષના સમયગાળામાં આ ટ્રેનો સપ્લાય કરવાની રહેશે.

નવી દિલ્હી: અલ્સ્ટોમ (Alstome), સિમેન્સ (Siemens), હિટાચી (Hitachi), સ્ટેડલર રેલ, વાબ્ટેક અને આર્કો સહિતની વૈશ્વિક કંપનીઓએ (Global Companies) ગુજરાતના દાહોદમાં અંદાજે 20,000 કરોડના રોકાણ સાથે ભારતીય રેલવે માટે નવી લોકોમોટિવ સુવિધા વિકસાવવામાં (Interested in Locomotive Facility) રસ દાખવ્યો છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે, અનેક વિદેશી અને સ્થાનિક કંપનીઓએ 9,000 હોર્સ પાવર (HP)ના 1,200 ઇલેક્ટ્રિક લોકોમોટિવ્સના ઉત્પાદન અને પુરવઠા માટે પ્રી-બિડ કન્સલ્ટેશનમાં ભાગ લીધો હતો.

ઇકોનોમિક ટાઇમ્સના અહેવાલ પ્રમાણે અધિકારીઓએ જણાવ્યું હતું કે, સ્થાનિક કંપનીઓમાં સરકારી કંપની ભારત હેવી ઇલેક્ટ્રિકલ્સ લિમિટેડ અને મેધા ગ્રુપ જેવી ખાનગી કંપનીઓ અને સીજી પાવર એન્ડ ઇન્ડસ્ટ્રીયલ સોલ્યુશન્સ એનએસઇ 0.63 ટકાનો સમાવેશ થાય છે. દાહોદમાં હાલના રોલિંગ સ્ટોક વર્કશોપમાં 2023-24થી 2033-34 સુધીના 11 વર્ષના સમયગાળામાં આ ટ્રેનો સપ્લાય કરવાની રહેશે. વર્કશોપની સ્થાપના 1926માં સ્ટીમ લોકોમોટિવ્સના સમયાંતરે ઓવરહોલ માટે કરવામાં આવી હતી. તેને માળખાગત સુધારણા સાથે ઇલેક્ટ્રિક લોકોમોટિવ મેન્યુફેક્ચરિંગ યુનિટમાં અપગ્રેડ કરવામાં આવશે.

ટ્રેન એન્જીનનો ઉપયોગ


પ્રસ્તાવિત સુવિધા ભારતીય રેલવે માટે બ્રોડગેજ માટે 1,200 એચપી ઇલેક્ટ્રિક લોકોમોટિવ્સનું ઉત્પાદન કરશે અને નિકાસ માટે સ્ટાન્ડર્ડ ગેજનું ઉત્પાદન કરશે. આ ટ્રેન એન્જિનનો ઉપયોગ ભારતીય રેલવે નેટવર્કમાં 4,500 ટન લોડને વહન કરવા માટે કરવામાં આવશે. જેની સરેરાશ ઝડપ એક જ એન્જિન દ્વારા પ્રતિ કલાક 75 કિ.મી.ની રહેશે.

આ પણ વાંચો:  શું ભારતીય રેલવેએ લગેજ પોલિસીમાં કર્યો બદલાવ? 

ચાર ડેપોની પસંદગી


આ ટેન્ડર પછી જે ટેકનોલોજી પાર્ટનરની પસંદગી કરવાની છે, તેણે હાલની સુવિધાઓને અપગ્રેડ કરવાની રહેશે અને મેન્યુફેક્ચરિંગ સાઇટ અને નોમિનેટેડ સરકારી મેન્ટેનન્સ ડેપોમાં હાલની સુવિધાઓ વિકસાવવાની રહેશે. ટેન્ડર ડોક્યુમેન્ટ અનુસાર, આ લોકોમોટિવ્સની જાળવણી માટે નોમિનેટ કરાયેલા ચાર સરકારી ડેપોમાં પ્રત્યેકની હોલ્ડિંગની ક્ષમતા 300-300 હશે. આ ડેપો ખડગપુર (પશ્ચિમ બંગાળ), વિશાખાપટ્ટનમ (આંધ્રપ્રદેશ), રાયપુર (છત્તીસગઢ) અને પુણે (મહારાષ્ટ્ર) ખાતે આવેલા છે.

આ પણ વાંચો: સિવિલ ડિફેન્સ અને રેલવેમાં સૌથી વધારે વેકેન્સી

પસંદ કરેલા ટેકનોલોજીકલ પાર્ટનરે ઉત્પાદન અને જાળવણીના હેતુસર ઉત્પાદન એકમ અને સરકારી મેન્ટેનન્સ ડેપોમાં સ્થાપિત માળખાગત સુવિધાઓ, સુવિધાઓ અને ઇક્વિપમેન્ટની જાળવણી કરવાની રહેશે. આ પ્રોજેક્ટમાં ભારતીય રેલવે મારફતે ઝીરો ઇક્વિટી ભાગીદારી હશે. ભારતીય રેલવેએ લગભગ ₹30,000 કરોડના કોન્ટ્રાક્ટ હેઠળ 800 લોકોમોટિવ્સના ઉત્પાદન અને પુરવઠા માટે પણ બિડ મંગાવી છે. આ 12,000 એચપી ઇલેક્ટ્રિક લોકોમોટિવ્સ આગામી 10 વર્ષમાં સપ્લાય કરવામાં આવશે અને વારાણસીમાં બનારસ લોકોમોટિવ વર્ક્સમાં તેનું ઉત્પાદન કરવામાં આવશે.
Published by:Vinod Zankhaliya
First published:

આગામી સમાચાર