વિસરાતો વારસો : અમદાવાદની 1800માંથી 45% પોળોનો કોમર્શિયલ ઉપયોગ

અમદાવાદ કોટ વિસ્તારમાં આવેલી 1700 પોળવાસીઓ પોતાના મકાનને સમારકામ નથી કરાવી શકતા કે પછી આ વિસ્તારમાં નવું બાંધકામ થઈ નથી શકતું.

News18 Gujarati
Updated: May 17, 2019, 4:22 PM IST
વિસરાતો વારસો : અમદાવાદની 1800માંથી 45% પોળોનો કોમર્શિયલ ઉપયોગ
પોળના મકાનમાં કોમર્શિયલ ઉપયોગમાં લેવા માટે થતું બાંધકામ
News18 Gujarati
Updated: May 17, 2019, 4:22 PM IST
દિપિકા ખુમાણ, અમદાવાદઃ અમદાવાદને હેરિટેજ સીટી બનાવતી પોળ હવે આગામી સમયમાં વિસરાઈ જાય તો નવાઈ નહીં. અમદાવાદ કોટ વિસ્તારમાં આવેલી 1700 પોળવાસીઓ પોતાના મકાનને સમારકામ નથી કરાવી શકતા કે પછી આ વિસ્તારમાં નવું બાંધકામ થઈ નથી શકતું. કોટ વિસ્તારમાં સમારકામ કે નવા બાંધકામ માટે કોર્પોરેશનની કોઈ ચોક્કસ નીતિ નક્કી નથી. જેને કારણે પોળવાસીઓ પારાવાર મુશ્કેલીઓ અનુભવી રહ્યા છે. આ માટે ખાડિયા વિસ્તારના પૂર્વ ધારાસભ્ય ભૂષણ ભટ્ટે મ્યુ.કમિશનરને પત્ર લખ્યો છે. જેમાં માંગ કરી છે કે ચોકક્સ નીતિ બનાવીને કોર્પોરેશન પોળને હવે કોમર્શિયલ બનતાં અટકાવે.

અમદાવાદના કોટ વિસ્તાર એટલે કે જમાલપૂર, દરિયાપૂર, શાહપૂર, કાલુપુર, ખાનપૂર, રાયપૂર ખાડિયા અને રાયખડના તમામ પોળોમાં આ વાત આંખોને ઉડીને વળગે તેવી બની રહી છે. કારણ કે પોળના મકાન હવે કોર્મશિયલ થઈ રહ્યા છે. તો કેટલાંક લોકો પોળ છોડીને અમદાવાદના પશ્વિમ વિસ્તારમાં સ્થળાંતર થઈ રહ્યા છે. જેનું કારણ ર્પોરેશનને પોળ વિસ્તારને રહેણાંક ઝોન જાહેર કર્યો નથી. કોર્પોરેશને પોળમાં નવા મકાન બાંધણી કે સમારકામ માટેની કોઈ નીતિ નિયમો ઘડ્યા નથી.

આ માટે ખાડિયાના પૂર્વ ધારાસભ્ય ભૂષણ ભટ્ટનું કહેવું છે કે પૈસા ન હોવાને કારણે કેટલાંક પોળવાસીઓ મકાન બનાવતા નથી. તો જેની પાસે પૈસા છે. તે કોર્પોરેશનની નીતિ ન હોવાને કારણે મકાન ઉભું કરી શકતા નથી. પોળને જો રહેણાંક ઝોન જાહેર કરવામાં આવે તો આપણો વારસો સચવાઈ શકે. અમદાવાદના ભાજપના પૂર્વ ધારાસભ્ય ભૂષણ ભટ્ટ સ્વીકારે છે કે હવે પોળોનું અસ્તિત્વ જોખમમાં છે. કારણ કે રહેણાંક મકાનો માટે કોર્પોરેશનની કોઈ ચોક્કસ નથી. કોઈપણ વ્યક્તિ સાતથી અઠ માળના મકાન સુવિધા વગર ગેરકાયદે બાંધે છે.

ભૂષણ ભટ્ટે તો ત્યાં સુધી આક્ષેપ કર્યો છે કે રાજકારણીઓની હપ્તાખોરીને કારણે વિસ્તારમાં પાંચથી સાત સાઈટ બને છે. આ જ કારણે તેમણે મ્યુ,કમિશનરે પત્ર લખીને માંગ કરી છે કે હવે પોળો માટે કોઈ નીતિ નિયમો બને.

કઈ પોળમાં કોમર્શિયલ ટ્રેડિશનલ બજાર બન્યું?
કાલુપુર ટંકશાળની પોળો ઈમિટેશન માર્કેટમાં ફેરવાઈ. માણેકચોકની પોળો ફેરવાઈ સોની બજારમાં. ગાંધીરોડની પોળો ઈલેક્ટ્રિક બજારમાં ફેરવાયું છે. નવા દરવાજા રોડની પોળો કાગળ બજારમાં ફેરવાઈ છે. પાંચકુવા સારંગપૂર દરવાજા કાપડ બજારમાં ફેરવાયું.રાયપૂર દરવાજાની પોળો પરંપરાગત ચંપલ બજારમાં ફેરવાયું છે.
ખાડિયાની 300 પોળમાંથી 70 પોળો કોર્મિશયલ થઈ છે
ખાડિયાની 300 પોળમાંથી 70 પોળો કોર્મિશયલ થઈ છે. જ્યારે કોટ વિસ્તારની અન્ય પોળો 40થી 45 ટકા કોર્મશિયલ બની છે. 6 વોર્ડની 1800 પોળોમાંથી આશરે 450થી વધુ પોળો કોમર્શિયલ બની છે. આ વિશે જ્યારે ન્યૂઝ18 ગુજરાતીના સંવાદદાતા દીપિકા ખુમાણે તપાસ કરી ત્યારે અમદાવાદની પોળોમાં અમને કોર્મિશયલ મકાન મળી આવ્યું છે. જેને ગેરકાયદેસર બાંધ્યા હોવાનું દાવો ભૂષણ ભટ્ટે કર્યો છે. જે આમ તો રહેણાંક છે. પરંતુ તેની બાંધણી કરીને તેને કોર્મિશયલ બનાવાઈ રહ્યું છે. જે માટે RTI એક્ટિવિસ્ટ સૌમિલ પ્રજાપતિએ RTI કરી છે.
First published: May 17, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...