ટ્રાફિકના નવા નિયમોનો ફફડાટ! પશ્ચિમ અમદાવાદમાં દંડની આવકમાં ઘટાડો
News18 Gujarati Updated: November 13, 2019, 7:32 AM IST

ટ્રાફિકના નવા નિયમોના અમલ બાદ અમદાવાદ પોલીસે ટ્વીટર પર ઇસ્કોન ચાર રસ્તાના ટ્રાફિકની પોસ્ટ કરેલી તસવીર
75થી 80 ટકા લોકોએ નિયમો પાળતા થયા છેઃ પોલીસ, હજુય કડક કામગીરી કરી લોકોને દંડ ન ભરવો પડે તેવા પ્રયાસ કરાશેઃ ડી.સી.પી અજીત રાજીયણ
- News18 Gujarati
- Last Updated: November 13, 2019, 7:32 AM IST
હર્મેશ સુખડિયા, અમદાવાદ : મોટર વ્હીકલ ઍક્ટના (Motor vehicle Act) નિયમોમાં ફેરફાર બાદ શહેરીજનો મહંદઅંશે સુધર્યા હોય તેવું દેખાઈ આવે છે. શરૂઆતના સમયમાં નવા નિયમોને લઈને પ્રજામાં ઘણો રોષ હતો પરંતુ સમય જતા લોકોએ આ નિયમોને અપનાવી લીધા હોય તેવું લાગી રહ્યું છે. કારણકે ટ્રાફિક પોલીસે (Traffic Police) નિયમો ન પાળનારા લોકો પાસેથી ઉઘરાવેલા દંડના (Traffic Fines) આંકડા (Collection)માં ધીમે ધીમે ઘટાડો થતો જોવા મળી રહ્યો છે.
ટ્રાફિકના નિયમો ભંગ કરવાના કાયદામાં દંડની રકમમાં નવી જોગવાઇ આવી ત્યારથી જ પોલીસે ડ્રાઇવ શરૂ કરી હતી. પહેલાં હેલ્મેટ ન પહેરનારાઓ પર તવાઇ બોલાવી તો બાદમાં સીટબેલ્ટ ન પહેરનારા લોકો પર તવાઇ બોલાવી હતી. અને બાદમાં જેનાથી વધુ અકસ્માત થાય છે તેવા મોબાઇલ ફોન પર વાત કરતા કરતા વાહન ચલાવનારા પર તવાઇ બોલાવી.
આ પણ વાંચો : અમદાવાદ-ઉદેપુર હાઈવે પર ગમખ્વાર અકસ્માત, ચાર શ્રદ્ધાળુના મોતટ્રાફિક પોલીસ વેસ્ટ ઝોનના ડી.સી.પી અજીત રાજીયણએ જણાવ્યું કે 'છેલ્લા દસ જ દિવસમાં દંડની રકમમાં ઘટાડો જોવા મળી રહ્યો છે, પોલીસ તો એવું જ ઇચ્છે છે કે લોકોએ દંડ ભરવો જ ન પડે તે રીતે નિયમો પાળે. ટ્રાફિક પોલીસે દસ દીવસમાં 42 લાખનો દંડ વસૂલ્યો છે. જેમાં હેલ્મેટ નહીં પહેરલા લોકો પાસેથી દસ દિવસમાં 25.75 લાખ રૂપિયા, સીટ બેલ્ટ નહીં પહેરેલા લોકો પાસેથી 13.38 લાખ રૂપિયા અને ચાલુ વાહને મોબાઈલ ફોન પર વાત કરનારા લોકો પાસેથી 2.80 લાખ રૂપિયા દંડ વસૂલ્યો છે.'
આ પણ વાંચો : Google-Pay વાપરતા હોવ તો સાવધાન, ઠગે સુરતના વેપારીને લિંક મોકલી પૈસા પડાવ્યા!
નિયમો તો કડક થયા પરંતુ સામાન્ય જનતાના અમુક ટકા લોકો છે જે હજી પણ સુધારવાનું નામ નથી લેતા તે આ દંડના રકમના આંકડા પરથી ચોક્કસ સાબિત થાય છે.શહેર ટ્રાફિક પોલીસ વિભાગે પણ અલગ અલગ કીમિયા અપનાવના શરૂ કરી દીધા છે દસ દસ દિવસની અલગ અલગ ડ્રાઈવ શરુ કરવામાં આવી છે જેમાં કોઈ એક ઍક્ટ ઉપર ધ્યાન કેન્દ્રિત કરીને દંડ વસુલવામાં આવી રહ્યો છે જેમકે વાત કરવામાં આવે તો થોડા દિવસ સુધી હેલ્મેટ નહિ પહેરેલા લોકોને વધુ પકડવામાં આવી રહ્યા છે તેવી જ રીતે સીટ બેલ્નટ નહિ પહેરેલા લોકોને દંડ ફટકારવામાં આવી રહ્યો છે. આ પ્રકારે અલગ અલગ મોડ્યુલથી હાલ શહેર ટ્રાફિક પોલીસ કામગીરી કરી રહી છે.અને આ પ્રકારની પદ્ધતિથી કામ કરવા પાછળનું મુખ્ય કારણ એ છે કે વાહન ચાલકોમાં ધીમે ધીમે કાયદાનું ભાન થાય સાથે જ પોતાની સલામતીનું પણ ધ્યાન રહે.

Loading...