Home /News /ahmedabad /Ahmedabad News: અમદાવાદ મનપાની શાસકો અને અધિકારીઓ વચ્ચે શીતયુદ્ધ? ટેક્ષ કૌભાંડ મામલો ફરીવાર ચર્ચામાં

Ahmedabad News: અમદાવાદ મનપાની શાસકો અને અધિકારીઓ વચ્ચે શીતયુદ્ધ? ટેક્ષ કૌભાંડ મામલો ફરીવાર ચર્ચામાં

અમદાવાદ મહાનગરપાલિકા - ફાઇલ તસવીર

Ahmedabad News: અમદાવાદ મહાનગર પાલિકના શાસકો અને અધિકારીઓ વચ્ચે ફરી એકવાર શીતયુદ્ધ ચાલતું હોય તેમ લાગી રહ્યું છે. એએસમી રેવન્યૂ કમિટીના ચેરમેન જૈનિક વકિલે માર્ચ મહિનામાં થયેલા ટેક્ષ કૌભાંડના તપાસ અહેવાલ માટે કમિશનરને પત્ર લખવાની ફરજ પડી છે.

વધુ જુઓ ...
અમદાવાદઃ મહાનગર પાલિકના શાસકો અને અધિકારીઓ વચ્ચે ફરી એકવાર શીતયુદ્ધ ચાલતું હોય તેમ લાગી રહ્યું છે. એએસમી રેવન્યૂ કમિટીના ચેરમેન જૈનિક વકિલે માર્ચ મહિનામાં થયેલા ટેક્ષ કૌભાંડના તપાસ અહેવાલ માટે કમિશનરને પત્ર લખવાની ફરજ પડી છે. આઠ મહિના પહેલાં થયેલા ટેક્ષ કૌભાંડની તપાસ અહેવાલ ક્યાં પહોંચ્યો તે અંગે અધિકારી પાસે ત્રણ વખત લેખિત માંગણી કરી હોવા છતાં કોઇ જવાબ મળી રહ્યો નથી. તેથી ફરી એકવાર કમિશનરને પત્ર લખ્યો છે. તેથી એએસમી પરિસરમાં ચર્ચા વિષય બન્યો છે કે સત્તાધીશોનું અધિકારીઓ ગાંઠતા નથી.

ત્રણ-ત્રણ વાર રિમાઇન્ડર પત્ર લખ્યા હતા


એએસમી રેવન્યૂ કમિટી ચેરમેન જૈનિક વકિલે જણાવ્યુ હતુ કે, 2022ના માર્ચ અને એપ્રિલ મહિનામાં ટેક્ષ કૌભાંડ થયું હતું. જેની ફરિયાદ પણ નોંધવાના આવી છે. આઠ મહિના વીતી ગયા છતાં આજે પણ ઘટના તપાસનું કોઇ અપટેડ વહિવટી વિભાગ તરફથી અપાયું નથી. ત્રણ ત્રણ વાર રિમાઇન્ડર પત્ર લખવા પડી રહ્યા છે. આ ઘટનાને આઠ મહિના વીતી ગયા છતાં કોઇ યોગ્ય કાર્યવાહી કરવામાં આવી નથી.


શું હતું સમગ્ર કૌભાંડ?


નોંધનીય છે કે, ગત માર્ચ-એપ્રિલ મહિનામાં AMC ટેક્ષ વિભાગનું મસમોટું કૌભાંડ બહાર આવ્યું હતું. એએસમીમાં પૈસા ભર્યા વગર ટેક્સ ભરવાનું ઓનલાઇન કૌભાંડ આચરાયું હતું.  કૌભાંડને પગલે સાયબર ક્રાઇમે એએમસીની ફરિયાદ પણ કરી હતી. આ ઘટનાને પગલે એએમસી ટેક્ષ વિભાગને 2.39 કરોડનો ચૂનો લાગ્યો હતો. તેમાં ટેક્ષ વિભાગના મહિલા કર્મચારી જે રજા પર હતા તેમના પાસવર્ડ ઉપયોગ કરી 239 ટેક્ષ બિલમાં ગેરરીતિ કરવામાં આવી હતી. બે મહિલા કર્મચારીના આઇડી અને પાસવર્ડથી ઉપયોગ કરી કૌભાંડ કરાયું હતું. જેમાં અમદાવાદ મહાનગર પાલિકાનો ટેક્ષ જમા થઇ જાય પણ એએસમીની તિજોરીમાં પૈસા જમા ન થયા તેવું કૌભાંડ સામે આવ્યું હતું.

આ પણ વાંચોઃ રાજભા-કિર્તિદાન, ઓસમાણ મીર, હેમંત ચૌહાણે ડાયરાની મોજ કરાવી

કરોડો રૂપિયાનું કૌભાંડ આચરવામાં આવ્યું હતું


રોડ કૌભાંડ અને આરોગ્ય વિભાગના કૌભાંડ તો એએમસીમાં થતા રહે છે. પરંતુ હવે ટેક્ષ વિભાગમાં પણ મસમોટું ઓનલાઇન કૌભાંડ સામે આવ્યું હતું. એએમસીના જ મહિલા કર્મચારીઓના આઇડી અને પાસર્વડ યુઝ કરી ઓનલાઇન ટ્રાઝન્ઝેક્શન કરવામાં આવ્યા છે. પ્રાથમિક તપાસમાં 239 લોકોએ એએમસી પૈસા ભર્યા વગર પોતાના ટેક્ષ એકાઉન્ટ ઝીરો કરાવ્યા હતાં. જેના પગલે એએસમીને 2.39 કરોડનો ચૂનો લાગ્યો હતો. કૌભાંડના ભોગ ખુદ ખોખરા કાઉન્સિલર કમલેશભાઇ પટેલ બન્યા હતા. જે પ્રોપર્ટી વેચાણે ખરીદી હતી, તે જ પ્રોપર્ટીમાં આ ગેરરીતિ આચરવામાં આવી હતી. દક્ષિણ ઝોન વિભાગના ડેપ્યૂટી કમિશનર અને ટેક્ષ અધિકારી લેખિત રજૂઆત કરી ગેરરીતિથી અવગત કર્યા હતા. ત્યારબાદ આ સમગ્ર કૌભાંડ બહાર આવ્યું હતું. ખાનગી એજન્સીના રાહુલ નામના કર્મચારીએ રૂપિયા લઇ ગેરરીતિ કરી હતી.
Published by:Vivek Chudasma
First published:

Tags: Ahmedabad Municiple corporation, Ahmedabad news, AMC News

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन