Home /News /ahmedabad /કાંતિલ ઠંડીમાં જીવ ગુમાવનાર પરિવારનોને 10 લાખ સહાય અને ખેડુતોને દિવસે વિજળી આપવા કોંગ્રેસની માંગ
કાંતિલ ઠંડીમાં જીવ ગુમાવનાર પરિવારનોને 10 લાખ સહાય અને ખેડુતોને દિવસે વિજળી આપવા કોંગ્રેસની માંગ
સહાય આપવા કોંગ્રેસની માંગ
Congress Demand: ગુજરાતમાં કાતિલ ઠંડીને કારણે જે ખેડૂતોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. તેના પરિવારજનોને રૂપિયા 10 લાખની આર્થિક સહાય કરવામાં આવે અને કાતિલ ઠંડીમાંથી બચાવવા માટે ખેડૂતોને દિવસે વીજળી આપવામાં આવે તેવી કોંગ્રેસ પક્ષે ગુજરાત સરકાર પાસે માંગ કરી છે.
ગુજરાત: ગુજરાતમાં કાતિલ ઠંડીને કારણે જે ખેડૂતોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. તેના પરિવારજનોને રૂપિયા 10 લાખની આર્થિક સહાય કરવામાં આવે અને કાતિલ ઠંડીમાંથી બચાવવા માટે ખેડૂતોને દિવસે વીજળી આપવામાં આવે તેવી કોંગ્રેસ પક્ષે ગુજરાત સરકાર પાસે માંગ કરી છે. સમગ્ર ગુજરાતમાં કાતિલ ઠંડી પડી રહી છે. જેની સીધી અસર માનવજીવન પર પડી રહી છે. ત્યારે ખેડૂત દિવસે વીજળી અને મૃતક ખેડૂતના પરિવારજનોને આર્થિક સહાયની આપવાની માંગણી કોંગ્રેસ પક્ષે કરી છે.
ભાજપ સરકારના રાજમાં ખેડૂતની આવક અડધી થઈ
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મીડિયા કન્વીનર અને પ્રવક્તા ડૉ.મનીષ દોશીએ જણાવ્યું હતું કે, ‘રાજ્યમાં ઠંડીનું પ્રમાણ ખુબ વધ્યું છે. કાતિલ ઠંડીને કારણે રાજ્યના લાખો ખેડૂતો રાત્રે ખેતરમાં પાણી વળવામાં વ્યાપક પરેશાની ભોગવી રહ્યા છે. ખેતી કરવામાં પડી રહેલી હાલાકી દુર કરવાની માટે રાજ્યના ખેડૂતોને દિવસે વીજળી આપવામાં આવે તે જરૂરી છે. ઉદ્યોગોને ટ્રાન્સફોર્મર, નવું કનેક્શન 24 કલાકમાં જ મળી જાય પરતું જગતના તાતને છેલ્લા 24-24 મહિનાની રજુઆતો છતાં દિવસે વીજળી મળતી નથી. ચૂંટણી ટાણે ખેડૂતની આવક બમણી કરવાનાં વાયદા-વચન આપનાર ભાજપ સરકારના રાજમાં ખેડૂતની આવક અડધી અને ખર્ચ બમણો થઇ ગયો છે.’
આ સાથે તેમણે વધુંમાં જણાવ્યું હતું કે, ‘તાજેતરમાં રાજકોટમાં એક દીકરીનું ઠંડીને કારણે દુઃખદ નિધન, વલસાડમાં એક કોલેજ વિદ્યાર્થીનું નિધન થયું મોડાસામાં પણ ટીટોઈના ખેડૂત સહીત બે ખેડૂતોએ કડકડતી કાતિલ ઠંડીને લીધે પોતાનો જીવ ગુમાવ્યો છે. જે આપણા સૌ માટે અતિ દુઃખદ અને ખાસ કરીને સરકારે ચિંતા સાથે યોગ્ય પગલા લેવાનો સમય પાકી ગયો છે. ગુજરાતમાં પડી રહેલી કાતિલ ઠંડીને કારણે જે ખેડૂતોએ પોતાનો જીવ ગુમાવ્યો છે તેમના પરિવારજનોને રૂપિયા 10 લાખની આર્થિક સહાય કરવામાં આવે અને રાજ્યમાં પડી રહેલી કાતિલ ઠંડીમાંથી બચાવવા માટે ખેડૂતોને દિવસે વીજળી આપવામાં આવે તેવી કોંગ્રેસ પક્ષ માંગ કરે છે.’
વધુમાં કોંગ્રસ પ્રવક્તા ડો મનિષ દોશીએ જણાવ્યુ હતું કે, ‘તાજેતરમાં કાતિલ ઠંડી ગુજરાત માટે ચિંતાનો વિષય બની ગયો છે, ત્યારે જગતના તાત માટે કોંગ્રેસ પક્ષ બે મુખ્ય માંગ કરે છે. પ્રથમ તો રાજ્યમાં ઠંડીને કારણે મૃત્યુ પામેલ ખેડૂતના પરિવારજનોને રૂપિયા ૧૦ લાખની આર્થિક સહાય કરવામાં આવે. અને બાજુ કે, કાતિલ ઠંડીમાંથી બચવા ખેડૂતોને દિવસે વીજળી આપવામાં આવે. લાંબા સમયથી વિવિધ ખેડૂત સંગઠનો અને કોંગ્રેસ પક્ષની માંગ કરી રહ્યું છે. કાતિલ ઠંડીમાં ખેડૂતોને બચાવવા અતિ જરૂરી છે ત્યારે રાજ્યસરકાર ખેડૂત ખેતી બચાવવા માટે ખેતી માટે દિવસે વીજળી અને આર્થિક વળતર આપવાનો નિર્ણય સત્વરે કરવામાં આવે.