Home /News /ahmedabad /Gujarat CNG Price: શું CNGનો ભાવ પેટ્રોલ-ડીઝલને આંબી જશે? અમદાવાદમાં બે દિવસમાં 3.48 રૂપિયાનો તોતિંગ વધારો

Gujarat CNG Price: શું CNGનો ભાવ પેટ્રોલ-ડીઝલને આંબી જશે? અમદાવાદમાં બે દિવસમાં 3.48 રૂપિયાનો તોતિંગ વધારો

સીએનજીની કિંમતમાં સતત વધારો

CNG price hike: અમદાવાદ શહેરમાં અદાણી ગેસ તરફથી આજે (4 ઓગસ્ટ) ભાવ વધારો કરવામાં આવ્યો છે. નવા ભાવ વધારા બાદ સીએનજીનો સૌથી વધારે ભાવ અમદાવાદ શહેરમાં થયો છે. અદાણી ગેસ તરફથી અન્ય શહેરમાં બીજી ઓગસ્ટના રોજ ભાવમાં ફેરફાર કરવામાં આવ્યો હતો.

વધુ જુઓ ...
અમદાવાદ: પેટ્રોલ અને ડીઝલની કિંમત (Petrol Diesel price) છેલ્લા થોડા દિવસોથી સ્થિર છે. જોકે, આ દરમિયાન દેશમાં સીએનજીના ભાવ (CNG price hike)માં સતત વધારો થઈ રહ્યો છે. છેલ્લા ત્રણ દિવસમાં અદાણી ગેસ (Adani Gas) તરફથી ભાવમાં બે વખત વધારો ઝીંકી દેવામાં આવ્યો છે. ત્રણ જ દિવસમાં સીએનજીની કિંમતમાં પ્રતિ કિલોગ્રામ 3.48 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. બીજી તરફ સીએનજીના ભાવમાં સતત વધારાને પગલે રિક્ષા ચાલકો આકરા પાણીએ થયા છે. આજે સીએનજીના ભાવમાં 1.49 રૂપિયાનો વધારો કરાયો છે. ભાવ વધારા બાદ રિક્ષા ચાલકને એકતા યુનિયને હડતાળની ચીમકી ઉચ્ચારી છે.

ગુજરાતના અલગ અલગ શહેરમાં સીએનજીનો ભાવ (સોર્સ: adanigas વેબ)


● ખેડા: 85.90 રૂપિયા પ્રતિ કિલોગ્રામ
● અમદાવાદ: 87.38 રૂપિયા પ્રતિ કિલોગ્રામ
● વડોદરા: 85.85 રૂપિયા પ્રતિ કિલોગ્રામ
● સુરેન્દ્રનગર: 85.90 રૂપિયા પ્રતિ કિલોગ્રામ
● પોરબંદર: 88.89 રૂપિયા પ્રતિ કિલોગ્રામ
● નવસારી: 85.90 રૂપિયા પ્રતિ કિલોગ્રામ

અમદાવાદ શહેરમાં અદાણી ગેસ તરફથી આજે (4 ઓગસ્ટ) ભાવ વધારો કરવામાં આવ્યો છે. નવા ભાવ વધારા બાદ સીએનજીનો સૌથી વધારે ભાવ અમદાવાદ શહેરમાં થયો છે. અદાણી ગેસ તરફથી અન્ય શહેરમાં બીજી ઓગસ્ટના રોજ ભાવમાં ફેરફાર કરવામાં આવ્યો હતો.

આ શહેરમાં CNGના ભાવ પેટ્રોલ કરતાં પણ વધારે


નાગપુરમાં સીએનજીની કિંમતોમાં વધારા પછી અહીં સીએનજી વાહન ચાલકોની મુશ્કેલી વધી ગઈ છે કારણે કે આ વધારા સાથે શહેરમાં સીએનજીની કિંમતો પેટ્રોલ કરતા પણ વધી ગઈ છે. નવા ભાવ વધારા સાથે અહીં સીએનજીની કિંમતો પ્રતિ કિલો 116 રુપિયા પહોંચી ગઈ છે. જોકે તમને જણાવી દઈએ કે નાગપુરમાં સીએનજી જ નહીં પરંતુ પેટ્રોલ અને ડીઝલ પણ ખૂબ જ મોંઘા ભાવે મળે છે. વર્તમાન સમયમાં નાગપુરમાં પેટ્રોલની કિંમત પ્રતિ લિટર 106 રુપિયા છે. જ્યારે પાછલા 10 દિવસમાં ડીઝલની કિંમતોમાં 0.14 રુપિયાના વધારા સાથે ડીઝલ 92.75 રુપિયા પ્રતિ લીટર થઈ ગયું છે.

ગુજરાતના અન્ય અપડેટ્સ:


ડીઝલ એન્જિન ક્ષેત્રના 'ફિલ્ડ માર્શલ' પોપટભાઈ પટેલનું અવસાન


ઓઇલ એન્જિન ક્ષેત્રે ક્રાંતિ સર્જનારા અને ફિલ્ડ માર્શલ ગ્રુપ (Field Marshal Group)ના પોપટભાઈ પટેલ (Popatbhai Patel)નું 86 વર્ષે અવસાન થયું છે. જાપાનમાં એક ઉદ્યોગપતિ તરીકે જનારા તેઓ પ્રથમ ભારતીય હતા. સાથે જ વર્ષ 1963માં પી. એમ ડીઝલની સ્થાપના પણ તેઓએ કરી હતી. અવસાન પામનારા કડવા પાટીદાર અગ્રણીનું સીદસર, ઊંઝા તેમજ ગાઠીલા સહિતના મંદિરોના નિર્માણ કાર્યમાં ખૂબ મોટું યોગદાન રહેલું છે. સ્વર્ગસ્થ પોપટભાઈ નરશીભાઈ કણસાગરા ઉર્ફે પોપટભાઈ પટેલની અંતિમયાત્રામાં મોટી સંખ્યામાં પરિવારજનો સ્નેહીજનો તેમજ અગ્રણી ઉદ્યોગપતિઓ તેમજ રાજકીય આગેવાનો પણ ઉમટી પડ્યા હતા.  (વાંચો સંપૂર્ણ અહેવાલ...)

સુરતમાં ગેંગરેપના બનાવથી ચકચાર


સુરતના વરાછા વિસ્તારમાં એક કિશોરી પર સામૂહિક દુષ્કર્મ (Surat Gang rape)ની ઘટના સામે આવતા ચકચાર મચી જવા પામી છે. ભોગ બનનારી કિશોરી મૂળ મધ્યપ્રદેશની વતની છે. આ સમગ્ર ઘટના છ મહિના પહેલા બની હતી પરંતુ કિશોરીએ વતન મધ્ય પ્રદેશમાં પહોંચ્યા બાદ પરિવારને આ બાબતે જાણ કરતા પરિવારના સભ્યોએ મોરેના જિલ્લા (Morena District)ના સ્થાનિક પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. આ ઘટના વરાછામાં બની હોવાના કારણે વરાછા પોલીસ સ્ટેશન (Varachha Police station)ને આ ફરિયાદ ટ્રાન્સફર કરવામાં આવી હતી. તેથી આ સમગ્ર મામલે પોલીસે કિશોરી પર દુષ્કર્મ ગુજારનારા ઇસમોની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી છે.  (વાંચો સંપૂર્ણ અહેવાલ...)
First published:

Tags: CNG, Diesel, Petrol, અદાણી