મુખ્યમંત્રી વિજય રૂપાણી પાંચ દિવસના ઉઝબેકિસ્તાનના પ્રવાસે રવાના

સીએમ સાથે 45થી વધુ ઉદ્યોગકારો અને પ્રગતિશીલ ખેડૂતોનું પ્રતિનિધિમંડળ પણ જોડાયું.

News18 Gujarati
Updated: October 19, 2019, 8:08 AM IST
મુખ્યમંત્રી વિજય રૂપાણી પાંચ દિવસના ઉઝબેકિસ્તાનના પ્રવાસે રવાના
એરપોર્ટ ખાતે વિજય રૂપાણી
News18 Gujarati
Updated: October 19, 2019, 8:08 AM IST
સંજય ટાંક, અમદાવાદ : રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટથી ઉઝબેકિસ્તાન જવા રવાના થયા છે. ઉઝબેકિસ્તાનમાં યોજાનાર સમિટમાં તેઓ ગુજરાત ચીફ ગેસ્ટ તરીકે હાજર રહેશે. તેમના પાંચ દિવસના પ્રવાસ દરમિયાન ઉઝબેકિસ્તાનમાં સરદાર પટેલની પ્રતિમાનું અનાવરણ અને ગાંધી સ્ટ્રીટનું લોકાર્પણ થશે.

મુખ્યમંત્રી વિજય રૂપાણી 19 થી 23 ઓક્ટોબર સુધી 5 દિવસ માટે ઉઝબેકિસ્તાન જવા રવાના થયા છે. મુખ્યમંત્રીની સાથે 45થી વધુ લોકોનું પ્રતિનિધીમંડળ જોડાયું છે. જેમાં ઉદ્યોગકારો અને પ્રગતિશીલ ખેડૂતોનો સમાવેશ થાય છે. ઉઝબેકિસ્તાનમાં યોજાનાર સમિટમાં મુખ્યમંત્રી બિઝનેસ ડેલિગેટ્સ સાથે ઉપસ્થિત રહેશે. ગુજરાત આ સમિટમાં ચીફ ગેસ્ટ તરીકે હાજર રહેશે.

આ ઉપરાંત ઉઝબેકિસ્તાનમાં રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી અને ભારતના લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલના નામે ત્યાંની સ્ટ્રીટનું નામકરણ થાય તેવું પણ આયોજન કરાયું છે. તેમજ સરદાર પટેલની પ્રતિમાનું અનાવરણ અને ગાંધી સ્ટ્રીટનું લોકાર્પણ થશે. આ ઉપરાંત જાણીતી ફાર્માસ્યુટિકલ કંપની ઉઝબેકિસ્તાનમાં પોતાની ફેક્ટરી પણ શરૂ કરી રહી છે, જેનું ખાતમુહૂર્ત થશે.મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યુ હતુ કે, ઉઝબેકિસ્તાન ખૂબ વિકાસ કરવા ઝંખે છે. ત્યાંના પ્રેસિડેન્ટે સમિટ માટે ગુજરાતને આમંત્રણ આપ્યું હતું. ગુજરાત આ સમિટમાં ચીફ ગેસ્ટ તરીકે હાજર રહેશે. આ સમિટમાં અલગ અલગ યુનિવર્સિટી અને ચેમ્બર ઓફ કોમર્સના પ્રતિનિધિની મિટીંગ યોજાશે. બી-ટુબીની બેઠક પણ થશે. આ ઉપરાંત જે ક્ષેત્રમાં સહમતિ સધાશે તે ક્ષેત્રમાં MOU થશે. મહત્વનું છે કે ગુજરાતમાં યોજાયેલી ગત વાયબ્રન્ટ સમિટમાં ઉઝબેકિસ્તાન ગુજરાત સાથે કન્ટ્રી પાર્ટનર તરીકે જોડાયું હતું.

આ પણ વાંચો : મુખ્યમંત્રી વિજય રૂપાણીનો પાંચ દિવસનો ઉઝબેકિસ્તાનનો કાર્યક્રમ
First published: October 19, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...