CM રૂપાણીની જાહેરાત, યોગના પ્રચાર પ્રસાર માટે યોગ બોર્ડની રચના થશે

News18 Gujarati
Updated: June 21, 2019, 11:38 AM IST
CM રૂપાણીની જાહેરાત, યોગના પ્રચાર પ્રસાર માટે યોગ બોર્ડની રચના થશે
CM રૂપાણીએ અમદાવાદના સરદાર પટેલ સ્ટેડિયમ ખાતે યોગના કાર્યક્રમમાં ભાગ લીધો હતો.

અમદાવાદના સરદાર પટેલ સ્ટેડિયમ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં જાહેરાત, રાજ્ય યોગ બોર્ડ યોગને ઘર ઘર સુધી લઈ જશે.

  • Share this:
ન્યૂઝ 18 ગુજરાતી : અમદાવાદના સરદાર પટેલ સ્ટેડિયમ ખાતે આંતરાષ્ટ્રીય યોગ દિવસનો કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં રાજ્યના મુખ્ય મંત્રી વિજય રૂપાણી ઉપસ્થિત રહ્યાં હતા. આ કાર્યક્રમમાં સીએમ વિજય રૂપાણીએ રાજ્ય યોગ બોર્ડની રચનાની જાહેરાત કરી હતી. તેમણે યોગ કર્યા બાદ પત્રકારો સાથેની વાતચીતમાં કહ્યું હતું કે યોગના માધ્યમથી બીમારીઓ દૂર થાય છે, સમાજ જેટલો સ્વસ્થ હશે તેટલી ગરીબી દૂર થશે અને સ્વસ્થતા કેળવવા માટે યોગ જરૂરી છે જેથી રાજ્યમાં ઘર ઘર સુધી યોગ પહોંચે તે માટે યોગ બોર્ડની રચના કરવામાં આવશે.

આ પણ વાંચો :  ગરીબી દૂર કરવા આધુનિક યોગ છેવાડાના માનવી સુધી પહોંચાડો : PM મોદી

તેમણે કહ્યું, “રાજ્યમાં યોગ બોર્ડની રચના કરવામાં આવશે. ગુજરાતના જન જન સુધી યોગનો પ્રચાર પ્રસાર કરવામાં આવશે. યોગ આપણી આધ્યાત્મીક વિરાસત છે, તેના પ્રસારની સાથે સાથે સ્વસ્થ્ય શરીર અને તંદુરસ્ત સમાજની રચના કરવા માટે યોગના માધ્યમથી પ્રયાસ કરાશે. જો લોકો રોગો પહેલાંની જાળવણી કરશે તો સમાજ રોગ મુક્ત અને ગરીબી મુક્ત બનશે.”

આ પણ વાંચો :  40 હજાર લોકો સાથે PM મોદીએ કર્યા યોગ, કહ્યું - 'આ જાતિ અને ધર્મથી ઊપર'

આંતરાષ્ટ્રીય યોગ દિવસ નીમિતે ઝારખંડના રાંચીમાં યોજાયેલા કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા વડાપ્રધાન મોદીએ પણ રોગ અને ગરીબીને દૂર કરવા માટે ઘર ઘર સુધી યોગ લઈ જવાની અપીલ કરી હતી. તેમણે કહ્યું હતું કે યોગ દેશમાં ગરીબી દૂર કરી રહ્યો છે પરંતુ આધુનિક યોગ હજુ છેવાડાના માનવી સુધી પહોંચ્યો નથી. હું દેશના તમામ લોકોને અપીલ કરૂ છું કે આધુનિક યોગને ગરીબ, આદિવાસી, છેવાડાના માનવી સુધી પહોંચાડી તેમને ગરીબીમાંથી બહાર લાવવાનો પ્રયાસ કરીએ

 
First published: June 21, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...
Listen to the latest songs, only on JioSaavn.com